Monday, Mar 1st, 2010, 3:22 am [IST]
વેરાવળ તા.૪
વેરાવળ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાનો તરખાટ અવિરત રીતે ચાલુ છે.ગઇરાત્રે ઇશ્વરીયાથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલા ઇન્દ્રોઇ ગામે વાડીમાં બે ગાય નુ મારણ કર્યુ હતુ.વનવિભાગના જણાવ્યા અનુસાર હાલ માનવભક્ષી દિપડો ઇશ્વરેયાન સરંપચની વાડીની બાજુની વાડીમાં હોય ત્યાં નવા આધુનિક મકિાન જેવા પાંજરા ગોઠવી દેવાયા છે.
વેરાવળ પંથક હાલ તો સોમનાથ અને બીજુ દિપડાને લીધે ભારે ચર્ચામાં છે.ત્યારે ગ્રામ્યવિસ્તારમાં દિપડાઓ હાલ ભારે તરખાટ મચાવી લોકોમાં ભય ફેલાવી રહયા છે.રોજે રોજ કોઇને કોઇ ગામમાં દેખા દે છે.ગઇરાત્રે ઇશ્વરીયાથી ત્રણ કિ.મી. દુર ઇન્દ્રોઇ ગામે રામસિંહ ઓઘડની વાડીમાં એક દિપડો આવી ચડયો હતો.પાંચ વર્ષની એક ગાભણી ગાયનુ મારણ કર્યુ હતુ.જ્યાં આજે વનવિભાગ દ્વારા પાંજરૃ મુકી દીધુ છે.આ ઉપરાંત બાજુના નાવદ્રા ગામે પણ દિપડાએ ગઇ રાત્રે દેખા દિધી હતી.અને વાછરડીનુ મારણ કર્યુ હતુ.૨૦ દિવસ પહેલા બે મજુરી કરતી મહિલાઓને ફાડી ખાધા બાદ વહાલાક દિપડો વનખાતાને મચક આપી રહયો નહોય તેમ ૨૦ દિવસથી પસીનો પાડીને માનવભક્ષી દિપડો પકડાઇ તે માટે અવનવા નુસખા આદરવામાં આવી રહયા છે.પરન્તુ ચબરાક દિપડો પાંજરાની બાજુમાં આવી સુંઘીને જતો રહે છે.માનવભક્ષી દિપડો ૧૦ થી ૧૨ કિ.મી.ના ચાર ગામડાઓમા જ ફરી રહયો છે.વનવિભાગે જુનાપુરાણા પાંજરાને બદલે ૧૦ બાય ૧૦ નુ નવુ મકાન ટાઇપ પાંજરૃ બનાવી દિપડાને આકર્ષવા કવાયત કરી છે.આજે માનવભક્ષી દિપડો ઇશ્વરીયાના સરપંચની વાડીની બાજુમાં આવેલ વાડીમાં પડયો છે.તેને પકડવા બે પાંજરા મુકાયા છે ત્યારે આજે કદાચ આ દિપડો પાંજરામાં ફસાઇ જાય તેવી વનવિભાગે શક્યતા વ્યક્ત કરી હતી. આ વિસ્તારમાં જંગલી દીપડાઓએ લોકોની ઉંઘ હરામ કરી દીધી છે દીપડો સત્વરે પકડાઈ જાય તેવી લોકમાંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032215_tiger_and_bear_sent_at_vadodara.html
No comments:
Post a Comment