એક્સપોર્ટ નહીં થઇ શકવાથી ખેડૂતોને પડશે ફટકો
એક્સપોર્ટ નહીં થઇ શકવાથી ખેડૂતોને પડશે ફટકો
દિવ્ય ભાસ્કર
Apr 07, 2020, 04:41 AM ISTતાલાલા. તાલાલા પંથકની પ્રસિદ્ધ કેસર કેરીની સીઝન શરૂ થવાને માંડ 15 દિવસની વાર છે. ફ્રેશ મેંગો એક્ષ્પોર્ટ માટે અત્યારથીજ કામગીરી શરૂ થઇ ચુકી છે. પરંતુ કોરોનાને લીધે એક્ષ્પોર્ટનું કામકાજ બંધ છે. આથી આ વર્ષે કેસર કેરી એક્ષ્પોર્ટ નહીં થઇ શકે. અને તે હાફૂસ કેરીની જેમજ સ્થાનિક સ્તરે વેચાશે. આથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે તો લોકોને ઘરઆંગણે થોડી સસ્તી અને સારી ગુણવત્તાની કેરી ખાવા મળશે.
હાલ હાફૂસ કેરીના ભાવ એક્ષ્પોર્ટનાં અભાવે નીચા
કેસરી કેરીના પ્રથમ તબક્કાનો પાક મોટા ભાગે એક્ષ્પોર્ટમાં થતો હોય છે. ગીરમાંથી અમેરિકા, યુરોપ સહિત આરબ અને ખાડીના દેશોમાં અલગ-અલગ એક્ષ્પોર્ટરો મારફત કેસર કેરી મોકલવામાં આવે છે. કોરોનાને લીધે ફ્રેશ કેરીનું એક્ષ્પોર્ટ હાલ થઇ શકે તેમ નથી. આથી આગામી એપ્રિલ માસના અંતમાં કેરીની સીઝન શરૂઆતની સાથે કોરોનાનો કહેર શાંત થાય અને કેરીનાં પલ્પના ઓર્ડર મળે તો માટે કેનીંગ પ્લાન્ટો કેરીની ખરીદી કરી શકશે. અને જો પલ્પના ઓર્ડર પણ નહીં મળે તો સ્થાનિક કક્ષાએ માંગ મુજબનો જથ્થો કેનીંગ પ્લાન્ટો ખરીદી પલ્પનાં પેકીંગ તૈયાર કરશે. હાલ હાફૂસ કેરીના ભાવ એક્ષ્પોર્ટનાં અભાવે નીચા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/talala/news/fear-of-corona-eclipse-of-girs-sodium-saffron-mango-127119058.html
No comments:
Post a Comment