Thursday, May 31, 2012

હનુમાનપુરમાં બાળકને ફાડી ખાનાર દિપડો પાંજરે પુરાતો નથી.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:47 AM [IST](31/05/2012)
- આદમખોર દિપડો આઝાદ ઘુમતો હોય ગામલોકોમાં ફફડાટ

ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે માતાના પડખામાં સુતેલા બાળકને ઉઠાવી જઇ ફાડી ખાનાર દિપડાને પકડવામાં વન તંત્રને નિષ્ફળતા મળી રહી છે. વન વિભાગ દ્વારા આ દિપડાને પકડવા માટે બે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ ચાલાક દિપડો વનતંત્રના પાંજરામાં
સપડાતો નથી.

ખાંભાના હનુમાનપુર ગામના લોકો ભયભીત છે. કારણ કે આદમખોર દિપડો ખુલ્લેઆમ ફરી રહ્યો છે. હજુ બે દિવસ પહેલા જ હનુમાનપુરના બાવાભાઇ શામજીભાઇ વાઘેલાનો છ માસનો પુત્ર રાહુલ મધરાત્રે તેની માતાના પડખામાં સુતો હતો ત્યારે ઘરમાં ઘુસેલા દિપડાએ આ બાળકને ફાડી ખાધો હતો. દિપડો આ બાળકને ગળામાંથી પકડી ગામ બહાર લઇ ગયો હતો અને ઝાડ પર ચડી જઇ છ માસના માસુમ બાળકનું અડધુ શરીર ફાડી ખાધુ હતું.

માણસનું લોહી ચાખી ગયેલો આ દિપડો ગમેત્યારે અન્ય વ્યક્તિ પર પણ હુમલો કરી શકે છે. તેવા ભયે ગામલોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ દપિડાને પકડવા બે દિવસથી પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ ચાલાક દપિડો પાંજરાની આસપાસ પણ ફરક્તો નથી. ગામલોકો વહેલી તકે દિપડો પકડાઇ જાય તેવું ઇચ્છી રહ્યા છે.

Wednesday, May 30, 2012

ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના માટે તપાસ કરવા વનમંત્રાલયને આદેશ.


જૂનાગઢ, તા.૨૯:
જૂનાગઢમાં વર્ષ દરમિયાન ભરાતા ત્રણ મેળા અને વિવિધ ઐતિહાસિક-ર્ધાિમક સ્થળોએ લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે વર્ષોથી શહેરના ખાસ કરીને ગિરનાર વિસ્તારના વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરવાની માંગણી સામે આંખ આડા કાન કરતી સરકારે અંતે રાજ્યના વનસંરક્ષકને આ અંગે તપાસ કરવાના આદેશો આપ્યા હોવાનું શહેર અગ્રણીએ જણાવ્યું છે.
  • શિવરાત્રિના મેળા અને પરિક્રમા માટે અલગ વહીવટી તંત્ર રચવા માગણી
છેક વિદેશથી અનેક સહેલાણીઓ જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં પડેલા ભરપુર ઐતિહાસિક વારસાને તપાસવા માટે આવે છે. ત્યારે જૂનાગઢને પ્રવાસનધામ તરીકે વિકસાવવાના બણગા ફૂંકતી સરકાર કે તેમના અધિકારીઓ દ્વારા શહેરના ઐતિહાસિક સ્થળોની જાળવણી અને વ્યવસ્થા સામે સદંતર આંખ આડા કાન કરાઈ રહ્યા છે.
તંત્રની બેદરકારીને કારણે ગત વર્ષે શિવરાત્રિના મેળામાં થયેલા અકસ્માતમાં ૧૦ શ્રધ્ધાળુઓ મોતને ભેંટયા હતાં. વ્યવસ્થા અને સંકલનના અભાવે સર્જાયેલા આ અકસ્માત બાદ તમામ તંત્રને દોષનો ટોપલો એકબીજા પર ઢોળીને પોતાની જવાબદારી પુરી કરી લીધી હતી. વર્ષોથી પાજનાકાનો પુલ રીપેર કરાવવા માટે જંગલખાતું, પી.ડબલ્યુ.ડી. અને મહાનગર પાલિકા એકબીજા પર જવાબદારીની ફેંકાફેંક કરી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતોના નિકાલ અને ગિરનારના વિકાસ માટે વર્ષોથી એક કમીટીની રચના કરવાની માંગણી પ્રબુધ્ધ નાગરીકો કરી રહ્યા છે. આ કમીટીમાં સરકાર દ્વારા નિમાયેલા સભ્યો અને આઈ.એ.એસ.કક્ષાના સેક્રેટરીઓ જ કારોબાર ચલાવવનો રહેશે. પરીણામે ગિરનારનો સંર્પૂર્ણ વિકાસ થવા સાથે વર્ષ દરમિયાન યોજાતા વિવિધ મેળાની વ્યવસ્થા અને મંજુરી સહિતની જવાબદારી સત્તામંડળ વહન કરશે. પરંતુ વર્ષોથી આ માંગણી સામે આંખ આડા કાન કરતા રાજ્યના શહેરી વિકાસ અધિકારીએ અંતે રાજ્યના વન સંરક્ષકને સત્વરે આ અંગે તપાસ કરવાના આદેશો આપ્યા હોવાનું શહેર અગ્રણી શશિકાંતભાઈ દવેએ જણાવ્યું છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=60372

કાલસારી ગામના કૂવામાંથી દીપડીના બચ્ચાંને બચાવાયું.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:05 AM [IST](30/05/2012)
- માતા સાથે મિલન થાય તે માટે આજ સ્થળે મુકત કરી દેવાયું

વિસાવદરનાં કાલસારી ગામની સીમમાં એક કુવામાં ખાબકી ગયેલાં દીપડીનાં બચ્ચાને વન વિભાગે રેસ્કર્યું ઓપરેશન હાથ ધરી બચાવી લીધું હતું.

તાલુકાનાં કાલસારી ગામની સીમમાં કાંતીભાઇ હરિભાઇ ભાલીયાનાં ખેતરમાં આવેલા ૩૫ થી ૪૦ ફૂટ ઉંડા કુવામાં ગત રાત્રિનાં સમયે દીપડીનું ત્રણ માસનું બચ્ચું ખાબકી ગયું હતું. આજે સવારે કાંતીભાઇ તેમનાં મજુરો સાથે બાજરાનાં વાવેતરની કાપણી કરી રહયાં હતા ત્યારે કુવામાંથી વન્યપ્રાણીનો અવાજ સાંભળવા મળતાં વન વિભાગને જાણ કરતા એસીએફ ઠુમર અને આરએફઓ જાડેજા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મદદ માટે સાસણની રેસ્કયુટીમને પણ બોલાવી લીધી હતી. ત્યારબાદ બચ્ચાને સહિ સલામત કુવામાંથી બહાર કાઢી તેની માતા સાથે મિલન થઇ જાય તે માટે આજ સ્થળે મુકત કરી દેવાયું હતું.

- બીજુ બચ્ચું મહિલા કર્મચારીના બે પગ વચ્ચેથી પસાર થઇ ગયું

કાંતીભાઇનાં ખેતરમાં ઘણાં સમયથી દીપડીએ તેનાં બચ્ચા સાથે ધામા નાખ્યા હોય બીજું એક બચ્ચું રેસ્કયુ ટીમનાં મહિલા કર્મચારી રસીલાબેનનાં બે પગ વચ્ચેથી પસાર થઇ બાજરાનાં વાવેતરમાં ચાલ્યું ગયું હતું. ખેતરમાં મુકામ કરી રહેલી દીપડીથી રક્ષણ આપવા વન વિભાગનો સ્ટાફ પણ બાજરાની કટાઇ કામગીરી સુધી રહેશે તેમ આરએફઓ જાડેજાએ જણાવ્યું હતું.

મૂંડિયારાવણીમાં ચારને ઘાયલ કરનાર દીપડી ઝડપાઇ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:07 AM [IST](30/05/2012)
વિસાવદરનાં મુંડીયારાવણી ગામે ગત તા.ર૭નાં રાત્રિનાં સમયે એક દીપડીએ ગામમાં ઘુસી આવી ચાર મકાનોની ઓશરીમાં પ્રવેશ કરી ચાર વ્યક્તિઓ પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતા.

આ ઘટનાને પગલે વિસાવદર રેન્જનાં આરએફઓ એન.એમ. જાડેજા, એસીએફ ઠુંમરે ગામ ફરતે ચાર પાંજરા ગોઠવી દીધા બાદ શિકારની લાલચે ફરી આવી ચઢેલી દીપડી આજે વહેલી સવારે ચાર વાગ્યે એક પાંજરામાં કેદ થઇ ગઇ હતી. આ દીપડીની ઉંમર આશરે બે થી ત્રણ વર્ષની અને તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

ખીસરીમાં આઠ સાવજનાં ટોળાંએ ગામમાં ઘૂસી વાછરડાનું મારણ કર્યું.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:19 AM [IST](30/05/2012)
ધારીનાં ખીસરી ગામમાં ઘુસી એક સાથે આઠ સાવજોનાં ટોળાએ બજારમાં આંટા મારી એક વાછરડાનું મારણ કરતા ગામ લોકો ભયથી ફફડી ઉઠયા છે. ધારી તાલુકાનાં ખીસરી ગામે આજે વહેલી સવારે એક સાથે આઠ સાવજોનું ટોળુ ધસી આવ્યું હતું. સવારે સાવજો મારણની શોધમાં નીકળ્યા હતાં. પરંતુ સીમમાં ક્યાંય મારણ ન મળતા સાવજોનું ટોળુ ગામમાં ઘુસી ગયુ હતું. સાવજોએ ગામની બજારમાં નિરાંતે આંટા માર્યા હતા અને બાદમાં એક વાછરડીને ફાડી ખાધી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં લોકો વહેલી સવારે કામે લાગી જતાં હોય છે ત્યારે ખીસરીમાં એક સાથે આઠ સાવજોનાં ધામાને પગલે ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો ઘરમાં જ ભરાઇ રહયાં હતાં. બાદમાં કેટલાક લોકોએ હાકલા પડકારા કરી આ સાવજોને ગામ બહાર ખદેડયા હતાં. બાદમાં ખેડૂતો સીમમાં જતાં પણ ડરતા હતાં. હજુ ગઇરાત્રે જ લીલીયાનાં ક્રાંકચ ગામમાં રાત્રે દસ વાગ્યે પાંચ સાવજોએ ઘુસી બે પશુને મારી નાખ્યા હતાં. ત્યાં ખીસરી ગામે આવી જ ઘટના બની હતી.

કરમદાના ઢુંવા, પાણીનાં પોઈન્ટ ઠંડક સમા.


Source: Jayesh Godhilya, Una   |   Last Updated 12:57 AM [IST](30/05/2012)
- બપોરે સતાવતી ગરમી સામે સાવજ સહિત વન્યપ્રાણીઓનું એ.સી.

ઉનાળાનાં તાપથી માણસોની સાથોસાથ વન્યપ્રાણીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ જંગલમાં કરમદાનાં ઢુંવા અને પાણીનાં પોઇન્ટ વન્યપ્રાણીઓ માટે એસીની ગરજ સારતા હોય છે. સાવજ સહિત વન્ય પ્રાણીઓને ગરમી વધુ પ્રમાણમાં સતાવતી હોવાથી તેઓ બળબળતી બપોર આ ઢુંવા અને પાણીનાં પોઇન્ટને સહારે જ ગુજારતા હોય છે.

ઉનાળાનાં આકરા તાપ પડી રહ્યા છે. ગરમીનો પારો સતત ઉપરની તરફ ચડી રહ્યો હોય આબાલ વૃદ્ધ સૌ કોઇ પરેશાની ભોગવી રહ્યા છે. માણસો તો ઠંડા પીણાનાં સહારે કે પંખા, એર કુલર અને એસી જેવા ઇલેકટ્રીક સાધનોની મદદ વડે ગરમીથી રાહત મેળવવાનો રસ્તો શોધી લેતા હોય છે. પરંતુ જંગલમાં વહિરતા પ્રાણીઓની હાલત શું થતી હશે? અને પ્રાણીઓ આ કાળઝાળ ગરમી કઇ રીતે સહન કરતા હશે? તે પણ જાણવા જેવું છે.

આ અંગે જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આહીરનાં જણાવ્યા મુજબ સાવજ સહિત વન્યપ્રાણીઓને વધુ ગરમી થતી હોય છે. તેમજ શહેર કરતા જંગલનાં ખુલ્લા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ પણ વધુ હોવાથી વન્ય પ્રાણીઓને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. પરંતુ કુદરત આ પ્રાણીઓની પણ દરકાર કરે છે. પરિણામે જંગલમાં વ્યાપક પ્રમાણમાં ઉગેલા કરમદાનાં ઢુંવા પ્રાણીઓને ગરમીથી બચવા રહેઠાણ પુરું પાડે છે. ઉપરાંત પ્રાણીઓ માટે બનાવેલા પાણીનાં પોઇન્ટ પણ તેમને એસીની ગરજ સારી આપતા હોવાથી ઉનાળાની બળબળતી બપોર પ્રાણીઓ કરમદાનાં ઢુંવા અને પાણીનાં પોઇન્ટનાં સહારે જ કાઢે છે અને છેક ઢળતી સાંજે શિકાર કરવા બહાર નિકળે છે.

આ અગાઉ વિશાળ જંગલમાં ભર ઉનાળે કાળજાળ ગરમી અને આકરા તાપ વચ્ચે જંગલના રાજા એવા વનરાજા સહિત વન્યપ્રાણીઓ માટે પાણીઓની કુંડીઓ ભરાતી પરંતુ સમયાંતરે હવે પવનચક્કી દ્વારા પણ આ કુંડીઓમાં પાણી ભરીને ઠંડક અપાય છે.

- પવનચક્કી વડે પાણી ભરાય છે

આરએફઓ આહીરે જણાવ્યું હતું કે, જશાધાર રેન્જમાં પાણીનાં સાત પોઇન્ટ પર પવનચક્કી વડે પાણી ભરવામાં આવે છે. જ્યારે અન્ય પોઇન્ટ પર રોજમદાર અને ટ્રેકટર દ્વારા પાણી ભરવામાં આવે છે. તેમજ સમયાંતરે પાણીનાં પોઇન્ટની સાફ સફાઇ પણ કરવામાં આવે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lilon-are-drinking-water-3338746.html

Tuesday, May 29, 2012

ધારીના ધો.૧રમાં પાસ થયેલા યુવાને દોટ મુકી સિંહણના સકંજામાંથી જીવ બચાવી લીધો.


અમરેલી, તા.ર૬
ધારીના ૧૮ વર્ષના યુવાને પાછળ પડેલી સિંહણના સકંજામાંથી બચવા હિંમતભેર દોટ મુકી પોતાનો જીવ બચાવી લીધો હોવાનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
  • નીલ ગાય ભાગીને છટકી જતા સિંહણે ચાલ્યા જતા યુવાનની પાછળ દોટ મુકી પણ યુવાનની હિંમતથી જીવ બચી ગયો
આ અંગે મળતી માહિતી મુજબ ધારીમાં ગણેશ સોસાયટીમાં રહેતા પ્રકૃતિપ્રેમી હસમુખભાઈ દવેનો ૧૮ વર્ષના પુત્ર કૌશિકે ધો.૧રની પરીક્ષા આપી હતી. ધો.૧રમાં પાસ થઈ જાય તો વાદળીયા હનુમાન મંદિરે ચાલીને જવાની તેણે માનતા રાખી હતી. જેથી ગઈ કાલે જાહેર થયેલા ધો.૧રના પરીક્ષાના પરિણામમાં કૌશિક પાસ થઈ જતા આજે સવારે ૯ કલાકે તે ધારીથી ર૦ કિ.મી.દુર વગડામાં હનુમાન મંદિરે ચાલીને જવા રવાના થયો હતો.
દરમિયાન વગડામાં એક સિંહણે એક નીલગાય પાછળ શિકાર માટે દોટ મુકતા નીલગાયે દોટ લગાવી સિંહણના સકંજામાંથી છટકી નાસી જતા ગુસ્સે ભરાયેલી સિંહણે કેડી રસ્તે ચાલ્યા જતા કૌશિક પાછળ દોટ મુકતા કૌશિકે ગભરાયા વગર હિંમતભેર મંદિર તરફ દોડ લગાવી હતી અને પોતાનો જીવ બચાવવા છેક મંદિરમાં પહોંચી ગયો હતો. તે મંદિર સુધી પહોંચી જતા સિંહણે રસ્તો ફેરવી વગડામાં જતી રહી હતી.મંદિરમાં પહોંચેલા કૌશિકને મંદિરના મહંત લક્ષ્મીદાસબાપુએ બેસાડી પાણી પાયું હતું.બાદમાં કૌશિક દર્શન કરી પોતાના ઘેર આવી ગયો હતો. આમ સિંહણના બે બે શિકાર છટકી જતા અને યુવાનની હિંમતભેર દોટની આ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=59693

ધારીના સખપુર અને ખીચામાં ગાય અને ભેંસના મારણ કરતા વનરાજો.


ધારી તા.૨૬,
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. અને વનરાજો દિવસ દરમિયાન આરામ ફરમાવી રાતના શિકારની શોધમાં નીકળી પડે છે. જેના કારણે વાડીએ બાંધેલા પશુઓ સાવજોનો કોળીયો બની જાય છે.
  • અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવી લોકોને સિંહદર્શનનો લાભ આપે છે
તાલુકાના સખપુર અને ખીચામાં ગાય તેમજ ભેંસના મારણ કરી જતાં પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારમાં અનેક વાર સિંહો ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે જેના કારણે અનાયાસે લોકોને સિંહદર્શનનો લાભ મળી જાય છે. ગઈ કાલે ધારી તાલુકાના સખપુર ગામે રાતે અગિયાર વાગ્યે આવી ચડેલા એક વનરાજે ગામમાં લટાર મારી બાદ ગામની વચ્ચોવચ્ચ આવેલી સીતારામ પાન હાઉસ નામની દુકાન પાસે બેઠેલી એક રેઢિયાળ ગાય પર હુમલો કરી ગાયનું મારણ કરી નાંખ્યુ હતુ. અને સવારના ચાર વાગ્યા સુધી આ વનરાજ ગામમાં રોકાયો હતો. જેને જોવા ગામના લોકોએ આખી રાત જાગરણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ ગામ જંગલથી માત્ર એક કિલોમિટરના નજીકના જ અંતરે આવ્યું છે. આવી જ રીતે ખીચા ગામે ત્રણ સિંહો મોડી રાતે આવી ચડયા હતા. અને ગામની નજીકમાં જ આવેલી બાલાભાઈ બુહાની વાડીએ બાંધેલી ભેંસ પર તરાપ મારી મોતને ઘાટ ઉતારી ત્રણે ય સિંહોએ મારણની મિજબાની માણી હતી.   
Source: http://www.sandesh.com/article.aspx?newsid=59685

ગીર અને ગિરનાર જંગલોમાં ગીધની સંખ્યા વધી.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:08 AM [IST](27/05/2012)
ગીધની વસ્તી ગણત્રીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે વનવિભાગ અને ગિર ફાઉન્ડેશનનાં નેજા હેઠળ થઇ રહી આ કામગીરીમાં વનકર્મચારીઓ અને સ્વયંસેવી સંસ્થાઓનાં કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. ગીધની વસ્તી ગણત્રીનું ફોકસ ગિરનાર તરફ મંડાયું છે. જ્યાં પ્રથમ દિવસે જ ૬૭ ગીધ જોવા મળ્યા છે. તો સાથે ૩૮ માળા એકલા ગિરનારનાં જંગલમાં નોંધાયા છે.

વનવિભાગ અને ગિર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી ગીધની વસ્તી ગણત્રીમાં શનિવારે સવારે ૮ વાગ્યાથી ગીધની વસ્તી ગણત્રી હાથ ધરાઇ હતી. ગિરનારની ઉત્તર અને દક્ષિણ રેન્જનાં જંગલોમાં વન કર્મચારીઓ અને એન.જી.ઓ.નાં કાર્યકરોએ હાથમાં બાયનોકયુલર અને પત્રકો સાથે ગણત્રી શરૂ કરી હતી. બે આર.એફ.ઓ., ૧૦ રાઉન્ડ ફોરેસ્ટર, ૪૦ બીટ ગાર્ડ અને પ્રકૃતિ નેચર ક્લબનાં ૨૪ સ્વયંસેવકો તેમાં જોડાયા હતા. જેમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં એકલા ગિરનારમાંજ ૧૮ ગીધ જોવા મળ્યા હતા. જ્યારે બપોર બાદ સાંજનાં સમયે સવારનાં ૧૮ મળી કુલ ૫૫ ગીધ ઉડતા જોવા મળ્યા હતા. એ રીતે તેનાં માળાઓમાં ૧૨ બચ્ચાં જોવા મળતાં આજનાં દિવસે કુલ ૬૭ ગીધ જોવા મળ્યાનું આધારભૂત રીતે જાણવા મળ્યું છે. આ ગીધમાં ૫૫ પુખ્ત અને ૧૨ બચ્ચાંનો સમાવેશ થાય છે.

ગિરનારમાં આજે રાણકદેવીનાં થાપા પાસેની કરાડમાં ૭ માળા, ભૈરવજપ પાસે પાંચ માળા અને વેલનાથની ટૂંકમાં ૨૮ માળા નોંધાયા હતા. કુલ માળાની સંખ્યા છેલ્લે થયેલી ગણત્રી કરતાં વધી છે. ગત વખતે ગિરનારમાં ૨૬ માળા હતા. જે હવે વધીને ૩૮ થયા છે. એ રીતે ગત વખતે ગીર જંગલમાં ૪૦ અને ગિરનારમાં ૫૭ હતા. આજનાં દિવસે ગિરનારનાં જંગલમાં વ્હાઇટ બલ્ટિ વલ્ચર, ગિરનારી ગીધ અને પહાડી ગીધ જોવા મળ્યા હતા.

ગિરનારની પાછળનાં ભાગ મથુરા બીટમાં ૩ ગીધ જોવા મળ્યા હતા. જેમાં બે રાજગીધ હતા. આ ઉપરાંત જોગણીયા ડુંગરમાં ૧અને દાતારનાં ડુંગરમાં ૨ ગીધ જોવા મળ્યાનું પણ જાણવા મળ્યું છે. ગિર જંગલમાં દેવળીયા, માલણકા (ગીર), ડેડકડી, કેરંભા, જાનવડલા, કમલેશ્વર ડેમ, જશાધારમાં ગીધ જોવા મળતા હોઇ ત્યાં પણ વસ્તી ગણત્રી ચાલુ છે. એ રીતે કોડીનારનાં સોડમ બંધારામાં પણ ગીધ જોવા મળે છે.

- ૩૮ માળા એક સારી નિશાની
પ્રકૃતિવિદોનાં કહેવા મુજબ, ગીધનાં માળાની સંખ્યા વધવી એ તેની વસ્તી વધવાની દિશામાં એક સારા સમાચાર છે. કારણકે, એકલો નર માળો ન બનાવે. સાથે માદા હોય જ. વળી બંને સાથે રહેતા હોય એટલે ઓછામાં ઓછું એક બચ્ચું કે ઇંડું તો હોય જ.

- ખોરાક માટે ૫૦ થી ૧૦૦ કિમીની સફર ખેડે
જાણકારોનાં કહેવા મુજબ, ગીધ પોતાનો ખોરાક મેળવવા માટે ૫૦ થી લઇને ૧૦૦ કિમી સુધી ઉડી શકે છે. ગીરનારનું ગીધ છેક વંથલી સુધી આવીને ખોરાક મેળવે. તો માલણકા કે દેવળીયામાં રહેતું ગીધ ખોરાક મેળવવા ગીરનાર પણ આવે.

- વસ્તી ગણતરી સમયે પાટડીમાં ત્રણ ગીધના મોત
પાટડી પાસે આવેલા મોટા ગોરૈયા અને ડુમાણા વચ્ચેની સીમમાં એક પછી એક ત્રણ ગીધ ટપોટપ મોતને ભેટવા લાગતા તંત્રની ઘોર ઉદાસીનતા છતી થઇ છે. નિ:શૂલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતુ ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. વર્ષ ૧૯૯૬માં કરાયેલા સર્વેમાં ગીધની વસ્તીમાં અત્યંત ચોંકાવનારો ૯૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એમાંય ગુજરાતમાં ખાસ જોવા મળતા સફેદ પીઠ ગીધ અને ગીરનારી ગીધ આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

છ માસના બાળકને ઉપાડી ગયો દીપડો, ઝાડ પરથી પટકાઈ લાશ.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 3:23 AM [IST](29/05/2012)
- ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની કરુણ ઘટના
- આદમખોર દીપડાના શિકારના બનાવથી ગામલોકોમાં ફફડાટ ખાંભા તાલુકાના હનમાનપુર ગામે ગઇરાત્રે એક દેવીપૂજક પરિવાર ખુલ્લા ઘરમાં સુતો હતો ત્યારે ચુપકીદીથી ત્રાટકેલા દપિડાએ માતાના પડખામાં સુતેલા માત્ર છ માસના માસુમ બાળકને ઉઠાવી જઇ ફાડી ખાધો હતો. ઘટનાને પગલે વનતંત્રને દિપડાને પકડવા તજવીજ હાથ ધરી છે. ગામ બહાર ઝાડ નીચેથી બાળકની અર્ધ ખવાયેલી લાશ કબજે લઇ પોસ્ટ મોર્ટમ માટે ખાંભા દવાખાને ખસેડવામાં આવી હતી.

અમરેલી જીલ્લામાં વધુ એક આદમખોર દપિડાએ માનવ જીંદગીનો ભોગ લીધો છે. ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે આ ઘટના બની હતી. દેવીપૂજક બાવાભાઇ શામજીભાઇ વાઘેલા ગામની મધ્યમાં જ પોતાનું ઘર ધરાવે છે. બાવાભાઇ તેમના પત્ની અને છ માસનો તેમનો પુત્ર રાહુલ ખુલ્લા ઘરમાં સુતા હતાં ત્યારે મધરાત્રે દીપડો ત્રાટકયો હતો.

દીપડો માતાના પડખામાં સુતેલા માસુમ રાહુલને ગળામાંથી પકડી નાસ્યો હતો. બાળકના રડવાનો અવાજ આવતા તેની માતા જાગી ગઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ચુકયુ હતું. મધરાત્રે તેમનો પરિવાર અને જાગી ગયેલા અન્ય ગામલોકોએ બાળકની શોધખોળ ચલાવી હતી. દીપડો બાળકને ગામ બહાર ઝાડ પર ખેંચી ગયો હતો અને અડધુ શરીર ખાય ગયા બાદ બાળકનું શરીર ઝાડ પરથી નીચે પડયુ હતું. ગામલોકોએ બનાવ અંગે વનતંત્રને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ પણ અહિં દોડી આવ્યા હતાં અને મૃત બાળકના અવશેષોને પોસ્ટ મોર્ટમ માટે ખાંભાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દીપડાની સંખ્યા ઘણી વધારે છે. દીપડા દ્વારા આ રીતે માસુમ બાળકને ફાડી ખાવાની ઘટના પણ વધી પડી છે. જેને પગલે આવા વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બીજીબાજુ વનવિભાગ દ્વારા આદમખોર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

- ઝાડ પરથી બાળકની લાશ નીચે પટકાઇ

હનુમાનપુરમાં છ માસના બાળકને મોઢામાં ઉપાડી દીપડો ગામ બહાર ઝાડ પર ચડી ગયો હતો. બીજી તરફ ગામલોકોએ રાત્રે જ ચારેય દિશામાં બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળકને અડધુ ખાઇ ગયા બાદ દિપડાએ તેને ઝાડની ડાળી પર મુકવાનો પ્રયાસ કરતા તેનો અર્ધ ખવાયેલો મૃતદેહ નીચે પડયો હતો. જે ગામલોકોએ કબજે લીધો હતો.

- માનવભક્ષી દીપડાને પકડવા બે પાંજરા ગોઠવાયા

હનુમાનપુરમાં આદમખોર બની ગયેલા દપિડાને તાત્કાલીક પાંજરે પુરવા ગામલોકો દ્વારા માંગ ઉઠાવાતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે વન વિભાગના સ્ટાફ દ્વારા આ દપિડાને પકડવા સીમમાં બે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃતક બાળકના વાલીઓને વળતર ચુકવવા પણ કાર્યવાહી શરૂ કરાઇ છે.

દીપડા-સિંહણના હુમલા : ૯ ઘાયલ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:05 AM [IST](29/05/2012)
 
- વિસાવદર-ઊના પંથકના લોકોમાં ભારે ફફડાટ: વનવિભાગે પાંજરા ગોઠવ્યા

વિસાવદર અને ઊના પંથકમાં દીપડા અને સિંહણનાં હુમલાનાં બનાવોમાં નવ વ્યક્તિઓ ઘાયલ થતાં સારવારમાં ખસેડાયા હતા. વિસાવદરનાં મુંડીયારાવણી ગામે અલગ-અલગ ચાર મકાનમાં ઘુસી જઇ દીપડાએ ચારને ઇજા પહોંચાડી હતી. જ્યારે ઊનાનાં ભડીયાવદર ગામે દીપડાએ ચાર યુવાનોને અને ઇટવાયા ગામે સિંહણે એક તરૂણને ઘાયલ કરી દીધો હતો. વન્ય પ્રાણીઓનાં આ કહેરથી લોકોમાં ફફડાટ છવાયો છે. જ્યારે વન વિભાગે પાંજરાઓ ગોઠવી તેને પકડવા કવાયત હાથ ધરી છે.

વિસાવદરનાં મુંડીયારાવણી ગામે ગતરાત્રિનાં દીપડાએ આવી ચઢી અલગ-અલગ ચાર મકાનમાં ઘુસી જઇ આરતીબેન દેવજીભાઇ વારીયા (ઉ.વ.૧૮), ભાવેશ નાથાભાઇ ખીમાણીયા (ઉ.વ.૨૩), નંદુબેન લુલાણીયા (ઉ.વ.૬૦) અને ચકુભાઇ ચનાભાઇ સાવડીયા (ઉ.વ.૬૫)ને ઘાયલ કરી દીધા હતા. રાત્રિનાં સમયે પોણા કલાકમાં જ નિંદ્રાધીન ચાર વ્યક્તિઓને દીપડાએ ઘાયલ કર્યાનાં બનાવની જાણ થતાં ગામમાં ભયનું વાતાવરણ છવાય ગયું હતુ.

જ્યારે ઊના તાલુકાનાં ભડીયાદર ગામની સીમરમાં આજે સવારે જેસીંગભાઇ ભાવુભાઇ ગોહીલ (ઉ.વ.૨૫) પોતાની વાડીમાં જુવાર વાઢી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કરતાં રાડારાડી કરી મુકતાં જેસીંગભાઇને બચાવવા ખેત મજૂર હાજાભાઇ માંડણભાઇ ભીલવાળા દોડી આવતાં દીપડાએ તેની પર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી.દરમિયાન સાંજે ફરી દીપડો ત્રાટકયો હતો અને રમેશભાઇ ભાવુભાઇ ગાહીલ અને કાનજીભાઇ મેપાભાઇ ડાંગોદરા નામના બે યુવાનોને ઘાયલ કર્યા હતા. જ્યારે છોડાવડી ગામનાં ભરતભાઇ માલાભાઇ રાતળીયા (ઉ.વ.૧૭) નામનો તરૂણ બપોરનાં સુમારે ઇટવાયાની સીમમાં માલઢોર ચરાવી રહ્યો હતો ત્યારે સિંહણે તેની પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ હુમલાઓનાં બનાવથી વિસાવદર અને ઊનાનાં પંથકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખાંભામાં વન કર્મચારીઓ અને ગ્રામજનોના ટોળાં વચ્ચે ઘર્ષણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:57 AM [IST](29/05/2012)

- પાંચ વનકર્મી તથા સામાપક્ષે ત્રણ વ્યક્તિને ઇજા : જંગલમાં લાકડાં કાપી રહેલા શખ્સ પાસેથી કુહાડી કબજે લેતા મામલો બિચકયો

ખાંભા તાલુકાના ભાણીયા ગામે આજે વન વિભાગના કર્મચારીઓ અને ગામના પંદર શખ્સોના ટોળા વચ્ચે અથડામણ સર્જાતા પાંચ વન કર્મચારીઓ અને ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવના પગલે અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો દોડી આવ્યા હતો.

વનતંત્ર અને ગામલોકો વચ્ચે ઘર્ષણની આ ઘટના ખાંભા તાલુકાના ભાણીયા ગામે બની હતી. અહિંના વિનુભાઇ ધીરૂભાઇ ચૌહાણે વન વિભાગના દીલુભાઇ રાઠોડ, ડોડીયાભાઇ સહિત ચાર સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવાયુ છે કે વન વિભાગનું કામ ચાલતુ હતું ત્યા જઇ તેમણે મારા કાકા સોમાતભાઇની કુહાડી કેમ લઇ લીધી તેવો સવાલ કરતા ચારેય વન કર્મચારીઓએ હુમલો કર્યો હતો અને લાકડી તથા હન્ટર જેવા હથીયારો વડે તેને તથા તેના પિતા ધીરૂભાઇ લખમણભાઇ ચૌહાણ તથા તેના ફઇ કુંવરબેનને માર માર્યો હતો.

ત્યારબાદ જયસુખ નારણ ચૌહાણ, ધીરૂ નારણ ચૌહાણ તથા પાંચ બૈરાઓ સહિત પંદર શખ્સોનું ટોળુ વન વિભાગની કચેરીએ ધસી ગયુ હતુ અને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વન કર્મચારીઓ સંજયભાઇ તેરૈયા, દીલુભાઇ રાઠોડ, અમરૂભાઇ વાવડીયા, રમેશભાઇ મહેતા તથા મહેન્દ્રભાઇ રાયજાદાને માર મારી ઇજા પહોંચાડી હતી. આ બારામાં ખાંભા પોલીસ મથકમાં સામસામી ફરીયાદ નોંધાઇ છે. ઘટનાની જાણ થતા ડીએફઓ મનશિ્ર્વર રાજા વગેરે અધિકારીઓ ભાણીયા દોડી ગયા હતાં. ઘવાયેલા લોકોને ખાંભા દવાખાને સારવાર અપાઇ હતી. વન વિભાગે જંગલમાં ગેરકાયદે રીતે લાકડા કાપી રહેલા સોમાતભાઇ પાસેથી કુહાડી કબજે લેતા તેમાંથી આ બબાલ સર્જાઇ હતી.

- વન કર્મચારીઓના ધાડેધાડા ઉતરી આવ્યા

ભાણીયામાં વન વિભાગની કચેરીના ગ્રાઉન્ડમાં જ પાંચ વનકર્મચારીઓ પર હુમલો થતા ધારીથી ડીએફઓ અંશુમન શર્મા દોડી ગયા હતાં. આ ઉપરાંત આજુબાજુની રેન્જના અધિકારીઓ તથા સ્ટાફના ધાડેધાડા પણ અહિં દોડી આવ્યા હતાં.

રાજુલા જાફરાબાદ પંથકમાં ૩૩ ગીધ જોવા મળ્યાં.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:05 AM [IST](29/05/2012)
 
- નાગેશ્રી, ખાખબાઇ, ઝાંપોદરમાં જ ગીધ કોલોની બચી છે

વિશ્વમાં સૌથી વધુ ઝડપે નાશ પામનારી ગીધની ગણતરી ગઇકાલે પુર્ણ થઇ. ગીર ફાઉન્ડેશન ગાંધીનગર અને વનવિભાગ દ્રારા ગીધની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજુલા અને જાફરાબાદ પંથકના વિસ્તારોમાં માળાઓમાં બચ્ચાઓ સાથે ૩૩ ગીધો નજરે પડ્યાં હતાં. ગણતરીની કામગીરીમાં પ્રકૃતપિ્રેમીઓએ પણ પુરતો સહયોગ આપ્યો હતો.

અમરેલી જિલ્લામાં બે દિવસ માટે ગીધની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગીધની વસતી ગણતરી ચરકીયા ડુંગર, હડાળા, જાંબુડી, જાબ, રાજુલા, જાફરાબાદ વગેરે વિસ્તારોમાં કરવામાં આવી હતી. જેમાં રાજુલા જાફરાબાદના નાગેશ્રી, ખાખબાઇ, ઝાંપોદરમાં ગીધ કોલોની જોવા મળી હતી. સૌથી વધુ ગીધ નાગેશ્રીમાં ગૌતમભાઇ વરૂ અને પ્રતાપભાઇ વરૂની વાડીમાં જોવા મળ્યાં હતાં.

ગણતરીના દિવસે ડીએફઓ મકવાણાએ ઉપસ્થિત રહી ગણતરી અને ગીધોની સુરક્ષા માટે સુચનાઓ આપી હતી. નાગેશ્રીમાં ત્રણ વાડીઓમાં ગીધની વસાહત ટકી રહી છે. જેમાં નદીકાંઠે મુન્નાભાઇ વરૂની વાડી તેમજ પરમાર ભાઇઓની ત્રણ વાડી અને ગાૈતમભાઇની વાડીમાં નાળીયેરી પર માળાઓમાં ત્રણ બચ્ચાઓ સહિત ૩૩ ગીધો જોવા મળ્યાં હતાં.

વાડી માલિક ગાૈતમભાઇ પક્ષીપ્રેમી હોવાથી ગીધોની વસાહત સુરક્ષિત છે. અહી વાડીમાં કામ કરતા મજુરો, મહિલાઓ બધા જ ગીધોનું ધ્યાન રાખે છે. ગીધની ગણતરીની કામગીરીમાં પક્ષીવિદ્દ પ્રવિણભાઇ ગોહિલ, મંગાભાઇ, અશોકભાઇ સાંખટ, ફોરેસ્ટર ડેરભાઇ, પ્રતાપભાઇ, ઉદયભાઇ, સુરેશભાઇ, આરએફઓ બ્લોચ, વિપુલભાઇ લહેરી વગેરે જોડાયા હતા.

ક્રાંકચમાં પાંચ સાવજોએ ગામમાં ઘુસી બે પશુને ફાડી ખાધા.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:29 AM [IST](29/05/2012)
 
- મધરાત્રે ગામલોકોએ ધાબા પર ચડી હાંકલા પડકારા કરી સાવજોને ભગાડ્યા

લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમાં વસતા સાવજો મારણની લ્હાયમાં ગમેત્યારે ગામડાની અંદર ઘુસી આવે છે. ગઇરાત્રે એક સાથે પાંચ સાવજનું ટોળુ ગામમાં ઘુસી ગયુ હતું અને જુદા જુદા બે માલધારીની એક વાછડી અને એક ગાયને ફાડી ખાધી હતી. ભયભીત ગ્રામજનોએ મકાનોના ધાબા પર ચડી હાંકલા પડકારા કરી મહા મુસીબતે આ સાવજોને ગામબહાર કાઢયા હતાં.

ક્રાંકચ પંથકમાં વસતા સાવજોએ ગઇકાલે ક્રાંકચ ગામને જાણે બાનમાં લીધુ હતું. આ વિસ્તારમાં વસતા સાવજો મારણની શોધમાં અવાર નવાર જે તે ગામમાં આવી ચડે છે. ગઇરાત્રે દસેક વાગ્યાના સુમારે એક સાથે પાંચ સાવજો ગામમાં આવી ચડયા હતાં. ત્રણ નર સિંહ અને બે નર સિંહણે અહિંના સામતભાઇ ધીરૂભાઇ ખુમાણના વાડામાં ઘુસી એક વાછરડાને તથા મહેશભાઇ ધીરૂભાઇ ખુમાણના વાડામાં એક ગાયને મારી નાખી હતી.

સાવજો ગામમાં ઘુસ્યા હોવાની જાણ થતા ગામલોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ગામલોકો તેમના કાચા મકાનના નળીયા પર અને ધાબા પર ચડી ગયા હતા અને હાંકલા પડકારા કરી મહા મહેનતે સાવજોને ગામની બહાર ખદેડી મુક્યા હતાં. બીજી તરફ શેત્રુજી નદીના પટમાં સાવજોની સુરક્ષા માટે પહેરો દેતા વન કર્મચારીઓ જેઠવાભાઇ, ભદ્રેશસિંહ પરમાર, પ્રફુલભાઇ મહેતા, પોલીસકર્મી ભરતસિંહ ચૌહાણ વગેરે સાવજો ગામમાં ઘુસ્યા હોવાની જાણ થતા ગામમાં દોડી આવ્યા હતાં. ક્રાંકચમાં આ રીતે અવાર નવાર ઘુસી આવી સાવજો મારણ કરતા હોય લોકોમાં ફફડાટ છે.

સાપનેશમાં વેટરનરી ડોક્ટરોની ટીમ દોડી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:03 AM [IST](29/05/2012)
- પશુઓમાં ભેદી રોગચાળો દેખાતા અને રોગચાળો માલધારીઓમાં પ્રસરતા હોવાનું લાગતા તંત્ર જાગ્યું

ગીર કાંઠાના દલખાણીયાથી નવ કીમી અંદર જંગલમાં આવેલા સાપનેસમાં પશુઓમાં ભેદી રોગચાળો દેખાતા અને આ રોગચાળો માણસોમાં પણ પ્રસરતા આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ બાદ વન તંત્ર અચાનક જાગ્યુ છે અને ઉચ્ચ અધિકારીઓની સુચનાના પગલે વેટરનરી ડોક્ટરોની ખાસ ટુકડી આજે સાપનેસ દોડી આવી હતી અને તમામ પશુઓની સારવાર શરૂ કરી હતી. પશુ ચીકીત્સકોના મતે આ ચેપી રોગ હોય ક્યાં ક્યાં પ્રકારની સાવચેતી રાખવી તે અંગે માલધારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યુ છે.

ગીર જંગલના નેસડાઓમાં વસતા માલધારીઓ ભયભીત છે કારણ કે સાપનેસમાં વસતા માલધારીઓની ભેંસોમાં વીચીત્ર રોગચાળો જોવા મળી રહ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ હવે વનતંત્ર પણ જાગ્યુ છે અને સાવચેતીના પગલા શરૂ કર્યા છે. સાપનેસના માલધારીઓની ભેંસોને આચળમાં ફોડલીઓ ઉપસી આવે છે. માલધારીઓ દરરોજ દુધ દોહતા હોય આ રોગ માલધારીઓમાં પણ ફેલાયો છે અને અનેક લોકોને હાથમાં પીળી ફોડલીઓ ઉપસી આવી છે. જે પૈકી કેટલાકને ધારી દવાખાને સારવાર આપવામાં આવી હતી.

ડીએફઓ સંદપિકુમાર અને અંશુમન શર્માની સુચનાને પગલે આજે સાસણના વેટરનરી ડોક્ટર સોલંકી, ગીર પૂર્વના વેટરનરી ડોક્ટર હિતેષ વામજા, એસીએફ કે.ડી. મુલાણી વીગેરેએ સાપનેસની મુલાકાત લીધી હતી અને તમામ પશુઓની ચકાસણી કરી સારવાર શરૂ કરી હતી. પાછલા દસેક દિવસથી સાપનેસમાં ભેંસોમાં આ પ્રકારનો વિચિત્ર રોગચાળો જોવા મળી રહ્યો છે. સાપનેસ દલખાણીયાથી નવ કી.મી. દુર આવેલુ છે. માલધારીઓ દુર દુર સુધી દરરોજ પોતાના માલઢોર ચરાવતા હોય અને આજુબાજુના નેસના માલઢોર સાથે ચરતા હોય આ રોગચાળો જંગલના અન્ય નેસના પશુઓમાં પણ ફેલાવાની ભીતી સેવાઇ રહી છે. વેટરનરી ડોક્ટરોએ આ અંગે માલધારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યુ હતું.

- રોગ ગંભીર નથી પરંતુ એકાદ મહિને પણ મટે

વેટરનરી ડોક્ટરોની ટીમે માલધારીઓને જણાવ્યુ હતું કે ભેંસોને લાગુ પડેલો રોગ ચેપી છે. પરંતુ એ કોઇ ગંભીર રોગ નથી. જો કે તેમણે એમપણ જણાવ્યુ હતું કે માણસને આ રોગ થાય તો એકાદ મહિના સુધી પણ તે રહી શકે છે. આ ચામડીઓ રોગ છે પરંતુ તેનાથી કોઇ વિશેષ ડરવાની જરૂર નથી.

- તકેદારી રાખવા માલધારીઓને સમજ અપાઇ

વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા સાપનેસમાં વસતા માલધારીઓને આ રોગચાળાને નાથવા કઇ રીતે કામ પાડવુ તે અંગે વિસ્તૃત સમજ અપાઇ હતી. આ ટીમે માલધારીઓને જણાવ્યુ હતું કે ભેંસને દોહી લીધા પછી ત્રણ થી ચાર વખત સાબુથી હાથ ધોઇ લેવા. આ ઉપરાંત જે ભેંસને રોગ લાગુ પડયો હોય તે ભેંસને દોહવાનો વારો સૌથી છેલ્લો રાખવો.

Saturday, May 26, 2012

આગળ યુવાન, પાછળ સિંહણ, વળી ગયો પરસેવો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:04 AM [IST](26/05/2012)
ખાંભા પાસે માનતા પૂરી કરવા જતાં યુવાન પાછળ સિંહણ દોડી

ધારીનો એક વિપ્ર યુવાન ધોરણ ૧૨ ની પરીક્ષામાં પાસ થતા ખાંભા નજીક આવેલા વાદળીયા હનુમાન આશ્રમે પગપાળા માનતા પુરી કરવા જઇ રહ્યો હતો. ત્યારે એક સિંહણે પાછળ દોટ મુકતા આ યુવકને પરસેવો વળી ગયો હતો. જો કે આ સિંહણ પણ યુવકને માત્ર ડરાવતી હોય તેમ પાછળ દોડ્યા બાદ સાઇડમાં ઉતરી જતા તેના પરથી ખતરો ટળ્યો હતો.

વાદળીયા હનુમાન આશ્રમ પર જવા માટે રોડ પર બસમાં ઉતર્યા બાદ ડુંગરાળ વિસ્તારમાં દોઢ કિમી ચાલવુ પડે છે. ધારીનો કૌશિક હસુભાઇ દવે નામનો યુવાન ગઇકાલે ધોરણ ૧૨ ની પરીક્ષામાં પાસ થતા આજે તે માનતા પુરી કરવા વાદળીયા હનુમાન આશ્રમ જવા નીક્ળ્યો હતો. રોડ પર બસમાંથી ઉતર્યા બાદ દોઢેક કિમી ચાલીને જતો હતો ત્યારે શિકારની શોધમાં નીકળેલી એક સિંહણનો તેને ભેટો થઇ ગયો હતો.

શાક્ષાત કાળને ભાળી ગયેલા આ યુવાને સિંહણને જોઇ દોટ મુકી હતી. સિંહણે આ યુવાન પાછળ દોટ મુકી હતી. થોડીક ક્ષણોમાં તો આ યુવકને પરસેવો વળી ગયો હતો. જો કે સિંહણ પણ જાણે આ યુવકને ડરાવતી હોય તેમ થોડે સુધી પાછળ દોડયા બાદ સાઇડમાં ઉતરી ગઇ હતી.

દસ રોઝડાનાં મોતનું કારણ હજુએ અકળ: ગોથા 'ખાતુ’ વનતંત્ર.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:04 AM [IST](26/05/2012)
વિસાવદરનાં ભલગામની સીમમાંથી ગઈકાલે દસ રોઝડાના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મુંગા પ્રાણીઓને અજાણ્યા લોકોએ વીજકરંટ કે ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ વનવિભાગ માટે મોતનું સાચું કારણ જાણવું મુશ્કેલ બન્યું છે.

ભલગામની સીમમાંથી ગઈકાલે સાંજે દસ રોઝડાનાં મૃતદેહો મળી આવતા વન્યપ્રાણી પ્રેમીઓમાં અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી. મીડીયાકર્મીઓએ વનવિભાગને જાણ કર્યા બાદ સ્ટાફે ઘટના સ્થળે દોડી મૃતદેહોનો કબ્જો લઈ સાસણના વેટરનરી તબીબ પાસે પોસ્ટર્મોટમ કરાવ્યા હતા.

આ રોઝડાનાં મૃતદેહો પંદરથી વીસ દિવસ પહેલાનાં હોવાથી વિશેરા લેવા અશકય હોય મોતનું સાચુ કારણ જાણવું મુશ્કેલ બન્યું છે. આ બનાવમાં ઝીણવટભરી રીતે તપાસ ચાલુ હોવાનું ડીએફઓ ડો.સંદીપકુમારે જણાવ્યું હતું.

ટુરિસ્ટ્સ માટે ખુશીના સમાચાર: ગીરને હવે live જોઈ શકાશે.


Source: Jayesh Gondhiya, Una   |   Last Updated 2:52 AM [IST](26/05/2012)
- જીઆઇએસ સિસ્ટમથી આગામી છ માસમાં વનકર્મચારીઓ પીડીએ ઈન્સ્ટ્રુમેન્ટથી સજ્જ બનશે

- ગીરમાં વન્ય પ્રાણીનું સંરક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, ફરજ સભાનતા હવે ગાંધીનગર સુધી દેખાશે


પ્રવર્તમાન ઇન્ટરનેટ યુગમાં સરકારી, અર્ધ સરકારી અને ર્કોપોરેટ કલ્ચરમાં સંદેશા વ્યવહારની આધુનિક પધ્ધતિઓ અપનાવાઇ રહી છે ત્યારે ગીરના વિશાળ જંગલવિસ્તારમાં પણ આગામી છ માસમાં ઓનલાઇન લાઇવ સીસ્ટમ અમલમાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે.

રાજ્યના વન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઈન્ફોમ સીસ્ટમ કાર્યરત થયા બાદ સાવજોના પ્રદેશ એવા સોરઠ અને અમરેલી જિલ્લામાં પણ આ સીસ્ટમ માટે તૈયારીઓ અર્થે પહેલા સાસણ ખાણે અને હાલ ધારીમાં વનવિભાગના કર્મીઓને પીડીએ ઈન્સ્ટુમેન્ટ અંગે તાલીમ અપાઈ રહી છે.

સાવજોના પ્રદેશ એવા સોરઠના સાસણ તેમજ અમરેલી જિલ્લાનાં જંગલોમાં વન્ય પ્રાણીઓની સંભાળ, ગતિવિધી સહિ‌ત બાબતોમાં સંદેશાવ્યવહારનાં એકમાત્ર સાધન એવા વોકીટોકી અને મોબાઇલ સંપર્ક ઘણી વખત મુશ્કેલીરૂપ બન્યો છે. જોકે, રાજ્યના વનવિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જંગલ પછી સોરઠ અને અમરેલી જિલ્લાનાં ગાઢ જંગલોમાં અત્યંત આધુનિક પીડીએ ઈન્સ્ટુમેન્ટથી બાજ નજર રહે તેવા પ્રયાસો શરૂ થયા છે.

આગામી છ માસમાં ગીર જંગલમાં આ પ્રકારનાં ઇન્સ્ટુમેન્ટ અધિકારીઓ અને કર્મીઓને આપવામાં આવશે જેથી ઇન્સ્ટુમેન્ટની મદદથી ઓનલાઇન ગતિવિધી ગીરથી ગાંધીનગર સુધી જોઇ શકાશે સાથોસાથ સાવજ સહિ‌ત વન્ય પ્રાણીઓનું સંરક્ષણ, સંવર્ધન, ગેરકાયદેસર લાયન શો કે અન્ય પ્રવૃતિ અને કર્મીઓની ફરજ સભાનતા હવે તીસરી આંખ કામ કરનાર છે.

જોકે, દક્ષિણ ગુજરાતમાં આ સીસ્ટમ મુજબ તમામ કર્મીઓ આ ઈન્સ્ટુમેન્ટથી સજ્જ બન્યા છે. પરંતુ સોરઠ અને અમરેલી જિલ્લાનાં જંગલોમાં કવરેજની સમસ્યા મોબાઇલમાં પણ ખાસ રહી છે ત્યારે અહીંના જંગલમાં આ સીસ્ટમ અમલમાં આવે તો તે માટેની રેન્જના ઇન્સ્ટુમેન્ટ પણ એ ફ્રીક્વન્સીના હોય તેવા પ્રયાસો વનવિભાગ દ્વારા થઇ રહ્યા છે.

વનકચેરી હવે કાગળનો બગાડ ઓછો થશે

જીઆઇએસના આ ઈસ્ન્ટુમેન્ટથી બીડગાર્ડથી માંડીને અધિકારીઓનું કામ મોટેભાગે ઓનલાઇનથી જ કામગીરી સંભાળશે જેથી પેપરલેસ વર્ક પણ હવે વનકચેરીમાં જોવા મળશે. એટલુ જ નહી ધારો કે, ગીરના કે અમરેલીના જંગલમાં કોઈ અલભ્ય પ્રાણી દેખાયુ તો ફરજ પરનો બીડગાર્ડ તુરંત જ આ ઈન્સ્ટુમેન્ટથી ફોટો પાડી તુરંત જ સંબંધીત અધિકારીને એટેચ કરશે. જેથી પ્રાણી સંશોધનને પણ વેગ મળનાર છે.

વોકીટોકી હવે ભૂતકાળ બની જશે

વૃક્ષ કટીંગ, પ્રાણીઓનો શિકાર કે અન્ય ગુનાહિ‌ત પ્રવૃતિમાં ફરજ પરના વનકર્મીએ માત્ર વોકીટોકી મારફત મેસેજ આપ્યો હોય તે જ નોંધાતુ પરંતુ જંગલમાં આ લાઇવ સીસ્ટમ હવે કાયદાકીય પુરાવામાં મદદરૂપ થઇ શકશે. આ જ રીતે સિંહ સહિ‌ત વન્યપ્રાણીઓ સાથે અચાનક બીમારીના સંજોગો ઉભા થાય તો સ્થળ પર જ સારવાર થઈ શકશે. બીજી બાજુ જોઈએ આ ઈન્સ્ટુમેન્ટ બીટગાર્ડથી માંડીને વનવિભાગના અધિકારીઓને અપાશે જેથી વર્ષો પછી ગીરના આ જંગલમાં પણ વોકીટોકી ભૂતકાળ બની જશે તે ચોક્કસ છે.

