Thursday, March 18, 2010

ચકલીઓ બચાવવા શાળા મેદાને.

Thursday, Mar 18th, 2010, 2:20 am [IST]
Milap Ramprasadi, Junagadhi

હાલ બદલાતા જતા વાતાવરણનાં કારણે ચકલીઓ અને અન્ય પક્ષીઓ ઓછા જૉવા મળી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં ચકલીઓ માટેના માળા ઉપલબ્ધ કરાવી સંરક્ષણ આપવા પ્રયાસો થઈ રહ્યાં છે.

જેના અનુસંધાને જૂનાગઢનાં ટીંબાવાડીમાં આવેલી એક શાળા ખાતે આગામી ૨૦ માર્ચના પ્રથમ વિશ્વ ચકલી દિવસ ઉજવાશે. આ કાર્યક્રમ નિમીતે પક્ષીઓના ખોરાક અને માળાના સ્થાનની જાણકારી બાબતના વ્યાખ્યાન અને ચર્ચા સભાનું આયોજન કરાયું છે.ચકલીઓ માટેના માળા ઉપલબ્ધ કરાવી ચકલીઓને સંરક્ષણ આપવાના પ્રયાસો થઈ રહ્યાં છે. તેના અનુસંધાને બોમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટી અને જૂનાગઢ કરૂણા ઈન્ટરનેશનલ કેન્દ્ર અને અન્ય પર્યાવરણીય સંસ્થાઓ દ્વારા આગામી ૨૦ માર્ચના પ્રથમ વિશ્વ ચકલી દિવસ ઉજવાશે. ચકલી દિવસ નિમીતે ટીંબાવાડી પ્રમુખનગર ખાતે આવેલા કષ્ણ વિધામંદિરમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમાં પક્ષીઘર બનાવવાની કાર્યશાળા, પક્ષી મિત્રોનું સંગ્રહ, પક્ષી સીડીનું નિદર્શન, પક્ષીના માળા માટેની જરૂરિયાત પર વાર્તાલાપ તેના ખોરાક પર જાણકારી અને માહિતી પક્ષીની અગત્યતા અને પક્ષી આપણાં મિત્રો પર નિબંધ સ્પર્ધા, પક્ષી અને પર્યાવરણ પર ચર્ચા સ્પર્ધા, પક્ષી પરના ગીતો સંગ્રહ અને પક્ષી ઓળખ માટે પ્રકતિ ભ્રમણ સહિતનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે કરૂણા ઈન્ટરનેશનલના રમેશભાઈ પંડયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, ચકલીઓ માટે સંરક્ષણ માટે માળાઓની સગવડ આપવીએ આપણા માનવીય અભિગમનું ઘાતક છે અને આપણો પ્રાકતિક વારસો છે. તેમજ જીવદયા સાથે ઉપકારક કામ છે. જેથી પક્ષીઘર બનાવવાના વર્કશોપ અને પક્ષીઓના ઘર ,ખોરાકની જાણકારી અંગેના વ્યાખ્યાન ચર્ચા સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મનુષ્યની મિત્ર ચકલીઓને બચાવીયે
- ચકલીઓ મનુષ્યની મિત્ર ગણાઈ છે. આ પક્ષી પોતાનો માળો પણ મનુષ્ય વસાહતોની નજીક જ બાંધે છે.
- વિજ્ઞાનિઓનું માનવું છે કે આ ચકલી જન્મ પછી પંદર દિવસ સુધી ફકત જીવ
-જંતુનો ખોરાક લે છે અને ગ્લોબલ વોર્મિગને કારણે તેનો આ ખોરાક છીનવાઈ ગયો છે, જેથી તેનું મૃત્યુ થાય છે.
- અભ્યાસમાં એવું જણાયું છે કે ચકલી સતત ૧૩ વર્ષ સુધી જીવે છે.
- ચકલીઓનો મુખ્ય ખોરાક મનુષ્યો દ્વારા અપાતું અનાજ છે.- ચકલીઓ જંગલમાં કયારેય જૉવા મળતી નથી, બલ્કે મનુષ્ય વસાહતની આસપાસ જ જૉવાં મળે છે.
- ઈગ્લેન્ડના યોર્કશાયરમાં ૧૯૭૭માં ૨૧૦૦ ફૂટ જમીન નીચે કોલસાની ખાણમાં ચકલીઓ જૉવા મળી હતી.
- ૨૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર ચકલીઓનું અસ્તિત્વ નોહતું. જૉકે ત્યાર બાદ ૧.૫૦ લાખ ચકલીઓ હોવાનું નોંધાયું હતું.
- ફરી એક વખત ભારતીય ચકલીઓની જાતિ નષ્ઠ થઈ રહી હોવાનો ભય વ્યકત થઈ રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/18/100318022052_school_comes_forward_to_save_sparrows.html

No comments: