Thursday, April 30, 2020

લોકડાઉનની સ્થિતી વચ્ચે પણ જૂનાગઢ વેટરનરી હોસ્પિ.માં 4 પશુઓને સારવાર

  • 464 પશુ, પક્ષીઓની દેખરેખ માટે આઠનો સ્ટાફ તૈનાત જેમાં 2 ડોકટર સતત ફરજ બજાવી રહ્યાં છે

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 02:52 AM IST

જૂનાગઢ. સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર છે ત્યારે ભારતમાં પણ સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલ વેટરનરી કૉલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ રખાયેલ આશરે ૪૬૪ પશુઓની સારવાર અને દેખરેખ માટે ૮ જેટલો સ્ટાફ તૈનાત રહે છે. જે પૈકી ૨ ડોક્ટરો છે. કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના આચાર્ય ડો.પી. એચ. ટાંકના નેતૃત્વમાં મીનીમમ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

૧ ભેંસ, ૨ કુતરા અને ૧ બિલાડીને સારવાર આપવામાં આવી

આ અંગે વિગત આપતા પ્રાધ્યાપક ડૉ. કે. રવિકલાએ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ વેટરનરી કોલેજમાં ૧ ભેંસ, ૨ કુતરા અને ૧ બિલાડીને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ટેલિફોનીક સારવાર પણ અપાઇ છે. સામાન્ય દિવસોમાં શૈક્ષણીક હેતુ માટે રાખવામાં આવેલ પશુ,પક્ષીઓની સંભાળ માટે ૧૨-૧૩ નો સ્ટાફ હોય છે. પરંતુ હાલ ૮ લોકોનો સ્ટાફ રાખવામાં આવેલ છે. જે પૈકી બે ડોક્ટરો પણ ઇમરજન્સી માટે હોય છે.
પશુ              સંખ્યા
ગાય               3
ભેંસ                3
ઊંટ                1
ઘોડા               2
ઘેટાં-બકરા     80
સસલા           75
પક્ષીઓ        300

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/treatment-of-4-animals-at-junagadh-veterinary-hospital-amid-lockdown-situation-127125386.html

No comments: