DivyaBhaskar News Network
May 11, 2019, 05:50 AM ISTસિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યાની આ ઘટના ખાંભા તાલુકાના ભાવરડી રાણીંગપરા વચ્ચે બની હતી. લાયન નેચર ફાઉન્ડેશનને આ અંગે જાણ થતા તેના દ્વારા વનતંત્રને જાણ કરવામા આવી હતી. સામાન્ય રીતે ગર્ભવતી સિંહણ બે-ત્રણ કે કયારેક ચાર બચ્ચાને જન્મ આપતી હોય છે. અને જવલ્લે જ પાંચ બચ્ચાને પણ જન્મ આપે છે. ભુતકાળમા લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતની ઘટનાથી સાવજોની એક મોટી ઘટ પડી હતી. આ દરમિયાન જો એકસાથે પાંચ બચ્ચાને સિંહણે જન્મ આપ્યો હોય તો તે ઘણી મોટી વાત છે.
બનાવ અંગે એસીએફ નિકુંજ પરમારે જણાવ્યું હતુ કે આ વિસ્તારમા કોઇ સિંહણે બચ્ચા આપ્યા હોવાનુ હજુ સુધી અમારા ધ્યાનમા નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion-gave-birth-to-5-cubs-between-khanchha-bhavadi-and-raningpara-055042-4526346-NOR.html
No comments:
Post a Comment