લીલિયા,તા,ર૧:
સિંહો આમ તો દિવસ આખો આળસુની જેમ આરામ કરતા પડયા રહે છે. હકીકતમાં
સિંહો આળસુ નથી. સાંજ પડતા તેની ગતિવિધિ શરૂ થઈ જાય છે. કારણ કે પાણીની
શોધ અને ટેરીટરીની રક્ષા માટે સિંહો રાતભર ચાલતા રહે છે. દસ બાર કિમી આમ જ
ચાલી નાખે છે. કેટલાક સિંહો તો રપથી૩૦ કિમી સુધી ચાલી નાખતા હોવાનું
નોંધાયું છે. લીલિયા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહો એક રાતમાં એક
છેડાથી બીજા છેડે પહોંચી જાય છે. આમ ગીરના સિંહો ખુબ ચાલે છે. દિવસે બાવળની
કાંટમાં આરામ કરતા સિંહોને કોઈ જુએ તો તેને આળસુ માનવાની ભુલ કરી લોકો પણ
સાંજ પડતા તેની સફર શરૂ થાય છે.- શિકાર, પાણી, ટેરીટરીની રક્ષા માટે સતત પ્રવાસ કરતા વનરાજો
પોતાની ટેરીટરીમાં બીજો કોઈ સાવજ ઘુસી ન જાય તે માટે સતત તકેદારી રાખવી પડે છે. જેના માટે સાવજો ટેરીટરીની બોર્ડર સતત ફરતા રહે છે. પોતાના પેશાબની ગંધ છોડી બોર્ડર બાંધતા રહે છે. લીલીયા પંથકમાં વસતા સિંહો એક રાતમાં દસથી બાર કિમી ચાલી નાખે છે.
No comments:
Post a Comment