Thursday, March 18, 2010

ગીરમાં સિંહ સિંહણ કરતાં બચ્ચા વધારે

Wednesday, Mar 10th, 2010, 4:16 am [IST]

ભાસ્કર ન્યૂઝ.

ગીરના જંગલમાં સિંહ સિંહણ કરતા બચ્ચાની વસ્તી વધારે છે. ૩૧/૧૨/૦૯ની સ્થિતિએ ગીર અભયારણ્યમાં ૬૮ નર, ૧૦૦ માદા અને ૧૨૩ બચ્ચા હોવાનું પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં વનમંત્રીએ જણાવ્યું હતું. તેમજ સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સિંહ સંરક્ષણ સોસાયટીની રચના કરવામાં આવી છે. જે માટે બજેટમાં રૂ. ૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.

સિંહોના જતન માટે બૃહદગીરની યોજના અમલમાં મૂકીને મહેકમમાં નોંધપાત્ર વધારો કરી જતન કરવામાં આવી રહ્યું છે. વન અને વન્ય પ્રાણીના રક્ષણનેસુર્દઢ બનાવવા માટે ફોરેસ્ટર તથા વીરવાગાર્ડને મોટર સાઇકલની ફાળવણી સહિત અધ્યતન સાધનોથી સુસજજ કરવામાં આવ્યા છે. અને જરૂùરી વાહનો ઉપરાંત અધ્યતન સાધનો ફાળવવામાં આવ્યા છે.

ગીર વિસ્તાર ફરતે આવેલા ખેતરોમાં ગેરકાયદેસર વિધ્યુત કેિન્સંગ અંગે વીજ વિભાગ સાથે સંકલન કરી રક્ષણ માટે પગલાં લેવામાં લેવામાં આવી રહ્યાં છે. ગીર જંગલ વિસ્તારમાં ૬ કિ.મી. વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં આવેલ ખુલ્લા કૂવાને પેરાપેર વોલ્વ બનાવી સુરક્ષિત કરવામાં આવે છે. ૧૩,૫૫૪ કૂવાઓને સુરક્ષિત દીવાલથી સુરક્ષિત કરાયા છે.

બે વર્ષમાં ૭૨ સિંહનાં મૃત્યુ

છેલ્લાં બે વર્ષમાં અકસ્માતે તેમજ શિકારની ઘટનાઓ અને કુદરતી રીતે ૭૨ સિંહના મૃત્યુ થયા હોવાનું જણાવાયું હતું. વન્ય પ્રાણી અકસ્માત નિવારવા વાહનોની ગતિ ૨૦ કિ.મી. અને ગતિ અવરોધક પણ બનાવવામાં આવ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/2010/03/10/100310041621_348149.html

No comments: