- કુવામાંથી ગાળ કાઢતી વખતે પગ લપસતા સર્જાઇ દુર્ઘટના
દિવ્ય ભાસ્કર
Apr 23, 2020, 05:00 AM ISTઅમરેલી. ખાંભા તાબાના કાતર ગામે એક મજુર યુવક કુવામાથી ગાળ કાઢી રહ્યો હોય ત્યારે પગ લપસી જતા કુવામા પડી જતા તેનુ મોત નિપજયું હતુ. મજુર યુવકનુ કુવામા પડી મોત નિપજયાની આ ઘટના ખાંભાના કાતર ગામે બની હતી. અહીના ત્રાકુડા ગામે રહેતો કનુ દેવાભાઇ પરમાર (ઉ.વ.19) નામનો યુવક કાતર ગામે કુવામાથી ગાળ કાઢવાની મજુરી કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા તે કુવામા પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે મૃતક યુવકના પિતા દેવાભાઇએ ખાંભા પોલીસ મથકમા જાણ કરી હતી.
વધુ તપાસ એએસઆઇ એસ.કે.બરજોડ ચલાવી રહ્યાં છે.
જયારે અન્ય એક ઘટનામા લીલીયાના કલ્યાણપુરમા રહેતા શિલ્પાબેન મુકેશભાઇ ઝાલાવડીયા (ઉ.વ.40) નામની મહિલાને બે ત્રણ દિવસથી માથુ દુખતુ હોય ગુમસુમ રહેતા હોય પોતાની મેળે કપાસમા છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ બનાવ અંગે વધુ આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જી.એમ.નગવાડીયા તપાસ ચલાવવામાં આવી રહી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/a-young-laborer-died-after-falling-into-a-well-in-khamba-taluka-127221166.html
No comments:
Post a Comment