ગોંડલ નજીક આવેલા નવાગામની સીમમાં બે સિંહ આવ્યાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના સાથે ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે કોઈએ વનવિભાગને જાણમાં કરતા આરએફઓ માદડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો છે. અને રાની પશુના પગના નિશાનના આધારે ખરેખર સિંહ આવે છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાની કોશિશ શરૂ કરવામાં આવી છે.
માદડિયાએ જણાવ્યું હતું કે, હનુમાનજી મંદિર આસપાસ જંગલી જનાવરોના ફૂટવર્ક મળ્યા છે પરંતુ સિંહ છે કે અન્ય કોઈ પ્રાણી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. તેમજ લોકોની અવરજવર પણ આ રસ્તા પર વિશેષ હોય અમુક જગ્યાએથી ફૂટવર્કના નિશાન ભૂંસાઈ ગયા હતા. જૉ કે આમ છતાં કાર્યવાહી ચાલુ છે અને જૉ સિંહ હશે તો પાંજરા મુકવામાં આવશે.
અગાઉ દિવાળીના દિવસોમાં સિંહ પરિવાર આવ્યો હતો
દોઢેક વર્ષ પહેલાં દિવાળીના દિવસોમાં સ્ટેટની વીડીમાં એક સિંહણ અને ત્રણ બચ્ચાંએ ધામા નાખ્યા હતા. આ સમયે સતત ત્રણ દિવસ સુધી વનવિભાગે પાંજરા મૂકીને કાર્યવાહી કરતા સિંહણ અને તેના બચ્ચાં મહામહેનતે પકડાયા હતા.Source: http://www.divyabhaskar.co.in/2010/03/18/100318014706_two_lions_entered_in_gondal_terrorterty.html
No comments:
Post a Comment