DivyaBhaskar News Network
May 12, 2019, 05:51 AM ISTગિરનાર જંગલમાં અનેક ચંદનના વૃક્ષો આવેલા છે. કિંમતી ચંદનની ચોરી પણ મોટે પાયે થઇ રહી છે. ગિરનાર જંગલમાંથી અનેક વખત ચંદનના વૃક્ષો કપાયા છે ત્યારે ફરી આ વિસ્તારમાં ચંદન ચોર ગેંગ સક્રિય થઇ છે અને 12 જેટલા ચંદનના વૃક્ષ કાપ્યા હોવાનુ બહાર આવ્યું છે. વન વિભાગ દ્વારા ફેરણાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ ઉપર ચાલતી હોય તેવુ લાગી રહ્યું છે.
અમરેલી જિલ્લાના જંગલમાં છેલ્લા કેટલાય સમયથી ચંદનના વૃક્ષો કપાઇ રહ્યા છે પરંતુ ચંદન કાપનાર ગેંગ વન વિભાગના હાથમાં આવતી નથી. ત્યારે ચંદન ચોર ગેંગે ગીરનાર જંગલને પણ હવે નિશાન બનાવ્યું છે. ગિરનાર જંગલમાં અનેક ચંદનના કિંમતી વૃક્ષો આવેલા છે જેનુ આયુષ્ય પણ ઘણુ મોટુ છે. પરીપક્વ થયેલા ચંદનના વૃક્ષોની ચોરી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તાજેતરમાં જ ફરી ડુંગરપુર રાઉન્ડની ડેડકણી બીટમાં ચંદનના વૃક્ષો કપાયા હોવાનું બહાર આવ્યું છે.
આ વિસ્તારમાંથી બાર જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે. આ ઘટનાને લઇ વન વિભાગે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઇ જ કડી મળી નથી. વન વિભાગ દ્વારા જંગલમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે છતા પણ બેફામ રીતે ચંદન ચોરીની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાયત્રી મંદીર, રૂપાયતન, ગિરનાર સીડી સહિતના વિસ્તારોમાંથી ચંદનના વૃક્ષો કપાયા હતા.
વૃક્ષમાં એક ઘા મારી રાહ જુએ છે
ચંદન ચોર ગેંગ મોટાભાગે કરવત અથવા લોખંડના વાયરથી ચંદનના વૃક્ષને કાપે છે તેમજ ઘણી વખત વૃક્ષમાં અેક ઘા મારી થોડો સમય રાહ જુએ છે બાદ બીજો ઘા મારે છે. જેથી કરીને કોઇને ધ્યાનમાં ન આવે કે વૃક્ષનુ કટીંગ કરે છે.
વૃક્ષના એક-દોઢ ફુટના કટકા કરી લઇ જાય છે
તસ્કરો સ્થળ ઉપર વૃક્ષનુ કટીંગ કરે છે બાદ વૃક્ષના એક થી દોઢ ફૂટના નાના નાના કટકા કરે છે. બાદ મોટીબેગમાં રાખી લઇ જાય છે જેને કારણે પ્રથમ દ્રષ્ટીએ કોઇને શંકા જતી નથી.
ચંદનના વૃક્ષનો અંદરનો પીળો ભાગ જ કિંમતી હોય છે
ચંદનના સમગ્ર વૃક્ષનુ મહત્વ હોતુ નથી પરંતુ વૃક્ષની અંદર રહેલો પીળો ભાગ કિંમતી હોય છે. ચંદન ચોર આ પીળા ભાગને જ લઇ જાય છે. બજારમાં તેની કિંમતી રૂ.8 હજારથી વધુ હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-12-trees-of-chandan-were-cut-from-the-girnar-forest-055110-4533325-NOR.html
No comments:
Post a Comment