Thursday, April 30, 2020

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

  • એક વર્ષમાં 286 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા 

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 11:18 PM IST

અમરેલી. તુલસીશ્યામ રેન્જમાં આજે પુખ્ત વયના સિંહનું મોત નીપજ્યાનું સામે આવતા સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં અમરેલી જિલ્લામાં 21 સિંહોના મોત નીપજ્યા છે. સિંહોના કરવામાં આવેલા રેસ્ક્યુ એ રૂટિન પ્રક્રિયા છે. એક વર્ષમાં 286 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દલખાણીયા રેન્જમાં સિંહોમાં રોગચાળો ફેલાયેલો હતો તેવો રોગચાળો હાલ નથી. રેસ્ક્યુ કરેલા 17 સિંહોમાં બે સિંહોમાં હિમોગ્લોબીન ઓછું જોવા મળ્યું હતું. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસની વાત તદ્દન ખોટી છે. અખબારો અને સોશિયલ મીડિયામાં સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ આવ્યો તે સમાચાર ખોટા છે. 

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/21-lion-death-last-3-month-in-amreli-district-127256138.html

No comments: