Source: Bhaskar News, Amreli | Last Updated 12:12 AM [IST](07/07/2012)
- અજગરને મીતીયાળાના અભ્યારણ્યમાં સલામત મુકત કરાયોસાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં એક પટેલ ખેડૂતની વાડીના કુવામાં ગતરાત્રે અજગર પડી જતા વન વિભાગ તથા સાવરકુંડલાના સર્પ સંરક્ષણ મંડળના સભ્યોએ ભારે મહેનતના અંતે આ અજગરને સલામત રીતે કુવામાંથી બહાર કાઢ્યો હતો અને જંગલમાં મુકત કર્યો હતો.
સાવરકુંડલાના અભરામપરા તથા આસપાસના વિસ્તારમાં અવાર નવાર અજગર જોવા મળે છે. જો કે ગત રાત્રે તો એક અજગર અહિંના રામભાઇ નસીત નામના પટેલ ખેડૂતની વાડીના ૬૦ ફુડ ઉંડા કુવામાં ખાબકયો હતો. આજે સવારે જ્યારે તેઓ કુવામાંથી પાણી ઉલેચવા માટે ગયા ત્યારે તેમાં અજગર પડયો હોવાની જાણ થતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. સાવરકુંડલાના વન વિભાગના સ્ટાફ ઉપરાંત અહિંના સર્પ સંરક્ષણ મંડળના હનુમાન પાંડે, રાહુલભાઇ, મહેબુબભાઇ જાદવ વગેરે અભરામપરાની સીમમાં દોડી ગયા હતાં.
અને ત્રણ કલાકની લાંબી જહેમતના પગલે કુવામાંથી આ અજગરને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ ફુટ લાંબા અને ૩૫ કીલો વજન ધરાવતા આ અજગરને બાદમાં વન વિભાગ દ્વારા મીતીયાળાના જંગલમાં બંધીયાળ તળાવમાં મુકત કરવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment