Thursday, April 30, 2020

આંકોલવાડી ગામે હત્યા કેસમાં સંડોવાયેલ બે આરોપી ગેર કાયદેસર સિંહ દર્શનનાં પણ ગુનેગાર

  • 6 એપ્રિલે સોશ્યલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 05:00 AM IST

તાલાલા. આંકોલવાડીમાં યુવાનની હત્યામાં સંડોવાયેલા 6 આરોપી પૈકી 2 ગેરકાયદેસર સિંહ દર્શન કરી સિંહનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાનાં ગુનામાં વન વિભાગની નજરે ચઢી ચુકયા છે. આંકોલવાડીનાં સમીર સોલંકીની હત્યામાં સંડોવાયેલા સાગર જીવા ગઢીયા, હડમતીયાનાં અજય ચૌહાણે ગત 16 એપ્રિલનાં સિંહોનો વિડીયો વાઇરલ કર્યો હતો. અને જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિડીયો ઉતાર્યો હોવાનું જણાતા આરએફઓ અગ્રાવત, તાલાલા આરએફઓ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડે આ બંનેની અટક કરી આકરી પુછપરછ કરી હતી. અને વન વિભાગને જયારે જરૂર લાગે ત્યારે હાજર રહેવાની શરતોને આધીન જામીન પર મુકત કર્યા હતાં. હત્યામાં મૃતક યુવાનની પત્ની ઉપરાંત 5 માંથી 4 આરોપી પોલીસ ગીરફતમાં આવી ચુકયા છે. જયારે અજય ચૌહાણ હજુ ફરાર હોય તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/talala/news/the-two-accused-involved-in-the-ankolwadi-village-murder-case-are-also-guilty-of-illegal-lion-watching-127247670.html

No comments: