ધારી,તા,ર૪ :
ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સરંક્ષણ અન્વયે
ખેડૂતોના કૂવા પર રૂ. ૩.પ૪ લાખના ખર્ચે ૪૬ પારાપીટ વોલ બાંધવામાં આવી છે.
તેમજ કુલ ર૬ ચેકડેમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.- ખેડૂતોના પાકના રક્ષણ માટે ખેતર ફરતે ફેન્સીંગનું નિર્માણ
અમરેલી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કુલ પ,૩૯,પ૮ હેકટરમાં રોપા વાવેતરની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રોપા, સુર્યકુકર, સગડી, ચુલા, સોલાર ફાનસનું વિતરણ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં ત્રણ વનકૂટિરનું બાંધકામ અને વન્યપ્રાણી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ૪૩ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. રર૧ લાભાર્થીઓને રોપા ઉછેર માટે રૂ. સવા બે લાખની રકમ ચુકવાઈ છે.
No comments:
Post a Comment