ખાસ તાલીમ અપાઈ

અમરેલી ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ધારીમાં આ અંતર્ગત ખાસ ટ્રેનિંગ યોજવામાં આવી છે. ગાંધીનગર વન વિભાગનાં આઇટી ડીએફઓ મુકેશકુમાર હાલ ધારી આવ્યા છે અને આ રેન્જનાં અધિકારીથી માંડીને બીડગાર્ડ સુધીના કર્મીઓને તાલીમ અપાઇ છે.

Friday, May 25, 2012

એપ્રિલ - મે મહિનો સાવજો માટે 'યે આરામકા મામલા હૈ' May 25, 2012.


લીલિયા, તા.૨૪
જંગલના રાજા ગણાતા સિંહ માટે એપ્રિલ અને મે મહિના આરામના મહિનાઓ હોય છે.આ બે મહિનાઓમાં સિંહ જંગલની બહાર ખુબ ઓછા નિકળે છે અને જંગલની બહારના વિસ્તારમાં શિકારની ઘટના પણ ઓછી થઈ જાય છે.જ્યારે ઓગસ્ટ-ઓકટોબર માસમાં સિંહો સૌથી વધારે જંગલ બહારના વિસ્તારમાં આવી શિકાર કરે છે, તેવું વન વિભાગ દ્વારા સતત ૧૫ વર્ષ સુધી સિંહોની શિકારની ખાસીયતોના સર્વેક્ષણનું તારણ કહી જાય છે.       
  • ઓગસ્ટ અને ઓકટોબર માસમાં સિંહ જંગલ બહારના વિસ્તારમાં વધુ શિકાર કરે છે, દર વર્ષે ૨૫૦૦ જેટલી શિકારની ઘટના બને છે
  • ૧૫ વર્ષ સુધી સિંહોના શિકારના સર્વેક્ષણના તારણો મુજબ
સ્થાનિક વન વિભાગ દ્વારા ૧૯૯૫ થી ૨૦૧૦ સુધી સિંહો દ્વારા થતાં શિકારની ખાસીયતો પર થયેલા સર્વેક્ષણોમાં એ તારણ સામે આવ્યું છે કે, ગીર અભિયારણ્ય અને અનામત વિસ્તારનાં પશ્ચિમ ગીરમાં ડિસેમ્બરથી મે મહિનામાં અને જુનથી નવેમ્બરમાં પુર્વભાગમાં વધારે શિકાર થાય છે.અભિયારણ્ય અને આજુ બાજુના સંરક્ષિત વિસ્તારમાં સિંહ અને દીપડાએ કરેલા વન્ય પ્રાણીઓ સિવાયના શિકાર વિષે વન વિભાગે સર્વેક્ષણ કર્યું છે.તેમાં બહાર આવેલા તારણ મુજબ એક વર્ષમાં ગાય, ભેંસ, નિલગાય સહિતના શિકારની ૨૫૦૦ ઘટનાઓ બને છે.જેમાં ૨૩૦૦ શિકાર માત્ર સિંહ કરે છે.ઉનાળો હોવાથી એપ્રિલ અને મે માસમાં સિંહ ગીરના જંગલમાં રહેવાનું વધુ પસંદ કરે છે.આ મહિનામાં જંગલ બહારના વિસ્તારમાં સરેરાશ ૧૨૦ ઘટના શિકારની બને છે.જ્યારે અન્ય મહિનામાં તે પ્રમાણ ૧૫૦ શિકાર સુધીનું છે.જંગલ બહાર શિકારની ઘટનામાં ઓગસ્ટ-ઓકટોબર માસ ટોપ ઉપર હોય છે.જેમાં સિંહ સરેરાશ ૧૪૦ થી ૧૫૦ શિકાર કરે છે.
આ અંગે ગીર અભિયારણ્યના હેડ અને ડી.એફ.ઓ. સંદિપકુમાર જણાવે છે કે સિંહ આરામપ્રિય પ્રાણી છે.ગરમીના દિવસોમાં તે બહાર નિકળવાને બદલે જંગલની અંદર રહેવાનું વધુ પસંદ કરે છે.ઉનાળામાં જંગલમાં પાણીની સગવડ સાથે વન્યજીવનો શિકાર આસાન હોવાથી બહાર નિકળી શિકાર કરવાનું ટાળે છે.
અભિયારણ્ય તથા ગીર પશ્ચિમ વિભાગ જેવા કે, સાસણ, તાલાલા, મેંદરડા, માળિયા વગેરેમાં ચોમાસા દરમિયાન સિંહો સૌથી વધુ શિકાર કરે છે.ઉનાળામાં ગીરના પશ્ચિમ વિસ્તારની સરખામણીએ પુર્વભાગમાં શિકાર વધુ કરે છે.
વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી હાથ ધરાઈ
લીલિયા તાલુકાના ક્રાંકચ નજીક શેત્રુંજી નદી કાંઠામાં વસવાટ કરતા સિંહોને પાણીની સમસ્યા, કાંકરીચાળો, મારણ ન ખાવા દેવું,પાછળ વાહન દોડાવવું સહિતની મુશ્કેલીઓ અંગે પર્યાવરણ પ્રેમી મહેન્દ્ભાઈ ખુમાણ, મનોજભાઈ જોષી સહિતનાઓએ જિલ્લા વન અધિકારી મકવાણાને રજુઆત કરતા તેઓએ સાવજોના રહેણાંક વિસ્તારમાં દોડી જઈ તમામ પોઈન્ટનું ચેકિંગ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના સ્થાનિક કર્મચારીઓને આપી હતી.તેના પગલે સ્થાનિક કર્મચારીઓએ સિંહોને પરેશાન કરતા તત્વો સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ કરતા આવા તત્વોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
૧૫ વર્ષમાં બહારના શિકારમાં ૮૦ ટકાનો વધારો
સિંહની સંખ્યામાં વધારો અને નવા ઘરની શોધને કારણે ૧૯૯૫ ની સરખામણીએ જંગલ બહાર શિકારની ઘટનામાં ૮૦ ટકાનો વધારો થયો છે.૧૯૯૫ માં આ સંખ્યા ૧૬૦૦ ની હતી જ્યારે ૨૦૧૨ માં તે ૨૬૫૦ થઈ છે.
સૌથી વધારે શિકાર
ઓગસ્ટ ૧૫૦
ઓકટોબર           ૧૪૩
જુન       ૧૪૦
સૌથી ઓછો શિકાર
ફેબ્રુઆરી ૧૨૫
એપ્રિલ-મે           ૧૨૬
ડિસેમ્બર ૧૨૬
Source: http://www.sandesh.com/article.aspx?newsid=59101

સાવજો એક રાતમાં પંદરથી વીસ કિમી ચાલી નાખે છે.


લીલિયા,તા,ર૧:
સિંહો આમ તો દિવસ આખો આળસુની જેમ આરામ કરતા પડયા રહે છે. હકીકતમાં સિંહો આળસુ નથી. સાંજ પડતા તેની ગતિવિધિ શરૂ થઈ જાય છે. કારણ કે પાણીની શોધ અને ટેરીટરીની રક્ષા માટે સિંહો રાતભર ચાલતા રહે છે. દસ બાર કિમી આમ જ ચાલી નાખે છે. કેટલાક સિંહો તો રપથી૩૦ કિમી સુધી ચાલી નાખતા હોવાનું નોંધાયું છે. લીલિયા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહો એક રાતમાં એક છેડાથી બીજા છેડે પહોંચી જાય છે. આમ ગીરના સિંહો ખુબ ચાલે છે. દિવસે બાવળની કાંટમાં આરામ કરતા સિંહોને કોઈ જુએ તો તેને આળસુ માનવાની ભુલ કરી લોકો પણ સાંજ પડતા તેની સફર શરૂ થાય છે.
  • શિકાર, પાણી, ટેરીટરીની રક્ષા માટે સતત પ્રવાસ કરતા વનરાજો
ગીરમાં જગ્યા ટુકી પડતા બહાર નિકળી ગયેલા મોટાભાગના સાવજો અમરેલી, લીલિયા, સાવરકુંડલા, ખાંભા, ધારી અને રાજુલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરે છે. આ ઉપરાંત બગસરા, જાફરાબાદ તાલુકામાં પણ અવારનવાર સાવજો દેખાય છે. સાવજો રાતભર ચાલતા રહે છે પેટની ભુખ તેને ચાલતા રાખે છે. સીમ વિસ્તારમાં પડયા રહેતા સિંહો કયારેક ગામમાં પણ ઘુસી જાય છે. જયાં સુધી મારણ ન મળે ત્યાં સુધી ચાલતા રહે છે. કયારેક સવાર સુધી શિકાર હાથમાં ન આવે તેવું પણ બને છે. માત્ર શિકાર નહીં પાણી માટે પણ ભટકવું પડે છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં અનેક કિમી બાદ સિંહો પાણી સુધી પહોંચી શકે છે. ખેડૂતોએ પિયત માટે કુવા કાંઠે ભરેલી કુંડી સિહો માટે પાણીનો મોટો સોર્સ છે.
પોતાની ટેરીટરીમાં બીજો કોઈ સાવજ ઘુસી ન જાય તે માટે સતત તકેદારી રાખવી પડે છે. જેના માટે સાવજો ટેરીટરીની બોર્ડર સતત ફરતા રહે છે. પોતાના પેશાબની ગંધ છોડી બોર્ડર બાંધતા રહે છે. લીલીયા પંથકમાં વસતા સિંહો એક રાતમાં દસથી બાર કિમી ચાલી નાખે છે.

ગિરનાર જંગલમાં ગીધની ગણતરી માટે મુખ્ય ૭ સ્થળો.

Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 5:45 PM [IST](24/05/2012)
- ૨૬ અને ૨૭ મીએ ગીધની ગણતરી માટે સજ્જ થતું વનતંત્ર

ગીધની વસ્તી ગણતરી આગામી તા. ૨૬ અને ૨૭ મે એ આખા રાજ્યમાં હાથ ધરાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ લગભગ તમામ સંભવિત સ્થળોએ ગીધની વસ્તી ગણતરી હાથ ધરાશે. તેમાં સૌથી વધુ ગીધ ગિરનારનાં જંગલ વિસ્તારમાં જોવા મળતા હોઇ એ માટેનાં મુખ્ય સાત પોઇન્ટો છે. આ પોઇન્ટોમાં સૌથી વધુ ગીધ દેખાવાની શક્યતા હોવાનું જાણકારોનું કહેવું છે.

ગિરનારનાં જંગલમાં ગિરનારી ગીધને લઇને રોપ-વેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સમગ્ર બાબતમાં ગીધનો મુદ્દો ઉઠાવાયો હોવાથી સ્વાભાવિક રીતે જ ગીધની વસ્તી ગણતરી પ્રત્યે લોકોમાં પણ ઉત્સુકતા વધી છે. ત્યારે વનવિભાગ દ્વારા ગણતરીની તૈયારી થઇ રહી છે.

ગિરનારનું જંગલ ઉત્તર અને દક્ષિણ એમ બે રેન્જમાં વ્હેંચાયેલું છે. બંને રેન્જ મળી કુલ ૭ સ્થળો એવાં છે જ્યાં સહુની નજર મંડાયેલી રહેશે. આ સ્થળોમાં ઉત્તર ડુંગર રેન્જમાં રણશીવાવ રાઉન્ડમાં મથુરા બીટમાં હિડંબાનો હિંચકો નામે ઓળખાતા વિસ્તારમાં ગીધનું ઉડ્ડયન સતતપણે જોવા મળતું રહે છે. જોકે, ત્યાં માળા છે કે નહીં તે બાબતે હજુ ચોકસાઇ નથી.

એ રીતે જાંબુડી રાઉન્ડમાં જૂની સીડી વિસ્તારમાં એક પોઇન્ટ રખાયો છે. જટાશંકરથી ઉપર તરફના આ વિસ્તારમાં પણ ગીધનાં માળા અને વસ્તી છે. જ્યારે પાટવડ રાઉન્ડનાં માળવેલામાં પણ ગીધની વસ્તી છે. આથી ત્યાં પણ એક પોઇન્ટ રખાયો છે. જ્યારે દક્ષિણ ડુંગર રેન્જનાં જંગલમાં પોઇન્ટો વધુ છે. પરંતુ ગીધ દેખાવાની શક્યતાવાળા પોઇન્ટો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થશે. આવા ચાર પોઇન્ટો છે. જેમાં ભવનાથ રાઉન્ડમાં જટાશંકર બીટમાં વેલાવાળી જગ્યાએ આખા ગિરનાર જંગલનાં સૌથી વધુ ગીધ જોવા મળે છે. વળી પાછો ગિરનાર રોપ-વે આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. આથી પણ આ પોઇન્ટનું સૌથી વધુ મહત્વ છે. એ રીતે બોરદેવી, જોગણીયા ડુંગરની ઉપર તેમજ અમકુ બીટમાં પણ એક એક પોઇન્ટો રખાયા છે.

- સવાર અને સાંજ સૌથી વધુ અનુકૂળ સમય

ગીધની વસ્તી ગણતરી માટેનો સૌથી વધુ અનુકૂળ સમય સવારે ૮ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ નો હોય છે. જોકે તા. ૨૬ અને ૨૭ નાં રોજ આખો દિવસ સ્ટાફ તૈનાત રહેશે. પરંતુ ઉપરોક્ત સમયગાળામાં તેની અવરજવર આકાશમાં સૌથી વધુ રહેશે. પોઇન્ટ પરથી ગીધને નીહાળવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ થશે. આ સાથે ફોટો-વીડીયોગ્રાફી પણ થશે. અને તેનું માર્કીંગ પણ પત્રકમાં કરાશે.

ગીર પંથકનું આસોંદરાળી નેશ પાયાની સુવિધાથી વંચિત.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:53 AM [IST](24/05/2012)
- પાણી, શિક્ષણ, વીજળી જેવા પ્રશ્નો માટે હાડમારી : પ્રા.શાળામાં લાઇટ ન હોવાથી કમ્પ્યુટર શિક્ષણ નહી : ૧૮મી સદીમાં જીવન ગાળતા હોવાનો અહેસાસ

તુલશીશ્યામથી ધારી જતા ગીર જંગલ માર્ગ પર આવેલ આસાંદેરાળી નેસ પાયાની સુવિધા હજુ સુધી મેળવી શક્યુ નથી. અનેક માલધારી પરિવાર પાણી, શિક્ષણ, વીજળી, વળતર જેવા પ્રશ્નો માટે હાડમારી ભોગવી રહ્યાં છે. પરંતુ તેમને સાંભળનાર કોઇ નથી. અહી વીજળી ન હોવાથી શાળામાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું શિક્ષણ પણ મેળવી શકતા નથી. જાણે હજુ આ નેસના લોકો અઢારમી સદીમાં જીવન ગાળતા હોય તેવુ જોવા મળે છે.

સરકાર દ્રારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ હજુ સુધી ગીરના નેસડાઓમાં વસતા લોકો પાયાની સુવિધાથી વંચિત છે. તુલશીશ્યામથી સાત કિમી ધારી તરફના ગીર જંગલના માર્ગ પર આવેલા આસોંદરાળી નેસના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આ નેસમાં અંદાજિત ચારસો લોકો વસવાટ કરે છે. ગીર વિસ્તારની હદમાં ગણાતા આ નેસમાં તમામ પાયાની સુવિધા તંત્ર પુરૂ પાડી શક્યુ નથી.

નેસડામાં આજદિન સુધી વીજળી પહોંચી નથી. જેથી આ માલધારી પરિવારાને ૩૬૫ દિવસ અંધારામાં જ રહેવુ પડે છે. નેસડામાં થોડા સમય પહેલા બે ચાર સોલાર લાઇટો આપવામાં આવી હતી. પરંતુ રિપેરિંગ બાબતે કોઇ ધ્યાન ન દેતા તે પણ ટમટમીયા બની ગઇ છે. અહી સૌથી મોટો પ્રશ્ન શિક્ષણનો છે. વિદ્યાર્થીઓના પ્રમાણમાં અહી ત્રણ શિક્ષકો તો પુરતા છે. પણ જાણીને આશ્ચર્ય થશે કે તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માત્ર એક ઓરડામાં બેસીને જ શિક્ષણ મેળવી રહ્યાં છે. ધોરણ ૧ થી ૭ સુધીના તમામ વિદ્યાર્થીઓને એક્સાથે બેસવુ પડે છે. તો વિદ્યાર્થીઓ કેવુ શિક્ષણ મેળવી શકે તે સમજી શકાય તેવુ છે.

હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમયમાં શહેરમાં બાળકો કોમ્પ્યુટર પર શિક્ષણ મેળવી રહ્યાં છે. ત્યારે અહી વીજળી ન હોવાથી બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ મળી શકતુ નથી. નવા ઓરડાના બાંધકામ મંજુર થયેલ છે. પરંતુ વનતંત્ર દ્રારા વાંધો લેવાતા બાંધકામ થઇ શક્યુ નથી. જેથી વિદ્યાર્થીઓ પાયાના શિક્ષણથી જ વંચિત રહે છે.

આ ઉપરાંત ઉનાળામાં ડંકીઓમાં પાણી ખુટી જતા લોકો અને માલઢોરને પીવાનુ પાણી મેળવવા ભારે હાલાકી ભોગવવી પડે છે. અને માલધારી પરિવારોને દુરના કોઇ વાડી ખેતરોમાં હજિરત કરવી પડે છે. નેસના મોભી જસાભાઇ ઘોહાભાઇ કામળીયાએ ઢોરના વળતર પ્રશ્ને જણાવ્યું હતું કે હિંસક પ્રાણીઓ દ્રારા ઢોરનું મારણ કરવામાં આવે તો જુના ધારા ધોરણ મુજબ વળતર ચુકવવામાં આવે છે. હાલ ઢોરની કિમત R ૫૦ હજારથી પણ વધુ થાય છે. જેથી આર્થિક નુકશાન વેઠવુ પડે છે. આ ઉપરાંત નેસ દિઠ એક પશુ ડોક્ટર મુકવાની સરકારી વાતો પણ હવામાં ઓગળી ગયાનું તેઓએ જણાવ્યું હતું.

- અઢારમી સદીનું જીવન ધોરણ
વર્તમાન સમયમાં દરેક ગામોમાં વીજળી, પાણી, શિક્ષણ માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે. ત્યારે નેસડાઓ માટે સરકાર દ્વારા કોઇ ખાસ કાર્યક્રમની જાહેરાત ન થતા હાલ માલધારી પરિવારો જાણે કે એકવીસમી સદીમાં પણ અઢારમી સદીનું જીવન રહ્યાં છે.

- ભણવુ છે પણ સુવિધા ક્યાં ?

આસોંદરાળી નેસની એક રૂમવાળી શાળામાં ધોરણ ૧ થી ૭ સુધીના બાળકો એક્સાથે અભ્યાસ કરી રહ્યાં છે. વિદ્યાર્થી સામત કામળીયાએ જણાવ્યું હતું કે અમારે તો ઉચ્ચ અભ્યાસ મેળવવો છે પરંતુ વીજળી ન હોવાથી અમે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ મેળવી શકતા નથી.

Tuesday, May 22, 2012

ઊનાના મહોબતપરા ગામે આધેડ પર વનરાજનો હુમલો.


Source: Bhaskar News, Una   |   Last Updated 11:44 PM [IST](19/05/2012)
ઊનાનાં મહોબતપરા ગામે આજે વહેલી સવારે સિંહે હુમલો કરી આધેડને સામાન્ય ઇજા પહોંચાડી હતી. જેના પગલે ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર ઉના તાલુકાનાં મહોબતપરા ગામે રહેતાં મનુભાઇ દેવશીભાઇ ગુજજર (ઉ.વ.૪પ) નામનાં પંચોળી આધેડ પોતાની વાડીએ સુતા હતા ત્યારે વહેલી સવારનાં સુમારે શિકારની શોધમાં આવેલાં સિંહની નજરે વાડીમાં રહેલાં ઘેટા ચઢી જતાં તેની પર તરાપ મારવામાં નિંદ્રાધીન મનુભાઇને સિંહનો પંજો લાગી જતાં તેમને માથાનાં ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી.

મનુભાઇએ રાડારાડી કરી મુકતાં સિંહ નાસી ગયો હતો. ઊના સરકારી દવાખાને મનુભાઇને સારવાર આપ્યા બાદ તબીબે તેમને ભયમુકત જાહેર કર્યા હતા. ઊના પંથકમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરા વધ્યા હોય વનતંત્ર દ્વારા તકેદારીનાં પગલા ભરાઇ તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે. જ્યારે હુમલાના બનાવથી લોકોમાં ભયનુ મોજુ ફેલાઇ ગયું છે.

સિંહનો સંવનનકાળ હવામાન મુજબ બદલાઇ રહ્યો છે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:21 AM [IST](22/05/2012)
ગિરનાં ઘનઘોર જંગલમાં આગામી તા. ૧૫ જૂનથી ચોમાસાનાં પ્રારંભે જ ‘વનરાજો’નું વેકેશન શરૂ થતું હોઇ જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કારણકે, આ સમયગાળા દરમ્યાન સિંહોનાં સંવનનકાળનો સમય શરૂ થઇ જાય છે. આ સમયે તેને કોઇ જાતની પરેશાન ન થવી જોઇએ.

જોકે, સિંહપ્રેમીઓ છેલ્લા ઘણાં વખતથી નોંધતા આવ્યા છે કે, સિંહોનાં સંવનનકાળનો સમય બદલાઇ રહ્યો છે. અગાઉ તે ચોમાસા પૂરતો જ રહેતો. પરંતુ હવે સાવજો બારેમાસ સંવનન કરે છે. એવી વાત પણ ધ્યાને આવી છે કે, સિંહને સંવનન વખતે પરેશાની ન જોઇએ. પરંતુ તાજેતરમાં એક સંવનન વખતે કેમેરામાં કેદ થયેલા સિંહ યુગલને નીહાળતાં માલુમ પડ્યું છે કે, સંવનન વખતે સિંહ પરેશાન હોય તો તેનાં ચહેરાનાં હાવભાવ પણ બદલાઇ જાય છે. જ્યાં સુધી માદા હલન ચલન ન કરે ત્યાં સુધી નર પણ હલતો નથી.

આ અંગે સૂત્રાોનાં કહેવા મુજબ, સિંહનાં સંવનનકાળનો સમય અઠવાડિયાથી દસ દિવસ સુધી ચાલતો રહે છે. આ દિવસો દરમ્યાન નર અને માદા સાથેને સાથે જ રહે છે. માદા જ્યાં જાય તેની સાથે નર પણ જતો રહે છે. આ સંવનનકાળનાં સમય દરમ્યાન સિંહ યુગલ મારણ પણ કરતું નથી. તે માત્રને માત્ર ‘પ્રણયક્રિડા’ માંજ મસ્ત રહે છે. આ સમય દરમ્યાન અગાઉ સિંહોનો સંવનનકાળ ૧૫ જૂનથી લઇને સમગ્ર ચોમાસા દરમ્યાન રહેતો હતો. પરંતુ હવે તેનો સંવનનકાળ આખું વર્ષ ચાલુ હોય છે. આમ, મનુષ્યમાં જે રીતે ગ્લોબલ વોમ¾ગની અસર જોવા મળી રહી છે એ રીતે સિંહોમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. આ સમયે વનવિભાગ સિંહની કાળજી લેવામાં પીછેહઠ કરતું નથી.

- સિંહોનાં સંવનનકાળમાં ફેર પડ્યો : રમેશ રાવલ
દીવનાં નિવૃત્ત શિક્ષક અને ‘સિંહપ્રેમી’નું બિરૂદ મેળવનાર રમેશ રાવલ કહે છે, સિંહ જ્યારે ‘ઘોડા’ એટલે કે સંવનનકાળમાં હોય ત્યારે તેમને કોઇ પ્રકારનું ભાન રહેતું નથી. તેનું સંવનન દોઢ બે કલાક સુધી રહેતું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓ વધુમાં કહે છે, વર્તમાન સમયમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગની અસર સિંહોમાં પણ જોવા મળતી હોય તેમ તેના સંવનનકાળમાં ફેર પડી ગયો છે. હવે તે મર્યાદિત રહ્યો નથી. વર્ષમાં ગમે ત્યારે તે સંવનન કરે છે. તેઓ વધુમાં કહે છે, સિંહણનાં શરીરમાંથી એક અનોખા પ્રકારની વાસ આવે છે. અને તેનાથી સિંહ ઉત્તેજીત થાય છે.

- સાવજ વર્ષમાં ગમે ત્યારે સંવનન કરે છે
સિંહનાં સંવનનકાળ અંગે ડી.એફ.ઓ. ડૉ. સંદીપકુમાર કહે છે, એવું નથી કે સિંહનો સંવનનકાળ ફકત ચોમાસામાં જ હોય છે. તે ગમે ત્યારે સંવનન કરે છે. એટલું જ નહીં સિંહણ ગમે ત્યારે બચ્ચાંને પણ જન્મ આપે છે. તે વરસાદની ઋતુ એટલા માટે પસંદ કરે છે કે આ સમય દરમ્યાન સિંહબાળને ચિત્તલ સહિતનાં તૃણભક્ષી પ્રાણીઓ તેઓને જંગલમાંજ મળી રહે. તૃણભક્ષી પ્રાણીઓ મે માસ દરમ્યાન બચ્ચાંને વધુ જન્મ આપે છે. સિંહ પરિવારને મેટિંગ અને બચ્ચાંનાં જન્મ બાદ તેનું પાલન પોષણ કરવા માટે તૃણભક્ષી પ્રાણીરૂપી ખોરાક અને પાણી જંગલમાંજ મળી રહે તો તેને ખોરાક માટે બહાર ભટકવું પડતું નથી.

Tuesday, May 8, 2012

અહો વૈચિત્ર્યમ: ગીરકાંઠામાં કાળી ભેંસે આપ્યો સફેદ દૂધ જેવી 'ગાય'ને જન્મ!

ધારી,તા.પ

ધારીની નવી વસાહતમાં ભેંસોનો તબેલો ધરાવતા પશુ પાલકને ત્યાં એક કાળી ભેંસને કાળા પાડા સાથેના મેટીંગ દરમિયાન અને કુદરતી રીતે બીજદાન બાદ પણ સફેદ દુધ જેવી જાણે ઘોડાની નવજાત વછેરી સમી પાડીને જન્મ આપતા કૌતુક સર્જાયું છે.  મુળ ગીરકાંઠાના તરસીંગડા ગામના વતની અને પશુપાલન અર્થે પોતાની પંદરેક ભેંસો અને ગાયો સાથેઅહીંની  નવી વસાહતમાં મસ્જીદ નજીક તબેલો રાખી સ્થાયી થયેલા શંભુભાઈ લખુભાઈ મકવાણાની ભેસનું આ બીજું વેતર હોય અને કાળા કલરના પાડા સાથે કુદરતી રીતે બીજદાન ગ્રહણ કરેલી ભેસાઈ વીંયાઈ હતી જેને એકદમ સફેદ દુધ જેવી પાડીનો જન્મ થયાના ખબર લાકડીયા તારની માફક વહેતા થતાં લોકો પાડીને જોવા કૌતુકભેર ઉમટી પડયા હતા.

આ અંગે તબેલા સંચાલક શંભુભાઈએ જણાવેલ કે અમો પેઢી દર પેઢી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છીએ આજ સુધી અમારા વડવાઓએ પણ ભુરા પાડરૂ જરૂર જોયા છે પણ સાવ સફેદ દુધ જેવા વછેરી સમા ઘોળાફૂલ સમા પાડરૂ નથી જ જોયા.જયારે ગીરના અનેક માલધારીઓ પણ આ સંદર્ભે નવાઈ અનુભવી રહ્યા છે. જાણકાર પશુ ડોકટરના મતે આવા જન્મેલા પાડરૂ મોટા થઈ ભુરા રંગની ભેંસમાં પરિર્વિતત થઈ જતા હોય છે.
તસવીર : જીજ્ઞેશગીરી ગોસાઈ

વનરાજાની વોકિંગ ઝડપ: એક રાતમાં ૨૦ થી ૨૫ કીમી સુધી ચાલી નાખે છે.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:25 AM [IST](08/05/2012)
- સાવજો શિકાર-પાણી અને ટેરીટરીની રક્ષા માટે સાવજોએ સતત ચાલતા રહેવુ પડે છે : સમી સાંજ પડતા સૂસ્તિ ઉડી જાય છે

ગુજરાતની શાનમાં વધારો કરતાં સાવજો આમ તો આખો દિવસ આળસુની જેમ આરામ કરતાં પડ્યા રહે છે પરંતુ હકીકતમાં આ સાવજો આળસુ નથી. રાત પડતાં જ તેની ગતિવિધિ શરૂ થાય છે. શિકાર કે પાણીની શોધ કે પછી ટેરીટરીની રક્ષા માટે ગરીનાં સાવજો રાતભર ચાલતા રહે છે. બાર પંદર કીલોમીટર તો આ સાવજો આમ જ ચાલી નાંખે છે. કેટલાંક સાવજો એક રાતમાં ૩૫ કીમી સુધી ચાલી નાખતા હોવાનું પણ નોંધાયુ છે. અમરેલી જિલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો એક રાતમાં તેની ટેરીટરીનાં એક છેડાથી બીજા છેડે પહોંચી જાય છે.

આમ ગીરનાં સાવજો ખૂબ ચાલે છે. રાતભર ચાલે છે. દિવસે ક્યાંય બાવળની કાંટમાં આરામ કરતાં સિંહોને કોઇ જુએ તો તેને આળસુ માનવાની ભુલ કરી બેસે પણ સાંજ પડતાં જ તેની સુસ્તી ઉડે છે અને પછી તેની સફર શરૂ થાય છે.
ગીરમાંથી જગ્યા ટૂંકી પડતા બહાર નીકળી ગયેલા મોટાભાગના સાવજો અમરેલી જિલ્લામાં વસે છે. આ સાવજો અમરેલી, લીલીયા, સાવરકુંડલા, ખાંભા, ધારી અને રાજુલા તાલુકાનાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરે છે. આ ઉપરાંત જાફરાબાદ અને બગસરા તાલુકામાં પણ અવારનવાર સાવજો દેખાય છે.

આ સાવજો રાતભર ચાલતા રહે છે. પેટની ભૂખ તેમને ચાલતા રાખે છે. સીમ વિસ્તારમાં પડ્યા રહેતા આ સાવજો ક્યારેક ગામમાં પણ ઘુસી જાય છે. જ્યાં સુધી મારણ ન મળે ત્યાં સુધી ચાલતાં રહે છે. ક્યારેક સવાર સુધી શિકાર હાથમાં ન આવે તેવુ બને ત્યારે પછીની નજર બીજા રાત્રે શરૂ થાય.

માત્ર શિકાર નહિ પાણી માટે પણ સાવજોને ભટકવુ પડે છે. ખાસ કરીને ઊનાળાનાં સમયમાં તો અનેક કીલોમીટર ભટક્યા બાદ સાવજો પાણી સુધી પહોંચી શકે છે. ખેડૂતોએ પાકનાં પીયત માટે કુવાકાંઠે ભરેલી પાણીની કુંડી સિંહ માટે પાણીનો મોટો સોર્સ છે. પરંતુ ઉનાળામાં ખુબ ઓછી વાડીઓમાં પાણીની કુંડી ભરેલી હોય છે.

સિંહોને સતત ચલાવવા માટેનાં આ સિવાયનાં પણ અનેક કારણો છે. તેમાનું સૌથી મોટુ કારણ છે ટેરીટરીની રક્ષા. પોતાની ટેરીટરીમાં કોઇ બીજો સાવજ ઘુસી ન જાય તે માટે સતત તકેદારી રાખવી પડે છે. જેના માટે સાવજો ટેરીટરીની બોર્ડર પર સતત ફરતા રહે છે અને પોતાનાં પેશાબની ગંધ છોડી બોર્ડર બાંધતા રહે છે. લીલીયા પંથકમાં વસતા સાવજો એક જ રાતમાં પોતાની ટેરીટરીનાં એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જાય છે. આ સાવજો એક રાતમાં બારથી પંદર કીમી આરામથી ચાલી નાખે છે.

મહદઅંશે તે એક રાતમાં ૨૦ થી ૨૫ કીમી ચાલી નાખે છે પરંતુ આ સાવજો એક જ રાતમાં ૩૫ કીમી સુધી ચાલી ગયા હોવાનું પણ નોંધાયુ છે. ખોરાક, પાણી, સંવનન, પરિવાર અને ટેરીટરીની રક્ષાએ સાવજોનું મુખ્ય કામ છે. તેવી જ રીતે આ બધા માટે સતત ચાલવુ એ પણ સાવજો માટે અનિવાર્ય બની ગયુ છે.

સિંહ માટે ગીર ‘સાસરીયું’ - ખાપટ ‘પિયરીયું’.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:17 AM [IST](07/05/2012)
- ત્રણ સિંહણ અને છ બચ્ચાને નિહાળવા રોજના અસંખ્ય લોકો ઉમટી પડે છે સિંહ પરિવાર માટે ગીર જંગલ સાસરીયું અને ઊનાનું ખાપટ ગામ પિયરીયું બન્યું હોય તેમ ત્રણ સિંહણ છ બચ્ચા સાથે સીમમાં વેકેશન ગાળવા આવી પહોંચતા તેને નિહાળવા દરરોજ અસંખ્ય લોકો ઉમટી રહ્યા છે. ગીરનાં ઘનઘોર જંગલમાં ખુલ્લામાં વહિરતા એશીયાટીક સિંહોને જોવા દેશ-વિદેશથી પર્યટકો આવે છે.

ત્યારે ઊના પંથક ગીર બોર્ડરથી તદ્ન નજીક હોય છેલ્લા છ દિવસથી તાલુકાનાં ખાપટ ગામની સીમ સિંહ પરિવારે પિયરીયું બનાવી લીધુ હોય તેમ વેકેશનની મોજ માણવા આવી પહોંચેલ છે અને તે પણ એકાદ બે નહી પરંતુ ત્રણ સિંહણ તથા છ સિંહબાળ સહીત નવનો પરિવાર આવી પહોંચ્યો છે. સાંજના સુમારે આ સિંહ પરિવાર ખુલ્લા ખેતરોમાં લટાર મારવા નીકળી પડે છે ત્યારે તેને નિહાળવા આસપાસનાં ગ્રામ્ય પંથક ઉપરાંત બહારગામનાં લોકો ઉમટી પડે છે.

સિંહ દર્શન માટે આવતાં લોકોની અવર-જવરથી ખાપટનાં ગ્રામજનો તથા વનખાતાનાં સ્ટાફને પણ વ્યાપક હેરાનગતી સહન કરવાનો વખત આવી ગયેલ છે. લોકો ટોળા સ્વરૂપે આ સિંહ પરિવારને જોવા પહોંચી જાય છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી આ સિંહ પરિવાર પણ લોકોનાં ટોળાથી કંટાળી ગયા હોય તેમ વેકેશનનાં મુડમાં ખલેલ પહોંચાડતાં લોકોને જોઇ ગુસ્સામાં આવી જાય છે. આ સિંહ પરિવાર કોઇ પર હુમલો ન કરે અથવા તો ટોળા સ્વરૂપે આવતાં લોકોમાંથી કોઇ કાંકરીચાળો ન કરે તે માટે વનખાતાનો સ્ટાફ ખડેપગે સતત દેખરેખ રાખી રહ્યો છે.

આ સિંહ પરિવાર દિવસ દરમ્યાન વાડમાં બેસી રહે છે અને સાંજના સમયે તેમાંથી આ પરિવારની વડીલ એવી એક સિંહણ શિકારની શોધમાં નીકળી પડે છે અને શિકાર કર્યા બાદ પરિવાર સાથે ભોજન કરે છે. તેમાં પણ છેલ્લાં બે દિવસથી એક સાથે આખો સિંહ પરિવાર શિકારની શોધમાં નીકળી જતો હોય એલમપુરમાં બે બળદનું મારણ કરી મજિબાની માણી પરત આવી ગયા હતા. હાલ આ સિંહ પરિવારે પિયરીયું એવા ખાપટ ગામમાં પોતાનો વસવાટ કર્યો હોય પ્રાણીપ્રેમીઓમાં અનોખો રોમાંચ જોવા મળી રહ્યો છે.

- ખાપટમાં સિંહણને ત્યાં પારણું બંધાયાની ચર્ચા ખાપટનાં ગ્રામજનોમાંથી એવી વાત સાંભળવા મળી રહી છે કે આ સિંહ પરિવારમાંથી એક સિંહણને ત્યાં પારણું બંધાયુ હોય તેમ બે સિંહબાળ ઉંવા ઉંવા કરી રહ્યા છે. પારણું બંધાયાને બે દિવસ જેટલો સમય થયો છે. આ બાબતને વનખાતાનો સ્ટાફ પણ સમર્થન આપે છે.

- ગ્રામજનો માટે સિંહ પરિવાનું આગમન સામાન્ય બાબત ગ્રામજનોનાં જણાવ્યા મુજબ અમારા માટે સિંહ પરિવારનો વસવાટ સામાન્ય બાબત બની છે. ત્યારે દૂધનાં વ્યવસાય કરતાં એક વ્યક્તિએ એવું જણાવેલ હતુ કે હું દૂધ લઇને નિકળુ છુ. ત્યારે તેમની બાજુમાંથી પસાર થઇ જાવ છું. પરંતુ લોકોનાં ટોળા જોવા આવે છે તેનાથી આ સિંહ પરિવાર ખલેલ અનુભવે છે.

સાવરકુંડલા પંથકમાં બે ડાલામથ્થા સાવજોના નિયમીત આંટાફેરા.


 Source: Bhaskar News, Amreli   |   Last Updated 11:06 PM [IST](05/05/2012)
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા અભ્યારણ્યમાં અને તેના આજુબાજુના ગામોમાં બે ખુંખાર ડાલામથ્થા સાવજ સાંજ પડતા જ આંટાફેરા મારી રહ્યાં છે. વનવિભાગ અને માલધારીઓ જેને બેલાડના નામથી ઓળખે છે. ગરમીથી અકળાયેલા આ બંને સાવજો બારેક કિલોમીટરનું પરિભમણ કરતા હોવાનું જાણવા મળેલ છે. અને જ્યાં પાણીવાળો વિસ્તાર હોય ત્યાં ધામા નાખીને બેસી જાય છે.

આ બંને સાવજો ગીનીયા બગોયા ગામ થઇને કૃષ્ણગઢ ત્રિભેટ આવીને ત્રાડો નાખે છે. અને લોકોને ચેતવણી આપે છે. બાદમાં આ બેલડા ચોતરા હનુમાનના મંદિર અને તાળીના રસ્તેથી અભરામપરા રેવન્યુ વિસ્તારમાં પસાર થાય છે. બાદમાં રાત્રીના સી નામના ડુંગરે આખીરાત વિસામો કરે છે.

સવાર થતા જ ફરી આ બંને ડાલામથ્થા સાવજો ઠંડા પાણીવાળા વિસ્તારમાં ગરમીથી છુટકારો મેળવવા પહોંચી જાય છે. ત્યારે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ બેલડા દરરોજ ૧૨ થી ૧૪ કિમી પરિભમણ કરે છે. હાલ ગરમીમાં તે ઓછુ અંતર કાપે છે. ધારીના ડીએફઓ અંશુમન શર્માની દેખરેખ હેઠળ વન્યપ્રાણીઓ હાલ સુરક્ષા અનુભવી રહ્યાં છે. હાલ આ બેલડા કૃષ્ણગઢથી બગોયા જવાના રસ્તે કેમેરામાં કેદ થઇ ગયા હતાં. વનવિભાગના જણાવ્યા મુજબ હાલ આ બેલડા ચોટલીયા ડુંગર આસપાસ આંટાફેરા મારી રહ્યાં છે.

માળીયાનાં પિપળવા ગામે મહાકાય મગર આવી ચઢી.


Source: Bhaskar News, Maliya Hatina   |   Last Updated 12:16 AM [IST](05/05/2012)
- માદા મગરને પકડવા સાસણથી રેસ્કયુ ટીમને બોલાવવી પડી

માળીયા હાટીનાનાં પિપળવા ગામની સીમમાં મહાકાય મગર આવી ચઢતાં આ માદા મગરને પકડવા સાસણથી રેસ્કયુ ટીમને બોલાવવી પડી હતી.

તાલુકાનાં પિપળવા ગામની સીમમાં હાદાભાઇ જેતાભાઇ હડીયાની વાડીમાં ગત સાંજનાં મહાકાય મગરે દેખા દેતાં વાડી માલિકે વનવિભાગને જાણ કરતાં માળીયા રેન્જનાં આરએફઓ અપારનાથી, ફોરેસ્ટર શીલુ, ભગાભાઇ સહિતનાં સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ આ માદા મગરને પકડવાની કવાયત હાથ ધરી હતી

પરંતુ મગર સકંજામાં આવતી ન હોય સાસણથી રેસ્કયુ ટીમને બોલાવવામાં આવી હતી અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ રાત્રિનાં ૧૦.૩૦ વાગ્યાની આસપાસ મગરને કોથળામાં પૂરવામાં વનવિભાગને સફળતા મળી હતી.

આ માદા મગર આશારે નવ ફૂટ લંબાઇની અને ૧૨૦ કિલો વજન ધરાવતી હોવાનું અને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બની રહેશે કે બે દિવસ પહેલાં પણ મોટીધણેજ ગામની સીમમાંથી ૮૦ કિલો વજન ધરાવતી નર મગર પકડાઇ હતી.

સિંહણનાં હુમલાથી નીલગાય બચી પણ તંત્રની બેદરકારીથી મરી ગઇ.

Source: Bhaskar News, porbandar   |   Last Updated 1:47 AM [IST](08/05/2012)

- લીલીયાનાં પશુડોક્ટર કૃષિમેળામાં વ્યસ્ત હોય નીલગાયની સારવાર માટે આવ્યા જ નહિં

એક સાથે બે-બે ડાલામથ્થા સાવજ પાછળ પડ્યા હોય અને નીલગાયને પછાડી દઇ લોહીલુહાણ કરી નાખી હોય આમ છતાં નીલગાય બચી જાય તો તેના સદ્નસીબ કહેવાય પરંતુ બાદમાં તંત્રની બેદરકારીનાં કારણે આ નીલગાય મરી જાય તો તેની બદનસીબી કહેવાય. લીલીયાનાં વાઘણીયા ગામમાં આજે આવુ જ થયુ હતું.

આજે વહેલી સવારે લીલીયા તાલુકાનાં વાઘણીયા ગામની સીમમાં બે સાવજો શિકારનાં ઉદેશથી નીલગાય પાછળ દોડ્યા હતાં આ દરમીયાન બે વખત નીલગાય પડી ગઇ હતી આમ છતાં ભાગીને ગામમાં પહોંચી ગઇ હતી. પરંતુ બંને સાવજોએ ગામમાં પણ પીછો કરી અશોકભાઇ જાદવભાઇ શિંગાળાનાં ઘર પાસે આ નીલગાયને પછાડી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી.

જોકે ગામલોકો જાગી જતાં સાવજોએ અહિં પોતાનો શિકાર પડતો મૂકી નાસી જવુ પડ્યું હતું બીજી તરફ નીલગાય ઇજાગ્રસ્ત હાલતમાં અશોકભાઇનાં ઘર સામે જ પડી રહી કણસતી રહી હતી. ગામ લોકોએ જાણ કરતાં લીલીયાની જંગલખાતાની કચેરીનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. તેમણે નીલગાયની સારવાર માટે લીલીયાનાં પશુ ચિકિત્સકનો સંપર્ક કર્યો હતો પરંતુ પશુડોક્ટર કૃષિમેળામાં વ્યસ્ત હોય આવ્યા ન હતા. પરિણામે બાર વાગ્યા સુધીમાં નીલગાય તરફડીને મોતને ભેંટી હતી. વનવિભાગનાં સ્ટાફે બાદમાં તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો.

ઉલ્લેખનીય એ છે કે એક તરફ તંત્ર દ્વારા કૃષિ રથની તૈયારીઓમાં નાનાથી મોટા કર્મીઓ જોડાયા છે ત્યારે નીલગાય પર થયેલા હુમલા બાદ સારવાર સમયસર ન મળવાનું કારણ પણ આવુ જ બહાર આવતા રોષની લાગણી પ્રસરી છે.

વનતંત્રે ‘ગિરનારી સિંહ’ની વિષ્ટા એકઠી કરી પરિક્ષણમાં મોકલી.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:24 AM [IST](08/05/2012)

- ડેડકડી રેન્જમાંથી ગૂમ થયેલા સિંહબાળને શોધવા

મેંદરડા તાલુકામાં ગિર જંગલમાં ડેડકડી રેન્જનાં જંગલમાંથી થોડા દિવસો પહેલાં એક માદા સિંહ બાળ ગુમ થયાનું વનવિભાગનાં ધ્યાને આવ્યું હતું. આ સિંહબાળ ક્યાંક ગિરનારી સિંહનો કોળિયો તો નથી બન્યું ને ? તેની ખરાઇ કરવા માટે વનવિભાગે આ ‘મહાકાય’ સિંહની વિષ્ટા એકઠી કરી પરિક્ષણ માટે મોકલી આપી છે.

ગિરનાં જંગલમાં મેંદરડા નજીક આવેલી ડેડકડી રેન્જનાં જંગલમાંથી એક ૮ માદા સિંહોનાં ગૃપમાંથી એક ૭ માસનું માદા સિંહ બાળ થોડા દિવસો પહેલાં ગુમ થઇ ગયું હતું. વનવિભાગનાં પેટ્રોલિંગમાં આ સિંહબાળ નજરે ચઢ્યા બાદ બીજા દિવસે તે નજરે ન ચઢતાં વનવિભાગનાં ૩૦ કર્મચારીઓ તેની શોધખોળમાં લાગ્યા હતા. આ જંગલમાં ‘ગિરનારી સિંહ’ પણ ફરતો હોઇ તે અને બે માસ અગાઉ આ સિંહે તેને ફાડી ખાવા પ્રયત્ન કર્યો હતો. આથી ફરી વખત એ બચ્ચું ગિરનારી સિંહનો કોિળયો તો નથી બન્યું ને ? એવી આશંકા વનવિભાગ સેવી રહ્યું છે.

બીજી તરફ ગુમ થયેલું સિંહ બાળ હજુ સુધી નથી મળ્યું. આથી વનવિભાગે ગિરનારી સિંહની સિંહ બાળ ગુમ થયું ત્યારથી લઇને અત્યાર સુધીની વિષ્ટા એકત્રિત કરી છે. જેનાં આધારે ગિરનારી સિંહે આટલા દિવસોમાં જો એ સિંહબાળને ‘કોળિયો’ બનાવ્યું હશે તો વિષ્ટાનાં આધારે સ્પષ્ટ થઇ જશે. હાલ તો વનવિભાગનો સ્ટાફ આ લાપતા સિંહ બાળને શોધવા જંગલ ખુંદી રહ્યો છે

Friday, May 4, 2012

બતકને ભરડામાં લેતાં જ અજગર કુવામાં ખાબક્યો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 5:25 AM [IST](03/05/2012)
- ૬૦ ફૂટ ઊંડા કૂવામાં રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ અજગરને બચાવી લેવાયો
- સાવરકુંડલાના સેંજળની સીમમાં બનેલી ઘટના


સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામની સીમમાં એક અજગર બતકનો શિકાર કરી રહ્યો હતો ત્યારે કોઇ રીતે ૬૦ ફુટ ઉંડા કુવામાં ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસકયુ ટીમે આ અજગરને સહી સલામત રીતે કુવામાંથી બહાર કાઢી તેના પ્રાકૃતિક આવાસમાં મુકત કરી દીધો હતો.

અમરેલી જીલ્લામાં અજગરની વસતી વધી રહી છે. પાંચ વર્ષ પહેલા આ જીલ્લામાં ભાગ્યે જ ક્યાંક અજગર નઝરે પડતો હતો પરંતુ પાછલા બે-ત્રણ વર્ષથી ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં અવાર નવાર ગીરની મધ્યમાં જે પ્રજાતિના અજગર જોવા મળે છે તે અજગર અહિં જોવા મળે છે.

આવો જ એક અજગર આજે સાવરકુંડલાના સેંજળ ગામની સીમમાં જોવા મળ્યો હતો. સેંજળના રાવતુભાઇ દેવાભાઇ કાઠીની વાડીમાં ૬૦ ફુટ ઉંડા કુવામાં આ અજગર અકસ્માતે પડી ગયો હતો. બતકનો શિકાર કરતી વખતે આ અજગર કુવામાં ખાબકયો હતો. રાવતુભાઇ કાઠીના ખેતર આસપાસ લીલોતરી વધુ હોય અને અહિં ઝાડ પર બતક-બગલા સહિતના પક્ષીઓની વસાહત હોય આ અજગર શિકારની શોધમાં અહિં આવી ચડયો હોવાનું મનાઇ રહ્યુ છે.

બતકને ભરડામાં લઇ લીધા બાદ કોઇ રીતે અજગર ૬૦ ફુટ ઉંડા કુવામાં ખાબકયો હતો. વાડી માલીકનું આ બારામાં ધ્યાન જતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. વન કર્મચારી ચાવડાભાઇ, પ્રકૃતપિ્રેમી હનુમાન પાંડે, સાહીલ શેખ વગેરેએ વાડી પર દોડી જઇ રેસકયુ ઓપરેશન હાથ ધયું હતું અને ૬૦ ફુટ ઉંડા કુવામાંથી ભારે જહેમત બાદ અએ મહાકાય અજગરને બહાર કાઠી બીડ વિસ્તારમાં છોડી દીધો હતો.

જુનાગઢમાં ઝૂના એક સ્થળે તેના ડાયરેક્ટર પણ નથી જઇ શકતા.



Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 3:30 PM [IST](03/05/2012)
- સિંહ-દીપડા અને ગીધનાં ક્વોરન્ટાઇન વોર્ડમાં ફક્ત કેરટેકર સફાઇ અને ખોરાક આપવા જઇ શકે

જૂનાગઢનું સક્કર બાગ ઝૂ એટલે દેશનાં સૌથી જૂનાં અને મોટા ઝૂ પૈકીનું એક. અહીં દેશવિદેશના અને જાતજાતનાં વન્યજીવોનું સંરક્ષણની સાથે સંવર્ધન પણ કરાય છે. જેમાં સિંહ, દીપડા અને ગીધનું સંવર્ધન મુખ્ય છે. આ માટે અહીં ખાસ વોર્ડ બનાવાયા છે. અહીં રખાયેલા વન્ય જીવો માટેનાં અતિસુરક્ષિત એવા આ વિસ્તારમાં ખુદ સક્કર બાગ ઝૂનાં ડાયરેક્ટર પણ જો કેરટેકર બોલાવે તો જ ત્યાં જઇ શકે છે.


જીહા, સક્કર બાગ ઝૂમાં સિંહ, દીપડા અને ગીધની પ્રજાતિને બચાવવા અને તેનાં સંરક્ષણ-સંવર્ધન માટે ખાસ ક્વોરન્ટાઇન વોર્ડ બનાવાયા છે. ઝૂનો આ વિસ્તાર ફક્ત પ્રવાસીઓ જ નહીં આ પ્રાણીઓનાં એકમાત્ર કાયમી કેરટેકર સિવાય તમામ માટે પ્રતિબંધિત છે. આ અંગે સક્કર બાગનાં ઇન્ચાર્જ ડાયરેક્ટર ડીએફઓ વી. એસ. પટેલ ‘દિવ્ય ભાસ્કર’ ને કહે છે, કેરટેકરે પણ ફક્ત વોર્ડની સફાઇ અને પ્રાણીને ખોરાક આપવા સિવાય તેમાં જવાનું હોતું નથી.

જઇને કામ પણ ઝડપથી આટોપી લઇ વોર્ડમાંથી બહાર નીકળી જવાનું રહે છે. તેમાં રખાયેલા વન્ય પ્રાણીઓને માનવીય ઇન્ફેક્શન કે બિમારીથી બને એટલા દૂર રાખવાનો તેની પાછળનો હેતુ છે. તેને કોઇ જાતની માનવીય ખલેલ ન પહોંચવી જોઇએ. હા, એટલું ખરું કે, આ વોર્ડમાં સીસી ટીવી કેમેરા સતત ચાલુ હોય છે. એટલે પ્રાણીની ગતિવિધી અમારાથી અજાણ નથી. આ વોર્ડમાં કાંઇ નવી વ્યવસ્થા ઉભી કરવાની હોય અથવા તેમાં કોઇ ફેરફાર હોય તો કેરટેકર અમને બોલાવે ત્યારે અમારે ત્યાં જવાનું. અન્યથા અમે પણ ત્યાં નથી જતા.

આ કેરટેકર ખાસ તાલીમ પામેલા હોય છે. તેઓને ઝૂનાં અન્ય કર્મચારીઓની માફક જ દર વર્ષે વેકસીન મૂકવામાં આવે છે. જેથી તેમના થકી એકેય માનવીનો રોગ પ્રાણીઓમાં ન ફેલાય. વળી તેઓનું મેડીકલ ચેકઅપ પણ નિયમિત રીતે કરાવવું પડે.

- વરૂ, ચિત્તલ, કાળિયારનાં બ્રિડીંગ માટે નવાં પાંજરાં

ડીએફઓ વી. એસ. પટેલ વધુમાં કહે છે, સક્કર બાગમાં વરૂ, ચિત્તલ, કાળિયારના બ્રિડીંગ માટે કુલ ૪ નવાં પાંજરાં તૈયાર થઇ રહ્યાં છે. આ પાંજરાં ફક્ત તેઓનાં બ્રિડીંગ માટે રહેશે. અને તે પ્રદર્શન માટે નહીં હોય.

- આગામી બે દાયકામાં સક્કર બાગ વધુ વિસ્તરશે

ડીએફઓ વી. એસ. પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે, આગામી ૨૦ વર્ષનો માસ્ટર પ્લાન સક્કર બાગ ઝૂ માટે બનાવાયો છે. આ પ્લાન મુજબ, અહીં ગ્રાસ લેન્ડ, વેટ લેન્ડ, ડેઝર્ટ લેન્ડ, વગેરે એરિયા વિકસાવાશે. પ્રવાસીઓ જઇ શકે એ રીતનાં બે તળાવો તો તૈયાર પણ થઇ ગયાં છે. પરંતુ તેમાં મુલાકાતીઓનાં પ્રવેશ માટે હજુ વિચારણા થઇ રહી છે.

- નાઇટ સફારીની પણ જોગવાઇ

સક્કર બાગ ઝૂમાં ધારાગઢ દરવાજા વિસ્તાર તરફ પડતા ભાગમાં ખેતીની જમીનની પાછળનાં વિસ્તારમાં ભવિષ્યમાં ‘નાઇટ સફારી’ બનાવવાનું પણ આયોજન છે. જોકે, આ બધું મંજૂરી પર આધારિત છે. અને તે લાંબા ગાળાનું આયોજન છે. જોકે, આગામી બે-પાંચ વર્ષમાં તેની અમલવારીની કોઇ જોગવાઇ નથી.

તસવીર મિલાપ અગ્રાવત, જુનાગઢ

'દેશમાં વન્યપ્રાણીઓનાં કુદરતી રહેઠાણોમાં ગુજરાત આગળ'


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 7:48 PM [IST](03/05/2012)
 
- લોકોનું વન અને પર્યાવરણ પરનું ભારણ ગુજરાતમાં સૌથી ઓછું

દેશભરમાં વન્ય જીવોની સૌથી વધુ વિવિધતા ગુજરાતમાં છે. અન્ય સ્થળોએથી વિવિધ પ્રકારનાં વન્ય જીવો આપણે બીજાને આપીએ છીએ. કારણકે, આપણે ત્યાં વન્યપ્રાણીઓ માટેનાં કુદરતી રહેઠાણોની સંખ્યા સહુથી વધુ છે. એમ રાજ્યનાં સીસીએફ (વાઇલ્ડ લાઇફ) આર. એલ. મીણાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

જૂનાગઢનાં સક્કર બાગ ઝૂ ખાતે નિલગીરી વાનર અને શાહમૃગને મુલાકાતીઓનાં પ્રદર્શન માટે ખુલ્લાં મૂકવાનાં પ્રસંગે જૂનાગઢ આવી પહોંચેલા મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં કુલ વનવિસ્તારમાં અભયારણ્યો ૪ ટકા છે. પરંતુ ગુજરાતમાં કુલ વનવિસ્તારમાં અભયારણ્યનું પ્રમાણ છે ૧૦ ટકા. રાજ્યમાં વનવિસ્તારનું કદ વધારવા અંગે ‘દિવ્ય ભાસ્કરે’ કરેલા સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, આ માટે અભયારણ્યોની આસપાસ ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાની યોજના છે.

દરેક સ્થળે તેની ત્રિજ્યા તેમાં વસતા વન્યજીવોની પ્રકૃતિને અનુરૂપ અલગ અલગ રહેશે. જેમ કે, ગિરમાં તેની ત્રિજ્યા અભયારણ્યની સરહદથી ૧૫થી ૨૦ કિમી સુધીની હોઇ શકે. તો તો કચ્છમાં ઘુડખર અભયારણ્યથી ફક્ત અડધાથી એક કિમી સુધી હોઇ શકે. એ જ કચ્છમાં નલીયા ખાતે આવેલા ઘોરડો માટેનાં અભયારણ્યથી ઇકો સેન્સીટીવ ઝોન તેનાથી વધુ હોઇ શકે. કારણકે, ઘોરડો પક્ષીનું ઉડ્ડયન એટલા વિસ્તારમાં હોય છે. દુનિયાભરમાં ફક્ત ૨૫૦ ઘોરડો (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) છે. તેમાંથી ૫૦ એકલા કચ્છનાં એ અભયારણ્યમાં જ છે.

- જંગલ પરનું ભારણ ગુજરાતમાં ઓછું

અભયારણ્યમાં અને તેની આસપાસ રહેતા લોકોનું જંગલ પરનું ભારણ પણ આપણે ત્યાં ખુબજ ઓછું છે. મધ્યપ્રદેશ સહિતનાં અન્ય રાજ્યોમાં જોકે તેનું પ્રમાણ ઘણું વધુ છે. કારણકે, ત્યાં વનવાસીઓ વન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણે ત્યાં વેળાવદર અભયારણ્ય આસપાસની ‘કાઠી’ અને ગિર અભયારણ્યમાં અને તેની આસપાસ રહેતા ‘માલધારી’ ની જીવનશૈલી અને ખોરાક વન ઉપર આધારિત નથી. વળી વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ માટે તેઓ પણ જાગૃત છે. આમ આપણે ત્યાં લોકજાગૃતિનું પ્રમાણ વધુ છે. જોકે, આપણે ત્યાં દક્ષિણ ગુજરાતનાં આદિવાસી પટ્ટામાં લોકો વનમાંથી ખોરાક મેળવે છે ખરા.

તસવીર મિલાપ અગ્રાવત, જુનાગઢ

સરાખડિયા નેશમાં યુવાન પર સિંહણે હુમલો કર્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:33 AM [IST](04/05/2012)
 
ઊના પાસે સરાખડીયા નેશમાં આજે બપોરનાં સુમારે સિંહણે એક યુવાન પર હુમલો કરી ઘાયલ કરી દેતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જશાધાર નજીક સરાખડીયા નેશ વિસ્તારમાં વસવાટ કરતો રમેશભાઇ મંછારામ અગ્રાવત (ઉ.વ.૨૬) નામનો યુવાન આજે બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ માલઢોરને પાણી પીવડાવવા લઇ જતો હતો ત્યારે રસ્તામાં એક સિંહણ બે બચ્ચાં સાથે બેસી હતી અને યુવાનને આવતો જોઇ બચ્ચાની અસલામતીનો અહેસાસ થતાં સિંહણે આ યુવાન પર હુમલો કરી દેતાં તેના ડાબા હાથનાં ભાગે ઇજા પહોંચી હતી.

યુવાનની રાડારાડીથી આસપાસનાં લોકો દોડી આવી હોહા-દેકારો કરી મૂકતાં સિંહણ બચ્ચા સાથે નાસી ગઇ હતી. રમેશને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફત ઊના સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવનાં પગલે આરએફઓ બી.ટી.આહીર, ભરત અધ્વયું, મારૂભાઇ, લખમણભાઇ સહિતનાં સ્ટાફ સાથે દવાખાને પહોંચી જઇ ઘાયલ યુવાનની પચ્છા કરી હતી ફરજ પરનાં ડૉ. એલ.આર.ગોસ્વામીએ ત્વરીત સારવાર આપતાં યુવાનની સ્થિતી હાલ ભયમુકત હોવાનું જાણવા મળે છે.

- હુમલાનો બનાવ જંગલ વિસ્તારમાં બન્યો

છેલ્લાં ઘણાં સમયથી વન્ય પ્રાણીઓ ઉનાળામાં માનવ દર્શન કરવા જંગલથી બહાર આવી સીમ વિસ્તારોમાં લટાર મારવા નીકળી પડે છે. જ્યારે આ હુમલાનો બનાવ જંગલ વિસ્તારમાં જ બન્યો હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતુ.

માતાથી વિખૂટાં પડેલા દીપડાના બચ્ચાંનું પાંચ દિવસે મિલન થયું.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:29 AM [IST](04/05/2012)
- ડોળાસા નજીકથી બે માસમાં ૧૩ દીપડા પકડાયા

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે એક વાડીમાંથી પાંચ દિવસ પહેલાં એક દીપડાનું માતાથી વિખૂટું પડી ગયેલું બચ્ચું મળી આવ્યું હતું. પરંતુ તેની માતા મળી નહોતી. બાદમાં ગઇકાલે દીપડી પણ પાંજરે પુરાતાં માતાનું બચ્ચાં સાથે મિલન કરાવવામાં સફળતા મળી હતી.

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે દુલાભાઇ વરજાંગભાઇ રાઠોડની વાડીમાં ગત તા. ૨૬ એપ્રિલે એક દીપડાનું બચ્ચું નજરે ચઢયું હતું. તે માતાથી વિખૂટું પડી ગયું હતું. આથી વન્યપ્રાણી પ્રેમી બાલુભાઇ દાનાભાઇ રાઠોડને જાણ કરતાં તેમણે વનઅધિકારીઓને જાણ કરી હતી. અને વનવિભાગે બચ્ચાંનો કબ્જો મેળવી તા. ૨૮ એપ્રિલે બચ્ચાંને પાંજરામાં મૂકર્યું હતું. પરંતુ દીપડી પાંજરામાં નહોતી આવી.

આથી તેને બીજા દિવસે સાસણ સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે લવાયું હતું. દરમ્યાન તા. ૨ મેનાં રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે દીપડી પાંજરામાં આવી ગઇ હતી. આથી વનવિભાગનાં ભરવાડ, જાદવ અને બુધેચાએ દીપડીનું તેનાં બચ્ચાં સાથે મિલન કરાવ્યું હતું. ડોળાસા, અડવી, બોડીદર, પાંચ પીપળવા વિસ્તારની સીમમાં હજુયે દીપડાનો પડાવ હોવાનું ખેડૂતો જણાવે છે. જંગલ ખાતાનાં અધિકારીઓ પણ એકજ વિસ્તારમાં આટલા બધા દીપડા પકડાયા તેની સંખ્યા સામાન્ય કરતાં વધુ હોવાનું માને છે. ત્યારે છેલ્લા બે માસ દરમ્યાન અહીં ૧૩ દીપડા પાંજરે પુરાયાનું જાણવા મળ્યું છે. લોકોમાં સવાલ ઉઠ્યો છે કે આખરે આ વિસ્તારમાં દીપડા કેટલા છે ?

Wednesday, May 2, 2012

ગિરનાર ઉપર વનવિભાગનું ઓપરેશન ડીમોલીશન.


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 6:56 PM [IST](01/05/2012) 
 
-અંબાજીથી દત્તાત્રેય સુધીની ૩ નવી ગેરકાયદેસર દુકાનો દૂર કરાઇ

વનવિભાગે ગઇકાલે ગિરનારની સીડીની આસપાસ થઇ ગયેલાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. વનવિભાગની બે ટુકડીઓએ કુલ ૧૮ દુકાનોનું દબાણ દૂર કર્યું હતું.

ગિરનારનાં પગથિયાં આસપાસ થઇ ગયેલા ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે ગઇકાલે દક્ષિણ ડુંગર રેન્જનાં આર.એફ.ઓ. મારૂની આગેવાની હેઠળ વનવિભાગની બે ટુકડીઓ બનાવાઇ હતી. જેમાં એક ટુકડીએ તળેટીથી અંબાજી અને બીજી ટુકડીએ અંબાજીથી ગુરૂ દત્તાત્રેય સુધીની સીડી આસપાસનાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

જેમાં અંબાજી સુધીમાં ૧૦ દુકાનોએ કંતાનો બાંધીને વાળી લીધેલી વધારાની જગ્યા પરનાં દબાણો દૂર કર્યા હતા અને પાંચ નવી બનેલી દુકાનો દૂર કરી હતી. જ્યારે અંબાજીથી દત્તાત્રેય સુધીની ૩ નવી ગેરકાયદેસર દુકાનો દૂર કરાઇ હતી. તળેટીથી દત્તાત્રેય સુધીમાં કંતાનો બાંધીને કરાયેલા કુલ ૧૮ દબાણો આ રીતે દૂર કરાયાનું આર.એફ.ઓ. મારૂએ જણાવ્યું હતું.

નવ સિંહને જોવા ગ્રામ્યજનો ઉમટયા હતા : બે ગાયનું મારણ.


 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 12:37 AM [IST](02/05/2012)
- ઊનાના ખાપટ ગામે સિંહણે લોકો પાછળ દોટ મૂકી

ઊનાનાં ખાપટ ગામની સીમમાં નવ સિંહનાં ગૃપે ધામા નાંખ્યા હોય રાત્રિનાં સમયે આ સિંહપરિવારને જોવા ગ્રામ્યજનો ઉમટી પડ્યા હતા ત્યારે એક સિંહણે દોટ મૂકતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ગત રાત્રિનાં આ સિંહગૃપે બે ગાયનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી.

ઊનાનાં ખાપટ ગામની સીમમાં નવ સિંહનાં ગૃપે મુકામ કર્યો છે. ગત રાત્રિનાં આઠ વાગ્યાની આસપાસ આ સિંહપરિવારે બે ગાયનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી. આ મારણની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા રાત્રિનાં સમયે આ સિંહપરિવારને નિહાળવા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સમયે કોઇ ટીખળીએ અટકચાળો કરતાં એક સિંહણે વફિરી લોકોની પાછળ દોટ મૂકતાં નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની જાણ થતાં વન વિભાગનાં કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રથમ સિંહદર્શને ઉમટેલી માનવ મેદનીને કાબુમાં લેવા એકમાત્ર કર્મચારી ટૂંકો પડતા તેણે આરએફઓ બી.ટી. આહીરને વાકેફ કરતાં તેઓ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ લોકોનાં ટોળાને દૂર સુધી ખસેડી મૂક્યા હતા. તેમજ સિંહપરિવારને પણ જંગલ તરફ ખદેડી મૂકી ગાયનાં મારણને જીપમાં નાંખી જંગલ બોર્ડર નજીક મૂકી આવ્યા હતા. નવ નવ ડાલામથ્થા આવી ચડ્યાનો બનાવ ઊના પંથકમાં ચર્ચાનો વિષય બની રહ્યો હતો.

- સિંહપરિવારનો ત્રણ દિવસથી મુકામ

ઊનાથી પાંચ કિ.મી.નાં અંતરે આવેલા ખાપટ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી સિંહપરિવારે મૂકામ કર્યો છે. અહીંયા પાણી અને શિકાર આરામથી મળી રહેતો હોય સિંહપરિવાર હટવાનું નામ લેતા નથી. ત્યારે વન વિભાગ દ્વારા પણ રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવાય તેવી વન્યપ્રેમીઓમાંથી માંગણી ઉઠી છે.

એક પરદેશી ગિરનારનો ઇતિહાસ આલેખે છે!



