- સક્કરબાગમાં 10 દિવસમાં 21 બચ્ચાં જન્મ્યાં એમાંથી 3 નાં મોત
દિવ્ય ભાસ્કર
Apr 24, 2020, 05:00 AM ISTજૂનાગઢ. જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં તાજેતરમાંજ 10 દિવસના સમયગાળામાં જુદી જુદી સિંહણોને મળી કુલ 21 બચ્ચાં જન્મ્યાં હતા. જોકે એ પૈકી 3 આંબરડીથી લાવવામાં આવ્યા હતા. આ 21 પૈકીના 3 બચ્ચાં જુદા જુદા કારણોસર મોતને ભેટ્યા છે.
આ અંગેની વિગતો આપતાં સક્કરબાગનાં ડાયરેક્ટર ડો. અભિષેકકુમારે જણાવ્યું હતું કે, ગત તા. 7 એપ્રિલ 2020 ના રોજ ડી-1 તરીકે ઓળખાતી સિંહણે એકસાથે 6 બચ્ચાંને જન્મ આપી વાઇલ્ડ લાઇફમાં રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના નોંધાવી હતી. આ સિંહણ બચ્ચાંની વ્યવસ્થિત સંભાળ પણ રાખતી હતી. પરંતુ ગત તા. 19 એપ્રિલે સિંહણે પડખું ફેરવ્યું એ વખતે એક બચ્ચું તેના તોતીંગ શરીર નીચે દબાઇ ગયું હતું. વનવિભાગના ધ્યાને તુરત જ આ વાત આવી જતાં તેને સારવાર અપાઇ હતી. પરંતુ પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજાને લીધે તેનું તા. 20 અેપ્રિલે મોત થયું હતું. એજ રીતે તા. 7 એપ્રિલેજ ડી-12 સિંહણે બે બચ્ચાંને જન્મ
આપ્યો હતો.
આ સિંહણ પ્રથમજ વખત માતા બની હતી. તેનું એક બચ્ચું પણ માતાના શરીર નીચે દબાઇ જતાં તા. 9 એપ્રિલે મૃત્યુ પામ્યું. આથી બીજા બચ્ચાંને તાત્કાલિક માતાથી વિખૂટું પાડી ઉછેર માટે બીજે ખસેડ્યું હતું.
જ્યારે આંબરડીથી આવેલા 3 પૈકી એક બચ્ચાંને તા. 19 એપ્રિલે નબળાઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેના તમામ બ્લડ ટેસ્ટ કરાયા હતા. પરંતુ તેનું લીવર અને કીડનીમાં જન્મજાત ખામી હોવાથી તે 20 એપ્રિલે મૃત્યુ પામ્યું હતું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-giving-birth-to-6-cubs-at-a-time-1-cub-crushed-to-death-while-turning-around-127227465.html
No comments:
Post a Comment