Friday, March 5, 2010

danik bhaskarસક્કર બાગ ઝૂમાંથી વાઘ, રીંછ વડોદરા મોકલાશે.

Monday, Mar 1st, 2010, 3:22 am [IST]
Bhaskar News, Junagadh

જૂનાગઢનાં સકકરબાગ ઝુ માં સીંગાપોરથી લાવવામાં આવેલા ચિત્તાઓ માંદગીનાં બિછાને હોઇ તેઓને છેલ્લા થોડા દિવસોથી ડીસ્પ્લેમાંથી ખસેડી લેવાયા હતા. તેમને સઘન સારવાર અપાયા બાદ તબિયત સુધરતાં પાછા ડીસ્પ્લેમાં મુકી દેવાયા છે. દરમ્યાન સક્કરબાગ ઝુમાંથી વાઘ-રીંછ જેવા પ્રાણીઓ વડોદરા ઝુ ખાતે મોકલવામાં આવનાર છે.

આ અંગેની વીગતો આપતાં સક્કરબાગ ઝુનાં નિયામક ડી.એફ.ઓ. વી.જે. રાણાએ જણાવ્યું હતું કે, ચિત્તાઓની તબિયત સુધરતાં તેમને આજથી પાછા ડીસ્પ્લેમાં પ્રદર્શિત કરાયા છે. સાથોસાથ બરોડા ઝુ સાથે એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ અહીંથી વાઘ, રીંછ અને થામીન હરણ ત્યાં મોકલાશે. તેના બદલામાં ૪ જાતનાં વિવિધ પક્ષીઓ અહીં લાવવામાં આવશે.

અત્રે નોંધનીય છેકે, છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી ચિત્તાઓ બિમાર પડી જતાં તેમને નિષ્ણાંતો દ્વારા સઘન સારવાર અપાઇ હતી. સતતપણે વેટરનરી તબીબોની દેખરેખ બાદ ચારેયની તબિયતમાં સુધારો જણાતાં ઝુ સત્તાવાળાઓએ પણ રાહતનો દમ ખેંચ્યો છે.

No comments: