ધારીના સખપુર અને ખીચામાં ગાય અને ભેંસના મારણ કરતા વનરાજો.
ધારી તા.૨૬
,
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. અને વનરાજો દિવસ
દરમિયાન આરામ ફરમાવી રાતના શિકારની શોધમાં નીકળી પડે છે. જેના કારણે વાડીએ
બાંધેલા પશુઓ સાવજોનો કોળીયો બની જાય છે.
- અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવી લોકોને સિંહદર્શનનો લાભ આપે છે
તાલુકાના સખપુર અને ખીચામાં ગાય તેમજ ભેંસના મારણ કરી જતાં
પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારમાં અનેક વાર સિંહો
ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે જેના કારણે અનાયાસે લોકોને સિંહદર્શનનો લાભ
મળી જાય છે. ગઈ કાલે ધારી તાલુકાના સખપુર ગામે રાતે અગિયાર વાગ્યે આવી
ચડેલા એક વનરાજે ગામમાં લટાર મારી બાદ ગામની વચ્ચોવચ્ચ આવેલી સીતારામ પાન
હાઉસ નામની દુકાન પાસે બેઠેલી એક રેઢિયાળ ગાય પર હુમલો કરી ગાયનું મારણ કરી
નાંખ્યુ હતુ. અને સવારના ચાર વાગ્યા સુધી આ વનરાજ ગામમાં રોકાયો હતો. જેને
જોવા ગામના લોકોએ આખી રાત જાગરણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ ગામ જંગલથી
માત્ર એક કિલોમિટરના નજીકના જ અંતરે આવ્યું છે. આવી જ રીતે ખીચા ગામે ત્રણ
સિંહો મોડી રાતે આવી ચડયા હતા. અને ગામની નજીકમાં જ આવેલી બાલાભાઈ બુહાની
વાડીએ બાંધેલી ભેંસ પર તરાપ મારી મોતને ઘાટ ઉતારી ત્રણે ય સિંહોએ મારણની
મિજબાની માણી હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=59685
No comments:
Post a Comment