May 01, 2012
વિગતવાર - ધીરુ પુરોહિત
ગિરનાર વિશે ઘણું લખાયું છે, લખાતું રહેશે, પણ કોઈ પરદેશી આવીને ગિરનારના પ્રેમમાં પડી જાય અને વળી પુસ્તક લખવા મંડી પડે તો? એવું જ થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાથી ૧૯૯૮માં પહેલી વખત ગિરનારની મુલાકાતે આવેલા ડો. જ્હોન વેનર ગિરનારના એવા તો પ્રેમમાં પડી ગયા કે હવે દર વર્ષે ગિરનાર આવે છે અને પાંચ તો પુસ્તકો લખી ચૂક્યા છે!
એવું ઘણી વખત બન્યું છે કે, આપણી ચીજનો પરિચય આપણને બહારની વ્યક્તિ દ્વારા થતો હોય છે. ગિરનારના કિસ્સામાં આવું જ બની રહ્યું છે. ગિરનાર વિશે આમ તો ઘણું લખાયું છે, પણ કોઈ પરદેશી આવીને ગિરનાર પર પાનાંઓ ભરી ભરીને લખે તો રોમાંચ થાય એ સ્વાભાવિક છે. ૧૪ વરસથી વારંવાર ગિરનાર આવીને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતા ડો. જ્હોન સંશોધન કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટના રિસર્ચ સાયન્ટિસ્ટ ડો.જ્હોન વેનર વર્ષ ૧૯૭૦માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. ૧૯૯૮માં તેઓ ભારત આવ્યા ત્યારે વળી તેઓ ગિરનાર સુધી લાંબા થયા. એ પ્રવાસે તેમના જીવનમાં ર્ટિંનગ પોઇન્ટ લાવી દીધો. તેઓ ગિરનારથી અંજાઈ ગયા અને ગિરનાર વિશે આપણને ભાગ્યે જ કલ્પના હોય એવાં તારણો શોધી લાવ્યા. તેમની પાસેથી જાણીએ તેમની આ ગિરનાર પરિક્રમા..
* ફરવાનાં સ્થળો તો ભારતમાં ઘણાં છે, ગિરનારમાં જ કેમ રસ પડયો?
પ્રથમ વખત જ્યારે ગિરનારનું ઋષિમુદ્રામાં ધ્યાનસ્થ દૃશ્ય જોયું. તેને જોઈને હું રીતસર સંમોહિત થઈ ચૂક્યો. ભારતભરમાં આવું ક્યાંય નથી. આ સ્થળ અમેઝિંગ છે. અહીંનાં અદ્ભુત સ્થળો જીવનની અનોખી અનુભૂતિ કરાવે છે.
* કેવી અનુભૂતિ?
ગિરનારના ગોરખનાથ શિખર ઉપર ઊભા રહીને નીચે જોતાં જ એક આખું ચક્ર જોવા મળે છે. જાણે કે વિષ્ણુ ચક્ર કે સુદર્શન ચક્ર હોય તેવી લાગણી અહીં થાય છે. ભારતભરમાં આવું ચક્ર રચાતું હોય તેવું કોઈ સ્થળ નથી. આ સ્થળ જાણે કે સ્વર્ગનું મધ્યબિંદુ છે. અહીં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આકાશમાં ધ્રુવના તારાની માફક ગિરનાર જાણે કે સ્વર્ગનું સેન્ટર પોઇન્ટ છે.
* ગિરનાર વિશે ક્યારથી પુસ્તક લખો છો?
થોડા સમય સુધી એમ જ મુલાકાતો લીધા બાદ ગિરનાર વિશે પુસ્તકો લખવાનું શરૂ કર્યું છે. છેલ્લાં છ વર્ષ જેટલા સમયથી મળે એટલી માહિતી એકત્ર કરીને ફોટોગ્રાફ્સ સાથે અત્યાર સુધીમાં આશરે ૧પ૦૦ પાનાંનાં પાંચ વોલ્યુમ લખી નાખ્યાં છે. જેમાં પુરાણ, ઇતિહાસ અને વર્તમાન વાયકાઓ ઉપરથી માહિતી મેળવીને સંકલિત કરવામાં આવી છે.
* ગિરનારનો અર્થ તમે શું કરો છો?
ગિરિ એટલે પર્વત. નર એટલે મનુષ્ય અને નારાયણ એટલે નરમાં સર્વોત્તમ. આ કારણથી ગિરનાર સૌથી ઉત્તમ છે. હજારો વર્ષો પહેલાં સોનરખ નદીના રસ્તે થઈને મનુષ્ય પહેલી વખત આ સ્થળે પ્રવેશ્યો હશે ત્યારે તેને અહીં આવી અનુભૂતિ થઈ હશે.
* લખેલાં પુસ્તકોનું શું કરશો?
ગિરનાર ઉપર લખાયેલાં પાંચેય પુસ્તકોમાંથી સમરી ઓફ સિગ્નિફિકાન્ટ પોઇન્ટ્સ કાઢીને એક પુસ્તક તૈયાર કરવું છે. આ પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાશે. જે અહીં આવતા વિદેશી સહિતના તમામ પ્રવાસીઓને ઉપયોગી થશે.
* હવે પછી શું આયોજન છે?
ગિરનાર વિશે રિસર્ચ કરતી વેળાએ તમામ ધર્મના સંતો અને અનેક લોકોને મળ્યો છું. જેમની પાસેથી મને ગિરનાર વિશે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી સહિતની ભાષાઓમાં સાહિત્ય મળ્યું છે. આ સાહિત્યને અંગ્રેજીમાં ટ્રાન્સ્લેટ કરાવીને ગિરનાર વિશે સચોટ અને ઊંડાણપૂર્વકની માહિતી તૈયાર કરવાની હજુ બાકી છે. જીવનપર્યંત હું ગિરનાર વિશેનું સંશોધન ચાલુ જ રાખીશ.
* આ સફરમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી?
કોઈ જ નહીં. અત્યાર સુધીમાં કોઈ સ્થળે સંઘર્ષ નથી કરવો પડયો! હકીકતમાં ક્યાંય કોઈ સમસ્યા જેવી વસ્તુ હોતી જ નથી. દરેક સમસ્યાનો હલ હોય છે. માટે સમસ્યા કરતાં તેના હલ વિશે વિચારવામાં આવે તો ક્યાંય સમસ્યા છે જ નહીં. 
* ૧૪ વર્ષના સંશોધનનો નિચોડ શું છે?
દોઢ દાયકા જેટલા સમયથી ગિરનાર ખુંદીને સંશોધન કરનાર ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે તેનો નિચોડ પાંચ વોલ્યુમ(પુસ્તક)માં અંકિત કર્યો છે. ત્યારે આ પુસ્તકમાં એવું તે શું છે? તે જાણવાની તાલાવેલી સ્વાભાવિક જ બધાને હોય. આ પુસ્તકોની આછેરી ઝલક કંઈક આ પ્રમાણે છે...
* ગિરનાર ક્ષેત્ર
* આ ક્ષેત્રની ઉત્પત્તિ
* સ્કંદ પુરાણનો ઉલ્લેખ
* વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ગિરનાર
* ધર્મની દૃષ્ટિએ ગિરનાર
* મહાકાવ્યોમાં આલેખાયેલો ગિરનાર
* ગિરનારના લોક મહોત્સવો
* બૌદ્ધ અને જૈન ધર્મ સાથે ગિરનારનો સંબંધ
* ગિરનારનો ભૂગોળ
* ગિરનારનું જીવશાસ્ત્ર
* ગિરનારનું વનસ્પતિશાસ્ત્ર
maitrijnd@gmail.com
Source: http://www.sandesh.com/article.aspx?newsid=53842

Tuesday, May 1, 2012

ગાયે વાઘને ચટાડી ધૂળ, આખરે ઘાયલ વાઘ મોતને ભેટ્યો!



કોઈમ્બતુંર 30, એપ્રિલ

તમને આ સમાચાર સાંભળવામાં નવાઈ પમાડે તેવાં લાગી શકે છે, પરંતુ આ વાત સાચી છે કે એક ગાયે વાઘને મારી નાંખ્યો છે. શુક્રવારની રાત્રે એક વાઘ ગાયોનાં વાડામાં ઘૂસી ગયો હતો, જ્યાં ગાયે વાઘને શિંગડાથી માર્યો હતો, અને તે વાઘનું શનિવારે મોત થયું હતું.

આ ઘટના તમિલનાડુનાં કોઈમ્બતુંરનાં વાલપરાઈમાં બની હતી. ચાની ખેતી કરતાં આ ગામમાં એક વ્યક્તિ જ્ઞાનશેખરને શુક્રવારે આ નજારો પોતાની સગી આંખે જોયો હતો. પહેલાં તો તે ડરી ગયો હતો, પરંતુ તેણે જોયું કે ગાય દ્રારા વારંવાર વાઘને શિંગડા મરાયાં હોવાથી તેનામાં ચાલવાની શકિત પણ રહી નહોતી. જો કે બાદમાં ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. બાદમાં વન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યાં હતા.

વન્ય અધિકારીઓએ પશુ ચિકિત્સકને બોલાવ્યાં હતાં. વાઘને બેભાનનું ઈંજેકશન આપી દવાખાને દાખલ કરાયો હતો, પરંતુ બાદમાં શનિવારે વાઘનું દવાખાનામાં મૃત્યુ થયું હતું.

જો કે ચિકિત્સકનાં જણાવ્યાં અનુસાર વાઘ પહેલેથી જ ઘાયલ હતો, જેથી તેને ગાયનાં શિંગડાની વધુ અસર થઈ હતી. વાઘ શિકારની શોધમાં ગાયના વાડામાં પહોંચી ગયો હતો. ગાયે પોતાના વાછરડાને બચાવવા માટે વાઘ પર પોતાના શિંગડાથી હુમલો કર્યો હતો. ચિકિત્સકનાં જણાવ્યાં પ્રમાણે વાઘની ઉંમર 10 વર્ષની હતી.

પાણી પીવા આવેલું સિંહ બાળ અવેડામાં પડ્યું.

Source: Bhaskar News, Una   |   Last Updated 1:58 AM [IST](30/04/2012)
 
પાણી ખાલી કરી સિંહબાળને વનવિભાગે બચાવી લીધું

ઊનાનાં ગીરગઢડા ગામનાં પાદરમાં પાણી પીવા આવેલ ૧૧ સિંહનાં ગૃપમાંથી એક બચ્ચું અવેડામાં પડી જતાં વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી સિંહબાળને બચાવી લીધું હતું.

જંગલબોર્ડર નજીક આવેલા ગીરગઢડા ગામનાં પાદરમાં આજે પરોઢીયે ૧૧સિંહનું ગૃપ આવી પહોંચ્યું હતું તેમાં આઠ તો સિંહબાળ હતા. આ સિંહ પરિવાર એક અવેડામાં પાણી પી પ્યાસ બુજાવતા હતા ત્યારે ગમ્મત કરતું એક ચાર માસનું બચ્ચું અકસ્માતે અવેડાનાં ઉંડા પાણીમાં પડી ગરક બની ગયું હતું.

આ દ્રશ્ય લાલજીભાઇ દુધાત નામનાં ગ્રામજને નિહાળતાં તેમણે જશાધાર રેનજનાં આરએફઓ બી.ટી.આહીરને જાણ કરતાં તેઓ રેસ્કયુટીમને લઇ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સમયે સિંહ પરિવાર નજીકમાં દુર લપાઇને બેસી ગયો હતો. રેસ્કયુટીમે સૌપ્રથમ અવેડાનું પાણી ખાલી કરાવી સિંહબાળને સલામત રીતે બહાર કાઢી પાંજરે પૂરી જશાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર અપાવ્યા બાદ સિંહોનાં ગૃપને શોધી કાઢી તેનાં પરિવાર સાથે મિલન પણ કરાવી દીધું હતું. આમ, વન વિભાગની વન્યપ્રાણીઓની માવજત પ્રત્યે ઉમદા કામગીરી જોવા મળી હતી.

૧૧ સિંહના ગ્રૂપને જોવા લોકો ઊમટી પડ્યા

ઊના પંથકનાં લોકોને ક્યારેય પણ જંગલમાં કે અન્ય જગ્યાએ સિંહદર્શન કરવા જવું પડતું નથી. બે દિવસ પહેલાં પણ ખાપટ ગામમાં નવ સિંહ પહોંચી ગયા હતા. ગીરગઢડાનાં ગ્રામ્યજનો ૧૧ સિંહના ગૃપને જોવા ઉમટી પડ્યા હતાં.

વિસાવદર પંથકમાં તોફાની વરસાદ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:41 AM [IST](27/04/2012)
 
- ભારે પવનથી અનેક વૃક્ષો, વીજપોલ ધરાશાયી : વીરપુર ગામે મકાનોનાં નળીયા ઉડ્યા : કેરીના પાકને વ્યાપક નુકસાન

વિસાવદર પંથકમાં આજે બપોર બાદ અચાનક ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતાં ઊનાળુ તથા કેરીનાં પાકને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. ભારે પવનથી ત્રણ વૃક્ષ પડી જવા સાથે મકાનોનાં નળીયા ઉડ્યા હતા. વિસાવદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા સાથે સાંજે ૫:૩૦ વાગ્યાની આસપાસ ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ શરૂ થતાં અને ૬:૧૫ કલાક સુધી એટલે કે પોણો કલાક મેઘાએ સટાસટી બોલાવતાં ખેતરોમાં પાણી વહી નિકળ્યા હતા.

તાલુકાનાં વીરપુર (શેખવા), ખંભાળીયા (ઓઝત) તથા આસપાસના ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદ અને પવનનાં કારણે આંબાનાં બગીચાઓમાં કેરીઓ ખરી પડતાં ભારે નુકશાન થયાનું જાણવા મળે છે. સીમ વિસ્તારોમાં ભારે પવનથી લીમડા, પીપળ, બાવળનાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ખંભાળીયા ગામે એક વીજ થાંભલો કડડભૂસ બન્યો હતો. વીરપુર ગામે ભારે પવનથી ચાર જેટલા મકાનોનાં નળીયા ઉડી ગયા હતા.

- અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાનું ગ્રામજનો કહે છે

વિસાવદરમાં અડધો ઇંચ જ્યારે વીરપુર, ખંભાળીયા સહિતનાં ગામોમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જ્યારે ફલ્ડ કંટ્રોલમાં ૫ મીમી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. મામલતદાર કચેરી ખાતે રેઇન ગેઇજ મીટર મુકાયેલ ન હોવાથી વરસાદનો સાચો આંકડો જાણવા મળી શક્યો ન હતો.

અમરેલીમાં સિંહ-દીપડાએ સાત માણસોનો ભોગ લીધો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:06 AM [IST](23/04/2012)
 
જંગલ બહાર વસતા સિંહ-દીપડા માણસનું લોહી ચાખી ગયા છે

ગીર કાંઠાનો અમરેલી જિલ્લા વન્ય પ્રાણીઓના આતંકથી ત્રસ્ત છે ગીર જંગલ ટુંકુ પડતા મોટી સંખ્યામાં સાવજો અને દીપડા જંગલ બહાર નીકળી ગયા છે. આ ખૂંખાર વન્યપ્રાણીઓનો અવાર-નવાર માણસ સાથે સામનો થઇ જાય છે. સિંહ દીપડા અવાર-નવાર માણસ પર હુમલો પણ કરી બેસે છે જે ક્યારેક જીવલેણ સાબીત થાય છે. પાછલા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં સિંહ દ્વારા બે યુવાનને મારી નખાયા છે. જ્યારે દીપડા દ્વારા પાંચ માણસોને મારી નાખવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં સાવજ દીપડા જેવા હિંસક વન્યપ્રાણી અને માણસો સાથે રેહવા મજબુર બન્યા છે. આ હિંસકપ્રાણી માટે જંગલમાં હવે કોઇ જગ્યા નથી જેથી ફરજીયાત તેઓ આ જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પોતાનું નવુ ઘર બનાવતા જાય છે. જ્યાં સુધી માણસ અને સિંહ-દીપડા વચ્ચે ટક્કર ન થાય ત્યાં સુધી કશો વાંધો આવતો નથી પરંતુ જેવી ટક્કર થાય તે સાથે જ સિંહ અને દીપડાનો હાથ ઉપર રહે છે.

વાડી ખેતરોમાં કામ કરતા કે રસ્તે પસાર થતાં લોકોનો વારંવાર આ પ્રાણીઓ સાથે સામનો થઇ જાય છે. ક્યારેક આ પ્રાણીઓ શિકારની શોધમાં ગામડાઓમાં પણ આવી ચડે છે. પાછલા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં સાવજોએ બે તથા દીપડાએ પાંચ અને સાત માણસને મારી નાખી હાહાકાર મચાવી દીધો છે. જેમાં ત્રણ ઘટનાતો પાછલા પકવાડીયામાં જ બની છે.

એકાદ વર્ષ પહેલા ગીરપૂર્વની સરસીયા રેન્જમાં બગસરા તાલુકાનાં પાદર ગઢ ગામેની સીમમાં સાવજો કાઠી આઘેડ પર હુમલો કર્યા બાદ રાજકોટ દવાખાને તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતું. સિંહ દ્વારા માણસનાં બીજા શિકારની ઘટનાં ચાર દિવસ પહેલા જાફરાબાદ તાલુકાનાં ધોળાદ્રી ગામની સીમમાં બની હતી.

જ્યાં એક સિંહણે રામભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાન પર હુમલો કરી તેના પાંચ ટુકડા કરી નાખ્યા હતા. એક વર્ષમાં દીપડાએ આ વિસ્તારમાં પાંચ માણસોને ફાડી ખાધા હતા. છ માસ પહેલા નાગેચીની સીમમાં ખેત મજુરની એક બાળકીને દીપડાએ ઉપાડી જઇ ફાડી ખાધી હતી. થોડા મહિના અગાઉ સરસીયા રેન્જમાં આવેલા ભરડ ગામની સીમમાં દિવસ દરમિયાન દીપડાએ બાળકને ફાડી ખાધી બાદ સંતોકબેન (ઉ.વ.૬૦) નામના વૃધ્ધાને દીપડાએ ફાડી ખાધા હતા.

સિંહ દીપડા અહીંથી ક્યાંય જવાના નથી તેમ માણસ પણ અહીંથી કપાંટા જવાના નથી. આ પ્રકરણની ટકક્ર ટાળવા માણસે જ તેની જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે.

સિંહ-દીપડા દ્વારા ઇજાની ઘટના પણ વધી

અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાની સંખ્યા વધવાની સાથે સાથે સિંહ-દીપડા દ્વારા માણસને ઇજા પહોંચાડવાની ઘટના પણ વધી પડી છે. આ પ્રકારના મોટા ભાગનાં હુમલાની ઘટનાં સીમ વિસ્તારમાં બને છે. ક્યારેક યારેક ગામડામાં પણ ઘુસી આવી સિંહ દીપડા માણસોને ઘાયલ કરે છે. જો કે, સિંહ દ્વારા મોટા ભાગનાં હુમલામાં તેનો ઇરાદો શિકારનો નથી હોતો.

દિપડાનો કોળિયો બનેલી બાળકીના પરિવારને દોઢ લાખની સહાય.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:57 AM [IST](23/04/2012)
 
ધારીના લાઇપરાની સીમમાં બે દિવસ પહેલા એક ખેત મજુર દેવીપુજકની આઠ વર્ષની બાળકીને દિપડાએ ઉપાડી જઇ ફાડી ખાધા બાદ વનવિભાગ દ્વારા ગઇકાલે આ દેવીપુજક પરિવારને સરકારી ધારાધોરણ મુજબ R દોઢ લાખના વળતરનો ચેક ચુકવી દેવામાં આવ્યો હતો.

વન્યપ્રાણી દ્રારા કોઇ માણસનો શિકાર કરવામાં આવે તો સરકાર દ્રારા પિડીત પરિવારને R દોઢ લાખનુ વળતર ચુકવવામાં આવે છે. વળી આ સહાય તાબડતોબ ચુકવવાનો હુકમ હોય વનવિભાગ દ્રારા ધારીના દેવીપુજક પરિવારને ગઇકાલે દોઢ લાખની સહાયનો ચેક ચુકવી દેવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલા ધારીના લાઇનપરાની સીમમાં રહેતા ડાયાભાઇ વેલજીભાઇ દેવીપુજકની આઠ વર્ષની પુત્રી સેજલને વહેલી સવારે ઝુંપડામાંથી દપિડો ઉપાડી ગયો હતો. અને કાટમાં લઇ જઇ આ બાળાને ફાડી ખાધી હતી. વનવિભાગના સ્ટાફે બાળાનુ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવારને વળતર ચુકવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગ દ્રારા ચોવીસ કલાકમાં જ બાળાના પરિવારને દોઢ લાખનુ વળતર ચુકવાયુ હતુ.

બીજી તરફ ધારીના કરમદડીની સીમમાં પણ ગઇકાલે દિપડાએ વૃધ્ધાને ફાડી ખાધા હોય વનવિભાગ દ્રારા આ વૃધ્ધાના ચારેય પુત્રોનો સંપર્ક સાધી વળતર ચુકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.