- ટ્રસ્ટની હોસ્પિટલમાં 100 સેમી આઇસોલેશન બેડ તૈયાર: ક્વોરન્ટાઇન વોર્ડમાં 104, બોટ ક્વોરન્ટાઇનમાં 17 લોકો ચકાસણી હેઠળ
- કોરોનાને પગલે પોરબંદરમાં આવેલા અશ્વ ઉછેર ફાર્મને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું
- સેમી આઇસોલેશન વોર્ડમાં 6 દર્દીઓ દાખલ, 5 દર્દીઓના સ્વોબના નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
દિવ્ય ભાસ્કર
Apr 07, 2020, 04:06 AM ISTપોરબંદર. પોરબંદર ખાતે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ પાછળ ગુજરાત અને ભારતના એક માત્ર શુદ્ધ કાઠીયાવાડી ઘોડાઓ ના અશ્વ ઉછેર ફાર્મ આવેલ છે, રાજેન્દ્રસિંહ જાડેજાની માલિકીના આ અશ્વો છે, હાલ કોરોના ને પગલે તમામ ઘોડાઓ નું નિયમ મુજબ સેનેટાઈઝર વડે સાફ કરી, સફાઈ કરવામાં આવે છે.કોરોના ને પગલે આ ફાર્મ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આ ફાર્મ ખાતે ઉછરી રહેલા 19 શુદ્ધ ઓલાદના કાઠિયાવાડી ઘોડાની 6 પેઢીઓનો રેકોર્ડ સાચવી રાખવામાં આવ્યો છે.
આઇસોલેશન વોર્ડમાં કોરોના પોઝિટિવના 3 દર્દીઓ સારવાર હેઠળ
ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસો. ની સ્ટુડ બુક્સ ઓફ કાઠિયાવાડી હોર્સ ઓફ ઇન્ડિયા છે તેમ બધાજ રજીસ્ટર કરવામાં આવેલ છે. અને ટૂંક સમયમાં એમને માઈક્રો ચિપ પણ નાખી ને તેમનું ફરી ડીએનએ ટેસ્ટિંગ માટે લોહી અને વાળ ના સેમ્પલિંગ કરવામાં આવશે, જે અશ્વોને ઇન્ટરનેશનલ હોર્સ પાસપોર્ટ બનાવવામાં તે ઉપીયોગ કરવામાં આવશે.પોરબંદરમાં કોરોનાને પગલે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં કોરોના પોઝિટિવના 3 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સેમી આઇસોલેશન વોર્ડમાં 6 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં એક 15 વર્ષની તરૂણી પણ સારવાર હેઠળ છે, કુલ 5 દર્દીઓના સવૉબ ના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો
હોસ્પિટલમાં 6 આઇસોલેશન બેડ અને 100 સેમી આઇસોલેશન બેડ તૈયાર
કોરોના વાઇરસ ને પગલે ટ્રસ્ટની મોરારજી ખેરાજ ઠાકરાર ઓર્થોપેડિક હોસ્પિટલ, પોરબંદરને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તમામ સ્ટાફ સાથે એક્સ્ક્યુઝીવ કોવિડ 19 હોસ્પિટલ તરીકે કલેકટર અને જિલ્લા મેરિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ છે, આ હોસ્પિટલમાં 6 આઇસોલેશન બેડ અને 100 સેમી આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ દર્દીઓને દાખલ કરીને આપવાની થતી તબીબી સારવાર માટે જરૂરી ઈકવિપમેન્ટ તથા કન્ઝ્યુમેબલ ઉપલબ્ધ કરવામાં આવેલ છે, ઉપરાંત આ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ ફલૂ ઓપીડી માં શરદી ખાંસીની સારવાર સવારના 09 થી 01 તથા સાંજ ના 05 થી 07 કલાક દરમ્યાન તપાસવામાં આવશે જેનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા કવોરંટાઇન સેન્ટર ખાતે હાલ 104 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે, તેમજ બોટ કવોરંટાઇન માં 17 વ્યક્તિ ચકાસણી હેઠળ રાખવામાં આવેલ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/kathiawadi-horse-senateized-horse-breeding-farm-closed-for-visitors-127119040.html
No comments:
Post a Comment