Source: Arun Veghda, Dhari | Last Updated 12:03 AM [IST](30/06/2012)
ધારી ગીર પૂર્વની જશાધાર રેન્જનાં વિસ્તારમાં એક બિમાર સિંહણ દર્દથી
કણસતી હોવાનું ડીએફઓને માલુમ પડતાં રેસ્કયુ ટીમ દ્વારા થોડા સમય પૂર્વે આ
સિંહણને પાંજરે પુરી વેટરનરી તપાસ કરાવતા તેની પૂંછડીના ભાગે ગેગરીન થયો
હોવાનું જણાતા વેટરનરી તબીબે પૂંછડીના ભાગનું સફળ ઓપરેશન કર્યા બાદ આ
સિંહણને જંગલમાં વિહરતી કરાઈ છે.ધારી ગીર પૂર્વની જશાધાર રેન્જનાં ડીએફઓ અંશુમન શર્મા ખૂણે ખૂણે પેટ્રોલીંગ કરી વન્ય પ્રાણીની વેદના પણ સમજી રહ્યાં છે. થોડા સમય પૂર્વે ટીકરીયા બીટમાં આવેલા મેલડીઆઈના કુટીયા પાસે એક સિંહણ બિમાર હોવાનું અને કણસતી હોવાનું તેઓને જાણ થતા વનવિભાગની રેસ્કયુ ટીમ દ્વારા આ સિંહણને પાંજરે પુરી હતી. ત્યાર બાદ સ્ટાફના વેટરનરી તબીબ ડો.હિતેશ વામજાને આ સિંહણની બિમારી બતાવતા તેની પૂંછડીના ભાગે ગેગરીન થયો હોવાનું બહાર આવ્યું હતું.
બે થી ત્રણ વર્ષની આ સિંહણને આ દર્દથી ભારે મુશ્કેલી વધી હતી અને જીવનું પણ જોખમ ઉભુ થયું હોવાની સંભાવના દેખાતા ડીએફઓની સુચનાથી ડો.વામજાએ આખરે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત આ સિંહણના પૂંછડાને કાપી સડો દૂર કરી આ અંગેનું સફળ ઓપરેશન પૂર્ણ કરી સતત સારવાર ચાલુ રાખી હતી.
તબીબે સિંહણને ઈન્ફેકશન ન થાય અને ઝડપી પૂંછડીમાં રૂજ આવે તે માટે ત્રણ માસ સુધીની ટીટમેન્ટનાં અંતે એક સપ્તાહ પૂર્વે આખરે વનવિભાગનાં આ સ્ટાફે જાંબુડી બીટમાં કુડીયા જંગલના ભાગે તેના ગ્રુપ સાથે સિંહણને મુક્ત કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડો.હિતેશ વામજા, રેસ્કયુટીમના પ્રતાપભાઈ ખુમાણ, ધીરૂભાઈ ખુમાણ, માનસિંગભાઈ ખુમાણ, અમીનભાઈ ઠાકર, જીતુભાઈ ચાવડા સહિત રહ્યાં હતા.
બેકટરીયલ ઈન્ફેકશન સિંહણને થયું હતું
વેટરનરી તબીબે આ ઓપરેશન અંગે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીને આવી ગેગરીન (સડો) બેકટરીયલ ઈન્ફેકશનના કારણે થાય છે આ સિંહણને પણ આવું જ બન્યું હતું.
No comments:
Post a Comment