Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 03:32 AM
ગીર અને પ્રવાસનનું ઘરેણું તુલસીશ્યામ તીર્થ સ્થાન
ઉના: સોહામણી સવાર, સૂર્યનાં સોનેરી કિરણો, નયન રમ્ય સાંજ, ઘટાટોપ હરીયાળી, ગીરીમાળામાંથી મંદમંદ વહેતો પવન, પ્રાણી, પશુ-પંખીઓના સંગીતમય અવાજનાં સાનિધ્યમાં ગરમપાણીના કુંડમાં સ્નાન કરવા અને કુદરતી સૌંદર્યનો વૈભવ માણવા હોય તો તુલસીશ્યામ આવવું જ પડે.પૃથ્વીનાં પેટાળનું પાણી શરીરના રોગોને મટાડી શકે તેવી માન્યતા
ગીર અભયારણ, રમણીય ગીરીમાળા વચ્ચે આવેલું પૌરાણીક તુલસીશ્યામ મંદિરની જુદી જુદી કથાઓ પ્રચલીત છે. અહીંયા યાત્રાળુઓ માટે ગેસ્ટહાઉસ, ધર્મશાળા, ભોજનાલય, સ્ત્રી–પુરૂષો માટે ગરમ પાણીના ઝરામાં ન્હાવાના અલગ અલગ કુંડ, ઔષધાલય, ગોબર ગેસ પ્લાન્ટ સહિતની સગવડો ઉપલબ્ધ છે. ભગવાનના સુદર્શન ચક્રને કારણે ગરમ પાણીનાં ઝરા ફુટી નિકળ્યા હતાં એવી ધાર્મિક કથા તો છે જ પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ફોસ્ફરસ, વનરાજીના મૂળિયામાંથી પસાર થયેલું પૃથ્વીનાં પેટાળનું પાણી શરીરના રોગોને મટાડી શકે તેવી માન્યતા છે.
લોકવાયકા મુજબ પાંડવો સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે માતા કુંતાને તરસ લાગતા ભીમે પથ્થરમાં પાટું મારી તે સ્થળ ભીમચાસ તરીકે પ્રખ્યાત થયું છે. નજીકમાં માતા કુંતાનું પ્રાચીન મંદિર પણ આવેલુ છે. તુલસીશ્યામ આવતા યાત્રાળુઓ ભીમચાસ નામની જગ્યાએ ખાસ મુલાકાત લે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-gir-and-tourism-jewelery-tulsi-shyam-tirtha-place-gujarati-news-5942545-NOR.html
No comments:
Post a Comment