ખાંભા, તા.૧૬
ખાંભા પંથકમાં ખેડૂતોએ ઉગાડલા મહામુલા પાકનો જંગલી ભૂંડ અને
નિયગાયોના ટોળા સફાયો કરી રહ્યાં હોય ખેડુતોની સ્થિતિ પડયા પર પાટું જેવી
થઈ છે.હાલ વરસાદ ખેંચાયો હોયખેડૂતો પાક બચાવવા મથી રહ્યાં છે ત્યારે આ
જંગલી પ્રાણીઓ ખેડુતોની મહેનત પર પાણી ફેરવી રહ્યાં છે.- વરસાદ ખેંચાયો છે ત્યારેખેડૂતોની પડયા પર પાટું જેવી સ્થિતિ
આ પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા ખેડૂતો રાત દિવસ રખોપું કરી રહ્યાં છે, પરંતુ ગમે ત્યારે રોજ-ભુંડના ટાળા ત્રાટકે છે અને પાકનો કચ્ચરઘાણ વાળી દે છે.આ ઉપરાંત કપાસનું બિયારણ વાવી દીધેલ છે તેને પણ ભુંડના ટોળા ખાઈ જતાં હોય હજારો રૂપિયાનું બિયારણ ફરીથી વાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.આ અંગે સરકાર દ્વારા પગલાં લેવાય તેવી માગણી ઉઠી છે.
No comments:
Post a Comment