DivyaBhaskar News Network
May 27, 2019, 07:20 AM ISTગીરના વન્યપ્રાણીઅોને ગ્રામ્ય વિસ્તારોમાં સહેલાઇથી શિકાર મળી રહે તે માટે અા વિસ્તારમાં અાવી ચડતા હોય છે. ત્યારે વરસીંગપુર રોડ પર છેલ્લા ઘણા સમયથી દીપડાના અાંટાફેરાથી લોકોમાં ભય ફેલાતા અા વિસ્તારમાં વનવિભાગ દ્વારા પાંજરૂ મુકતા દીપડો પાંજરે પુરાયો હતો. ઊનાથી વરસીંગપુર ગામ તરફ જતાં રસ્તા પર આવેલ ખારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની રંજાડ હોવાથી આ વિસ્તારના ખેડૂતો તેમજ રહેણાક લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. જ્યારે આ વિસ્તારના લોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવેલ હતું. અને ગતરાત્રીના આ વિસ્તારમાં શિકારની શોધમાં નિકળેલો દીપડો શિકારની લાલચમાં શિકાર સાથે પાંજરે પુરાઇ ગયો હતો. અને વનવિભાગનો સ્ટાફ દોડી જઇ દીપડાને પાંજરા સાથે જશાધાર એનીમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ હતો. આમ ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શિકારની લાલચમાં પાજરમાં કેદ. - તસ્વીર : જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-panther-culminates-in-the-winters-from-the-saline-area-072016-4634790-NOR.html
No comments:
Post a Comment