Thursday, April 30, 2020

હિંસક પ્રાણીના હુમલા વધતા ખેડૂતોને દિવસે વિજળી આપવા ધારાસભ્યની સીએમને રજૂઆત

  • ત્રીના હિંસક પ્રાણીના હુમલા વધતા જાય છે
  • ઉદ્યોગો બંધ હોઈ વધુ 2 કલાક લાઇટ આપવા માંગણી

દિવ્ય ભાસ્કર

Apr 23, 2020, 05:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં વન્યપ્રાણીના હુમલા વધી રહ્યા છે ત્યારે ખેડૂતોને દિવસે વિજળી આપવા માંગ કરાઇ છે. હાલ ઉદ્યોગો બંધ હોય ખેડૂતોને વધુ 2 કલાક વિજળી આપવા પણ માંગ કરાઇ છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ મુખ્યમંત્રી વિજયભાઇને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવાયું છે કે, જૂનાગઢ અને ગિર સોમનાથમાં જંગલ વિસ્તાર મોટો છે. અહી રાત્રીના વિજળી અપાય છે ત્યારે પાણી વાળવા જતા ખેડૂતો પર વન્ય પ્રાણીના હુમલા વધી રહ્યા છે. જેથી દિવસે વિજળી આપવાની કામગીરી સત્વરે શરૂ કરવી જોઇએ.

આ ઉપરાંત ખેડૂતોને માત્ર 8 કલાક લાઇટ મળે છે તેની સમય મર્યાદામાં પણ વધારો કરવાની તાતી જરૂરિયાત છેે. કારણ કે, હાલ કોરોનાના કારણે ઉદ્યોગો બંધ છે ત્યારે સ્વાભાવિક જ વિજળીની બચત થતી હશે. ત્યારે આ બચત થતી વિજળીમાંથી ખેડૂતોને 2 કલાક વધુ વિજળી આપવામાં આવે તે જરૂરી છે. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોના આ 2 મહત્વના પ્રશ્ને સત્વરે નિર્ણય લે તેવી ભીખાભાઇ જોષીએ માંગ કરી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/mlas-presentation-to-cm-to-provide-electricity-to-farmers-during-the-day-due-to-increasing-animal-attacks-127220794.html

No comments: