સાવરકુંડલા પંથકના ઓળિયાના ખેડૂત રવિવારે તેમની નેસડીની વાડીએ જઇ રહ્યા હતા ત્યારે વાડમાં સંતાઇને બેઠેલા ઝનૂની પ્રાણી દીપડાએ હસમુખભાઇ પર હુમલો કર્યો હતો અને તેમને ડાબા હાથના બાવડે દાંત બેસાડી દીધા હતા.
ઇજાગ્રસ્ત ખેડૂતને તાકીદે સાવરકુંડલાની કે.કે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે આ વિસ્તારના લોકો ભયના માર્યા ફફડી રહ્યાં છે.સાવરકુંડલાથી દસ કિલોમીટર દૂર આવેલાં ઓળિયા ગામના યુવાન ખેડૂત હસમુખભાઇ પોપટભાઇ મોરડિયા (ઉ.વ.૩૨) તેમના નેસડી ગામની સીમમાં આવેલાં ખેતરે જઇ રહ્યાં હતા.
ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે સાવરકુંડલાની કે.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, સાવરકુંડલાની મહુવા રોડ પરની અને હાથસણી રોડ પરની સોસાયટીઓમાં વારંવાર દીપડાઓ ચડી આવતા હોવા છતાં જંગલખાતુ ઠાગા-ઠૈયા કરી રહ્યું છે ત્યારે હવે યોગ્ય પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. જો કે આ બનાવ બાદ આ પંથકના લોકો ભયના કારણે ફફડી રહ્યાં છે.
દીપડો હંમેશા પાછળથી હુમલો કરે છેસાવરકુંડલા પંથકમાં વર્ષ ૧૯૯૮ પછીથી સમયાંતરે ગીરના રાજા સિંહ ચડી આવે છે. હાલ પણ આ પંથકમાં ૩૫ જેટલા સિંહો છે પરંતુ ગીરના રાજાસિંહ હંમેશા સામેથી આવે છે જયારે ઝનૂની દીપડો હંમેશા પાછળથી હુમલો કરે છે.હુમલા સ્થળેથી થોડે દૂર બાળકો રમતા હતાઓળિયાના યુવાન ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો ત્યારે થોડે દૂર બે નાના બાળકો રમી રહ્યાં હતા. જો કે દીપડાની નજરે ખેડૂત ચડી જતાં બન્નો બાળકો બચી ગયા હતા.
No comments:
Post a Comment