Friday, May 31, 2019

કોડીનાર-અમરેલી હાઇવે પર 10 ફૂટની મગર આવી ચઢી, દિલધડક રેસ્ક્યૂ કરાયું

 Divyabhaskar.com
May 15, 2019, 03:11 PM IST

  • 1 મહિનામાં કોડીનાર પંથકમાંથી વનવિભાગે 7 મગરને પકડી
  • વનવિભાગને રેસ્ક્યૂ કરતી વખતે મધમાખીઓએ ડંખ દીધા
     
    જૂનાગઢ
    :ગિર-સોમનાથનાં કોડીનાર-અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોણાજ ગામ પાસે વહેલી સવારે 10 ફૂટ લાંબી મગર રોડ પર આવી ચઢી હતી. મહાકાય મગરને જોઇ હાઇવે પર અફડાતફડી મચી ગઇ હતી. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. આખરે મગર રોડ પાસેની ઝાડીમાં ઘૂસી જતાં વન વિભાગને જાણ કરાઇ હતી. જેથી જામવાળા વન વિભાગની ટીમે મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

8 ફોરેસ્ટ કર્મીએ મગરનું રેસ્ક્યૂ કર્યુ:જામવાળા અને કોડીનાર વન વિભાગની ટીમના 8 ફોરેસ્ટ કર્મીઓ દ્વારા મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. જોકે, જે સ્થળે મગર હતી ત્યાં મધપૂડો હોવાનાં કારણે વન કર્મીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા. જેને લીધે રેસ્ક્યૂમાં પણ અનેક વખત અવરોધ ઉભો થયો હતો. જેને લઇ રેસ્ક્યૂ દોઢ કલાક સુધી ચાલ્યું હતું. જોકે, આખરે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. દરમ્યાન ગઈકાલે રોણાજ પાસેના ઇચવડ ગામે પણ 3 ફૂટ લાંબી મગર ખેડૂતના પશુ બાંધવાના મકાનમાં ઘૂસી ગઇ હતી. તેનું પણ રેસ્ક્યૂ કરાયું હતું. જોકે, એ મગર રેસ્ક્યૂ ટીમને હાથતાળી આપી પાણી ભરેલા શેરડીના વાડમાં ઘુસી જતાં તેનું બીજી વખત રેસ્ક્યૂ કરાયું હતું. વન કર્મચારીઓના કહેવું મુજબ, પાણી ભરેલા શેરડીના વાડમાં મગર ઘુસી જતાં તેની તાકાત બમણી થઈ જાય છે. 8 ફોરેસ્ટ કર્મીઓએ રેસ્કયૂ હાથ ધર્યુ હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/a-10-foot-crocodile-on-the-kodinar-amreli-highway-has-come-to-this-rescue-dilkad-is-rescued-1557897432.html

No comments: