Divyabhaskar.com | Updated - Aug 17, 2018, 11:21 PM
ગીર મૂકી ઢોર પાઠવડાની ભુખ ઠારવા માલધારી ચાલ્યા જાય છે, ઢોર વિના ગીર ભયે વિંજાયા છે ની ઉક્તિ સાર્થક ઠરી
ઉના: ગીરના જંગલમાં ભેંસ સિંહ સાથે સૌંદર્યભર્યા યુદ્ધ બાદ સિંહને ભારે શિકસ્ત આપી નસાડી મૂકે એવી દંતકથાઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના કાવ્યમાં સંકળાયેલ હોય, લોકગીતોમાં ભીખુદાન ગઢવી જેવા કલાકારના કંઠે નિકળતી વાતો આજે ગીરના માલધારીના નેસની સાથે જાણે કે, અદ્રશ્ય બની ગઇ છે. ઢોર અને પાઠડાની ભૂખ મિટાવવા શહેરભણી નજર મંડાય છે. કારણકે, વનવિભાગના કાયદા અને અધિકારીઓની જોહુકમીને લીધે નેસડા તૂટવા લાગતાં સાવજ પણ મારણ માટે અકળાઇને જંગલના સીમાડા વળોટી રહ્યા છે. તેના કારણે વન્યપ્રાણીઓ પણ અસુરક્ષિત બની ગયા છે.માલધારીઓને જંગલમાંથી કાઢી મૂકાતાં આજે 14 ગામડાં વચ્ચે માત્ર 16 નેસડા નામ પૂરતા
ગીરજંગલમાં એક સમયે માલધારીઓનાં 258 નેસ હતા. તેના કારણે ગીરના હજારો માલઢોરની કતારો સીમાડાઓમાં જોવા મળતી. માંસાહારી પ્રાણીઓને સહેલાયથી શિકાર મળી જતો માલધારી પણ વન્યપ્રાણીને પોતાના સંતાનો જેટલોજ પ્રેમ આપી તેના સાથે લાગણી ભેર ગમ્મત કરી તેનું જતન સાથે સુરક્ષા પણ કરતા વનવગડાની અનેરી રોનક આજે ગીરમા જોવા મળતી નથી. ધીમેધીમે માલધારીઓને જંગલમાંથી કાઢી મૂકાતાં આજે 14 ગામડાં વચ્ચે માત્ર 16 નેસડા નામ પૂરતા રહ્યા છે. જેના કારણે વન્યપ્રાણીઓનાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રંજાડના કિસ્સા વધ્યા છે.
તેઓની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. લોકોને મળતો શુદ્ધ ખોરાક-વનસ્પતિ બંધ થઇ છે. વનવિભાગ સિંહોને જંગલ ટુંકુ પડતુ હોવાનો દાવો કરે છે. પરંતુ જંગલ ખાતાના હેડની જમીનો, સેટલમેન્ટની જમીનો અને રેવન્યુ જમીનોમાં પણ વનવિભાગ ઇકોઝોનનાં નામે લોકોને પરેશાન કરે છે. જાણકારોના મતે સરકાર વન્યપ્રાણીની સુરક્ષા માટે વર્ષે 40 કરોડનું બજેટ ફાળવે છે. છતાં વિશ્વની અજાયબી ગણાતા સિંહો અસુરક્ષિત થઇ રહ્યા છે. આ સાવજો 258 નેસડા હતા ત્યારે સુરક્ષિત હતા.
વિશ્વની અજાયબી સમા સિંહો રેઢા : બાલુભાઇ હિરપરા
જંગલમાં જ્યાં સુધી માલધારીઓના નેસ હતા ત્યાં સુધી સિંહોને સહેલાઇથી શિકાર મળી જતો. હવે સિંહો નિલગાય ભૂંડ, પહુ નામના પશુઓનો શિકાર નથી કરી શક્તા. કારણકે, આવા પશુઓ પાછળ સિંહ દોડી શક્તા નથી. આથી સાવજોએ ખોરાક માટે જંગલની બહાર ભટકવું પડે છે. અને તે અસુરક્ષિત બને છે. - બાલુભાઇ હિરપરા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-there-were-only-258-people-in-gir-only-16-survived-today-gujarati-news-5939906-PHO.html
No comments:
Post a Comment