Divyabhaskar.com | Updated - Aug 05, 2018, 03:51 PM
જૂનાગઢ સી.સી.એફ દ્વારા બંને સિંહણોના મોતની પુષ્ટી કરવામાં આવી રહી છે
અમરેલી: ગીર પંથકમાં વન્યપ્રણીઓની મોતની ઘટના બન્યા જ કરે છે. અગાઉ પણ ત્રણ દિવસ પહેલા 3 દિપડાના બચ્ચાના મોત થયા હતા. ત્યારે આજે બે સિંહણોના મોતની ઘટના સામે આવી છે. જેમાં ધારી ગીર હડાલા રેન્જમાં 9 વર્ષની સિંહણનું ઝેરી વાઇરસથી મોત થયુ છે અને મિતિયાળા અભ્યારણમાં 15 વર્ષની સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ દ્વારા બંને સિંહણોના મોતની પુષ્ટી કરવામાં આવી રહી છે. હાલ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી બંને સિંહણોના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડેલ છે.https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-dhari-gir-a-lioness-killed-by-poisonous-virus-in-the-east-dead-body-of-another-lioness-gujarati-news-5931757-NOR.html
No comments:
Post a Comment