Tuesday, March 9, 2010

પક્ષીઓની અજબગજબની દુનિયા...


આના લેખક છે GS NEWS
ગુરુવાર, 04 માર્ચ 2010

ઘરની બાલ્કનીમાં દાણા વેરી અબોલ પંખીઓનું સ્વાગત

સવાર પડતાં જ પક્ષીઓનો મઘુર કલરવ શરૂ થઈ જાય છે. ચકલી ચીં ચીં કરતી આવે છે અને કબૂતરોનું ધૂં ધૂં તથા કાગડાના કા.કા.કા.થી વાતાવરણ ગુંજી ઊઠે છે. ડેલ કાર્નેગીએ કહ્યું છે કે, ‘શું તમે ક્યારેય કોઈ ચકલીને ઉદાસ જોઈ છે? ના, કારણ કે એક ચકલી બીજી ચકલી પર ધાક જમાવવાનો પ્રયાસ કરતી નથી.’


07-01.gif ખરેખર, આ મૂંગા પક્ષીઓની દુનિયા આપણા કરતાં વઘુ સુંદર હોય છે. તેઓ વ્યવહારની બાબતે એકદમ સરળ હોય છે પરંતુ ખાવા-પીવાના મામલે આમ કરી શકતા નથી. તેમણે પોતે જ પોતાના ખોરાકની શોધમાં નીકળવું પડે છે એટલે જો તમે ખરેખર પક્ષીપ્રેમી હોય તો તેમના ખાન-પાનની સંભાળ રાખવી જોઈએ. આજે શહેરમાંથી મોટા ફળિયા અને અગાસીઓ ગુમ થઈ ગઈ છે.

છતાં સવારના દાણાની શોધમાં નીકળેલી ચકલી ચીં ચીં કરતી ઘરની બાલ્કનીમાં તો પહોેંચી જ જાય છે. આપણે સવારના મોડે સુધી પથારીમાં પડ્યા રહીએ છીએ. પરંતુ પક્ષીઓ આવી આળસ કરી શકતા નથી. સવારના સૂર્યોદય થતાં જ ચકલી, કબૂતર, કાગડા, પોપટ, મૈના જેવા પક્ષીઓ ‘ભૂખ લાગી છે’નો કલશોર કરતાં દાણાની શોેધમાં નીકળી પડે છે.

આપણે પક્ષીઓ સાથે વાત કરી શકતા નથી છતાં તેમની સાથે એક અનોખો સંબંધ બંધાયેલો હોય છે. આથી જ કડકડતી ઠંડી, બળબળતી ગરમી અને અનરાધાર વરસાદ વરસતો હોય ત્યારે પક્ષીઓને આપણી મદદની જરૂર પડે છે. પક્ષીઓને દાણા નાંખતી વખતે સાથે પાણીની વ્યવસ્થા કરવાનું ભૂલવું નહીં. પક્ષીઓને દાણા નાંખવાથી મનને સંતોેષ અને આનંદ થાય છે. તે ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર પણ પક્ષીઓને દાણા નાંખવાની સલાહ આપે છે.
આ ક્રિયા આત્મસંતોેષ આપવા સાથે પુણ્ય કમાવાની તક પણ આપે છે. વાસ્તુશાસ્ત્રીના મત મુજબ દરરોજ પક્ષીઓને દાણા નાંખવાથી ઘરમાં અનાજની અછત નહિ થાય. પક્ષીઓને ચણ આપવાથી જન્મકુંડળી રહેલા દોષો પણ દૂર થાય છે. જેમ કુંડળીમાં રાહુ દોષ હોય તો કબૂતરને બાજરો ખવડાવવો જોઈએ અને શનિદોષના નિવારણ માટે કીડીઓને લોેટ નાંખવો જોઈએ. જોે પક્ષીઓને દાણા નાંખવામાં આળસ કે કંટાળો આવે તો વિચાર કરજો કે તમે એક દિવસ ભૂખ્યા રહી શકો છો?

આપણા ઘરે મહેમાન આવે છે ત્યારે આપણે તેમને તેમની પસંદનું ભોેજન જમાડીએ છીએ. તે જ રીતે પક્ષીઓને પણ તેમની પસંદના જ દાણા નાંખવા જોઈએ. જેમ કે ચકલીને સૂરજમુખીના બી ભાવે છે. તમામ પ્રકારના મોટા પક્ષી મકાઈના દાણા ખાય છે. જ્યારે બાજરી તેમના માટે બટેટા સમાન છે. બધા જ પક્ષીને બાજરી ભાવે છે. શક્ય હોય તો બાલકનીમાં બાજરી, મકાઈ અને સૂરજમુખીના દાણા મિક્સ કરીને નાંખવા. તે ઉપરાંત ભાત, રોટલીના નાના નાના ટુકડા, ફળના બી, વટાણા અથવા ચોેળીના દાણા પણ નાંખી શકાય.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/57728/252/

No comments: