Friday, August 31, 2018

સોમનાથ મહાદેવને છેલ્લા 16 વર્ષથી બિલીવનમાંથી 700 વૃક્ષોના બિલીપત્ર ચડે છે

Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 12:19 AM

શ્રાવણ માસમાં બિલ્વવનમાં રોજ 16 થી 17 મજૂરો રોજ 8 થી 9 કોથળા ભરી બિલીપત્ર ઉતારી રેંકડીમાં સોમનાથ મંદિરે પહોંચાડે છે

Somnath goes to Dada for 16 years and 700 trees
બિલ્વવનમાં 700 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે અને દાદાને બિલ્વપત્ર ચઢાવાય છે
કાજલી: સોમનાથ મહાદેવને છેલ્લા 16 વર્ષથી જે બિલીપત્ર ચઢે છે એ સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાંજ બિલીવનમાંથી ઉતારવામાં આવે છે. અહીં આ માટે ખાસ 700 વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. સોમનાથ હાઇવે રોડ પર સોમનાથ ટ્રસ્ટ હસ્તકનું બિલીવન અાવેલું છે. 13 ઓગષ્ટ 2001 નાં રોજ પ્રસન્નવદન મહેતાનાં હસ્તે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એ વખતે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી પદે ગિર-સોમનાથ જિલ્લાનાં વર્તમાન ડીડીઓ અશોક શર્મા કાર્યરત હતા.
ગત વર્ષે 89 બિલીપૂજા નોંધાઇ હતી
હાલ શ્રાવણ માસમાં રોજ 16 થી 17 મજૂરો આખો દિવસ બિલીપત્ર વૃક્ષ પરથી ઉતારે છે. અને તેના 8 થી 9 કોથળા સાંજે 5:30 કલાકે રેંકડીમાં ભરીને સોમનાથ મંદિરે પહોંચાડવામાં આવે છે. શ્રાવણ માસ બાદ જોકે તે ઓછા જોઇએ છે. બિલીવૃક્ષોનું અહીં વાવેતર થયું ત્યારથી નારણભાઇ ગઢિયા તેમાં નોકરી કરે છે. બિલીપૂજા અંગે ટેમ્પલ ઓફિસર સુરૂભા જાડેજાએ કહ્યું કે, ગત વર્ષે 89 બિલીપૂજા નોંધાઇ હતી. તેને બદલે આ વર્ષે અત્યાર સુધીમાં 93 બિલીપૂજા નોંધાઇ છે. દર વર્ષે આ બિલી વૃક્ષો ઉપરાંત સાસણથી પણ બિલીપત્ર લાવવા પડતા હતા. પરંતુ આ વખતે અહીંનાં બિલી વૃક્ષોમાંથીજ પૂરતા પ્રમાણમાં બિલીપત્રો મળી રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-somnath-goes-to-dada-for-16-years-and-700-trees-gujarati-news-5941767-NOR.html

No comments: