Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 02:10 AM
વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂમહિમા કહી ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડો.અતુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા અંતર્ગત ગુરુવંદના, વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં એનસીસી અને એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ગુરુજનોને કુમકુમ તિલક કરી ગુરુપૂજન કર્યું હતું. અને ગુરુમહીમા અંગે વક્તવ્યો આપી ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કોલેજના કેમ્પસમાં 150 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ તકે અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવી તેનું જતન કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમના સમાપનમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા 50 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો.અતુલભાઈ પટેલ, વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.જે.ચંદ્રવાડીયા, એન.સી.સી. કોર્ડીનેટર પ્રો.એન.એન.દોગા, એન.એસ.એસ. કોર્ડીનેટર પ્રા. સગુણાબેન મકવાણા તથા પ્રા.વિપુલ બાલધા, સાંસ્કૃતિક વિભાગના કોર્ડીનેટર ડો.એસ.ડી.દવે, સ્પોર્ટ્સ ટીચર ડો.અલ્લારખા કુરેશી, સાંસ્કૃતિક વિભાગના ડો.જે.વી.કરંગીયા તથા સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તસ્વીર-જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-021027-2343538-NOR.html
No comments:
Post a Comment