DivyaBhaskar News Network
May 09, 2019, 05:51 AM ISTલીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. આ વિસ્તારમા વન્યપ્રાણીઓની વસતિ પણ મોટી છે જેને પગલે સાવજો મોટેભાગે આ વન્યપ્રાણીઓનો શિકાર કરતા હોય છે. સાથે સાથે અવારનવાર માલધારીઓના ઉપયોગી પશુઓનો પણ શિકાર કરે છે. આવી એક ઘટના ગઇરાત્રે લીલીયાની સીમમા બની હતી. અહીના વસંતદીદીના આશ્રમ નજીક મગનભાઇ શિંગાળાની વાડી આવેલી છે. જયાં લીલીયાના ઓઘડભાઇ વશરામભાઇ ભરવાડની માલિકીના ઘેટા રાતવાસો કરવા રોકાયા હતા. રાત્રીના સમયે શિકારની શોધમા નીકળેલા ચાર સાવજો વાડીમા આવી ચડયા હતા અને જોતજોતામા ચાર ઘેટાનુ મારણ કર્યુ હતુ. જો કે સાવજો એક ઘેટાને ઢસડીને દુર સુધી પોતાની સાથે લઇ ગયા હતા. જયારે ત્રણ ઘેટાના મૃતદેહ વાડીમા જ પડયા હતા. સ્થાનિક ફોરેસ્ટર ખાંભલાએ જણાવ્યું હતુ કે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-4-lashes-took-place-in-lilia39s-garden-on-thursday-055059-4511790-NOR.html
No comments:
Post a Comment