Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 11:42 PM
રેસ્કયું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર લોકો એકઠા થઇ જતાં તેમના અવાજથી સિંહબાળ કુવાની બખોલમાં છુપાઇ ગયું હતું
વિસાવદર: વિસાવદરનાં જંગલ સેટલમેન્ટનાં હસ્નાપુર ગામમાં આવેલ 20 ફુટ ઉંડા ખુલ્લા કુવામાં સિંહબાળ મારણની લાલચે ખાબકયું હતું. અને અંદર તડફડીયા મારતું હતું જેની જાણ ગ્રામજનોને થતાં વન વિભાગને જાણ કરાઇ હતી અને સિંહબાળનું રેસ્કયું હાથ ધરવાની કામગીરી હાથ ધરાઇ હતી.સિંહબાળને ટ્રાન્કયુલાઇઝેશનથી બેભાન કરી પાંજરે પુર્યું
રેસ્કયું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર લોકો એકઠા થઇ જતાં તેમના અવાજથી સિંહબાળ કુવાની બખોલમાં છુપાઇ ગયું હતું. જેથી બે કર્મચારીઓ પાંજરામાં પુરાઇ અંદર ઉતર્યા હતાં અને સિંહબાળને ટ્રાન્કયુલાઇઝેશનથી બેભાન કરી પાંજરે પુર્યુ હતું. વનતંત્રએ કુવામાંથી પાંજરૂ બહાર કાઢી સિંહબાળની સારવાર કરી હતી. બાદમાં માતાનાં ગૃપ સાથે મિલન કરાવ્યું હતું. આ સમયે ગામનાં લોકો જોવા માટે ઉમટી પડયાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-baby-loses-20-feet-in-deep-well-in-hansnapur-near-visavdar-gujarati-news-5941038-PHO.html
No comments:
Post a Comment