Monday, Mar 1st, 2010, 3:48 am [IST]
Bhaskar News, Junagadh
Bhaskar News, Junagadh
હોળીની ઉજવણી માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સોરઠમાં જુદાં જુદાં સ્થળોએ હોળી પ્રગટાવવા અને રંગે રમવા સિવાય પણ અનેક પ્રકારની પરંપરાઓ જોવા મળે છે. જેમાં ગાળો બોલવા, મેળાનું આયોજન તેમજ જમાનાને અનુરૂપ ઇકો ફ્રેન્ડલી હોળી વગેરેનો સમાવેશ થાય છે.
જૂનાગઢનાં બસ સ્ટેન્ડ પાસેથી દુધેશ્વર સોસાયટીનાં રહીશોએ આ વખતે હોળીમાં સેંકડો મણ લાકડાંનો ઉપયોગ કરવાને બદલે ફકત બે ફૂટ ઉંચી છાણાની હોળી પ્રગટાવવાનું નક્કી કરી ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવવાનું નક્કી કર્યાનું સોસાયટીનાં વિનુભાઇએ જણાવ્યું હતું.
અમે ધૂળેટીનાં દિવસે રાસાયણિક કલરનાં સ્થાને ગુલાલ વડે જ રંગે રમશે એમ ડો. વિરેન સંઘવી એ જણાવ્યું હતું. આજરોજ રાત્રે ગીરનાર ઉપર અંબાજી ખાતે હોળી પ્રગટાવાયા બાદ શહેરમાં ૧૦૦ જેટલાં સ્થળોએ હોળી પ્રગટાવાઇ હતી.
જૂનાગઢવાસીઓ તો દાયકાઓથી હુતાશણી નાં દિવસે સાંજે વ્યસનો અને કુરિવાજોને તિલાંજલિ આપવાનાં પ્રતિકરૂપે વાલમબાપાની ઠાઠડી કાઢી તેને હોળીમાં પધરાવવાની પરંપરા પણ નિભાવે છે. પોરબંદરમાં મહેર જ્ઞાતિનાં યુવાનો ધુળેટી થી સતત ત્રણ દિવસ દાંડિયારાસ રમે છે.
વેરાવળમાં સમસ્ત ભોઇ સમાજ દ્વારા હોલિકા ઉત્સવ નિમિત્તે. ભૈરવનાથની પ્રતિમા દર્શનાર્થે ખુલ્લી મુકાય છે. પથ્થર અને પલાળેલી માટી દ્વારા ભૈરવનાથની વિશાળ પ્રતિમા બનાવવા સાથે સામાજીક જનજાગૃતિનાં હેતુથી પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું.
તાલાલાનાં બોરવાવ ગામે રાનો વરઘોડો કઢાય છે. જેમાં ધેરૈયા યુવાનોની ટોળકી નક્કી કરે તેવા એક ધેરૈયાને ઉંધે ગધેડે બેસાડી ખાલી ડબ્બા બાંધી આખા ગામમાં ફેરવાય છે. જયારે કેશોદનાં ઇસરા ગામે ધૂળેટીનાં દિવસે ધુળેશ્વર બાપા નાગદેવતાની જગ્યા પર અનોખો મેળો યોજાય છે. આ મેળામાં ઘોડાગાડી અને બળદગાડાંની રેસ, મનોરંજનનાં સાધનો, કિર્તન મંડળી હોય છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032624_holi_one_festival.html
No comments:
Post a Comment