અમરેલી, તા.૧૧
ધારીના ગીર દૂધાળા પાસેથી તુલસીશ્યામ મંદિર સુધીના મધ્યગીરમાંથી
પસાર થતાં માર્ગ કુદરતના અલૌકિક સૌદર્યની ઝાંખી કરાવી રહ્યો છે.આ માર્ગ
પરથી પસાર થનારને કુદરતી સૌદર્યની સાથો સાથ કુદરતી રીતે વિહરતા
વન્યપ્રાણીઓને નિહાળી મન નાચી ઉઠે છે.- કુદરતી રીતે વિહરતા વન્યપ્રાણીઓને નિહાળવાનો લ્હાવો પણ અનેરો હોય છે
આ રસ્તાની વિશેષતા એ છે કે, ટ્રેકિંગ સાથે એડવેન્ચર વીથ બાઈકીંગ ટ્રેક પણ સાબીત થઈ શકે છે.આખા માર્ગ પર રસ્તાઓની આંટીઘુંટી તેમજ વન વિભાગની ચેક પોસ્ટ પાસેથી સિંગલ પટ્ટીનો પેવર રોડ પ૦૦ મીટરના અંતર પર જબરજસ્ત વળાંક અને પહોળી વિસ્તારો મન મોહી લે છે.આ માર્ગ પર યુવાનો ધૂમ સ્ટાઈલ બાઈક ચલાવવાનો આંનદ લુંટી શકે છે.વન વિભાગનો વિસ્તાર હોવાથી વન્ય પ્રાણીઓની સલામતી માટે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓનું નિયમિત પેટ્રોલીંગ પણ રહે છે.થોડા થોડા અંતરે સ્પીડબ્રેકરો જરૂર વાહનચાલકોને પરેશાન કરે છે, પરંતુ તે જરૂરી છે.
No comments:
Post a Comment