- મંદિરના પટાંગણમાં લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા
દિવ્ય ભાસ્કર
Apr 17, 2020, 07:08 PM ISTજૂનાગઢ. જૂનાગઢના ગીરનારના 200 પગથીયા પર શીતળા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં જ રહેતા અને પૂજા કરતા પૂજારી રામાબાપાને વન્યપ્રાણી ઉપાડી ગયું હતું અને જંગલમાં ફાડી ખાધા હતા. વન વિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને મંદિરથી દૂર જંગલમાં પૂજારીમા મૃતદેહના અલગ અલગ ટૂકડા જોવા મળ્યા હતા. જેમાં પેટનો ભાગ અને એક પગ મળી આવ્યો છે. જ્યારે માથુ અને બંને હાથ તથા એક પગ કરડી ખાધો હતો. મંદિરના પટાંગણમાં લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા હતા.વન વિભાગે આ ટૂકડાને એકત્ર કરી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જ RFO ભગરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હજુ નકકી નથી થાતુ કે દીપડાએ જ પૂજારીને ફાડી ખાધા છે કે નહીં. અન્ય વન્ય પ્રાણી પણ હોય શકે તેવું બને. આ ઉપરાંત વન્યપ્રાણીઓ સિવાય પૂજારી સાથે અજુગતી ઘટના બની હોય તેવું પણ કહી શકાય..
(અતુલ મહેતા, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/leopard-attack-on-pujari-at-girnar-hill-of-junagadh-127188284.html
No comments:
Post a Comment