Thursday, March 18, 2010

કોડીનાર પંથકમાં ખેતરમાંથી મગર મળી.

Monday, Mar 15th, 2010, 2:46 am [IST]
Bhaskar News, Kodinar

જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય પંથકોમાં સિંહ, દિપડા, જેવા હિંસક વન્ય પ્રાણીઓની અવર-જવર સામાન્ય બની છે. ત્યારે હવે જળચર પ્રાણીઓ પણ ગામની સીમમાં દેખાવા લાગ્યા છે. કોડીનાર તાલુકાનાં નવાગામની સીમમાં એક ખેતરમાંથી સાડા ચાર ફુટ લાંબી મગર મળી આવતા આ મગરને નિહાળવા લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા. વન વિભાગે ઘટના સ્થળે દોડી જઇ મગરને પાંજરે પુરી હતી.

આ અંગેનીમળતી વિગત મુજબ કોડીનાર તાલુકાનાં નવાગામની સીમમાં ભગતભાઇ રાજાભાઇ પરમારનાં ખેતરમાં મહિલાઓ ખેતીકામ કરી રહી હતી ત્યારે એક મગર જૉવા મળતા ગભરાઇ ગઇ હતી. તાત્કાલીક તેમણે વાડી માલીક ભગતભાઇને જાણ કરતા તેમણે વનવિભાગને જાણ કરી હતી.

જામવાળા રેન્જનાં ફોરેસ્ટ ઓફિસર આર.એમ.સીડા, પ્રકતિ નેચર કલબનાં પ્રમુખ દિનેશભાઇ ગોસ્વામી, જીતેશભાઇ ગોહિલ સહિતની ટીમ નવાગામ ખાતે દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ મગરને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. આ મગર ચાર થી પાંચ ફુટ લાંબી હતી. જળચર પ્રાણી મગરને નિહાળવા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/15/100315024635_crcolile_recovered.html

No comments: