Thursday, April 30, 2020

બરડા અભયારણ્યમાં પાંજરાઓને સેનેટાઈઝ કરાયા : પ્રાણી-પક્ષીઓની લેવાય છે કાળજી

  • પાંજરાનાે 2 મિટરનો વિસ્તાર સાફ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 03:06 AM IST

પોરબંદર. કોરોનાની મહામારી ચાલે છે ત્યારે પોરબંદર જિલ્લાના બરડા વન્ય પ્રાણી અભયારણ્ય માં રાખવામાં આવેલ પ્રાણીઓમાં કોરોના વાયરસ ન ફેલાય તે હેતુથી સાવચેતીના ભાગ રૂપે જિનપુલમાં આવેલા 4 સિંહો, અભયારણ્ય માં આવેલ 90 ચિતલ અને 30 સાબર ના પાંજરાઓને નિયમિત સેનિતાઈઝ કરવામાં આવે છે, પિંજરાઓની સફાઈ તેમજ પ્રાણીઓના મળ મૂત્ર ની જગ્યા ને દવાથી સફાઈ કરવામાં આવે છે અને પાંજરા ની જગ્યાથી 2 મીટર સુધી ની સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

વિસ્તારમાં પ્રવેશ બંધી ના હુકમ કરી દેવામાં આવ્યા 

વનવિભાગ અધિકારીએ ખાસ સૂચના આપી છે જેથી એક જ કર્મી પ્રાણીઓને ખોરાક આપવા જાય અને ખાસ હેન્ડ ગ્લોઝ, માસ્ક પહેરી સેનિટાઈઝર વડે સેફટી રાખે છે. અને ડોકટર દ્વારા પ્રાણીઓની શારીરિક તપાસ કરવામાં આવી રહી છે, આ વિસ્તારમાં પ્રવેશ બંધી ના હુકમ કરી દેવામાં આવ્યા છે, આ ઉપરાંત પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પણ મુલાકાતી માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે, અને આ અભયારણ્ય ખાતે રહેલા પક્ષીઓ ને પણ કર્મી હાથ પર ગ્લોઝ અને માસ્ક બાંધી ચણ આપવા જાય છે, અને બહારથી આવતા ઘાયલ પક્ષીઓ ને લાવનાર વ્યક્તિને સેનિટાઈઝર વડે હાથ ધોવડાવી અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/cages-sanitized-in-barda-sanctuary-care-for-animal-birds-127125391.html

No comments: