Thursday, April 30, 2020

સક્કરબાગ ઝૂમાં માત્ર 1 મહિનામાં 6 સિંહણે 21 બચ્ચાને જન્મ આપ્યો, ડી-13 સિંહણનું બ્રિડીંગ થતા 3 બચ્ચા જન્મ્યા

  • 5 વર્ષના આંકોલવાડી સિંહની સાથે ડી-13 સિંહણનું બ્રિડીંગ થતા 3 બચ્ચા જન્મ્યા

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 05:53 AM IST

જૂનાગઢ . જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ સિંહોના બ્રિડીંગ માટે એશિયામાં સૌથી મોટુ છે. અહીં જન્મ લેતા સિંહ દેશના વિવિધ ઝૂમાં ગર્જના કરે છે. જીનપુલ પ્રોગ્રામ હેઠળ લાવેલ ડી નામની 7 સિંહણોમાંથી 6 એ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે હવે માત્ર એક જ સિંહણ માતા બનવાની બાકી રહી છે તે પણ આગામી દિવસોમાં બચ્ચાને જન્મ આપશે તેવું જાણવા મળી રહ્યું છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું કે, સિંહના સંવર્ધન કેન્દ્રમાં રહેલ સિંહણ ડી-13 અને 5 વર્ષના આકોલવાડી સિંહના સફળ બ્રિડીંગથી ત્રણ બચ્ચાનો જન્મ થયો છે. જેમાં 1 નર અને બે માદાનો સમાવેશ થાય છે.

સફળ બ્રિડીંગથી 6 સિંહણો માતા બની

સિંહણ-13 તેમના બચ્ચાની વ્યવસ્થિત સારસંભાળ રાખી રહી છે તેમજ સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. બચ્ચાને જન્મ આપનારી સિંહણના ખોરાકમાં વધારો કરી તેમાં જરૂરી તમામ મિનરલ્સ અને વિટામીન આપવામાં આવી રહ્યા છે. જીનપુલ પ્રોગ્રામ હેઠળ જંગલમાંથી 7 સિંહણોને સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવી હતી અને તેમના નામ ડી પરથી રાખવામાં આવ્યા હતા. ત્યારે ઝૂના વિવિધ સિંહો સાથેના સફળ બ્રિડીંગથી 6 સિંહણો માતા બની છે અને 21 બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે હજુ એક સિંહણ પણ આગામી દિવસોમાં બચ્ચાને જન્મ આપી શકે તેમ જાણવા મળી રહ્યું છે.

21 બચ્ચાને જન્મ આપનાર સિંહણો
સિંહણ    બચ્ચા
ડી-1         6
ડી-4         4
ડી-8         3
ડી-11       3
ડી-13       3
ડી-12       2

https://www.divyabhaskar.co.in/mera-shehar/local/gujarat/junagadh/9

No comments: