Friday, August 31, 2018

4 વનરાજોએ ગીરના જંગલમાં આંતક મચાવ્યોઃ 10 થી વધુ સિંહ બાળને ફાડી ખાઘા, સિંહણોમાં પણ ડર

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 12:52 AM

બાબરા વિડીમાંથી નિકળી દેવળિયા, સાસણ થઇ ડેડકડી, કેરભા અને કાસીયા સુધી ડણક દેતું નિકળે ત્યારે બીજું ગૃપ પીછેહઠ કરી જાય છે

4 lions have killed more than 10 young lions in half a forest
ઘટના દર્શાવવા માટે પ્રતિકાત્મત તસવીર
વિસાવદર: ગીર જંગલનાં છેડે આવેલી બાબરાવીડીમાં વસવાટ કરતું 4 સાવજોનું જૂથ અડધા ગીરમાં દબદબો ધરાવે છે. સામાન્ય રીતે સિંહો બબ્બેનાં જૂથમાં હોય છે. પરંતુ આ 4 સાવજોનું જૂથ છે. આ ચારેયે પોતાનું સામ્રાજ્ય બાબરાવીડીથી 70 થી 80 કિમીના વિસ્તારમાં ફેલાવ્યું છે. જેમાં ડેડકડી, કેરંભા અને કાસીયા સુધી ચક્કર મારી આજ સુધીમાં 10 થી વધુ સિંહ બાળની હત્યા કરી એ ગૃપનાં સિંહ-સિંહણો પર પોતાની ધાક જમાવી છે.
બચ્ચાંવાળી સિંહણ સામનો કરે તો બચ્ચાંને મારી નાંખે

બાબરાવીડી માળિયા નજીક અાવેલો રેવન્યુ વિસ્તાર છે. ત્યાંથી નિકળીને આ ગૃપે સૌપ્રથમ દેવળિયાનાં જંગલમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. ત્યાંથી સાસણ, મેંદરડાનાં ડેડકડી, કેરભા, રાયડી, દુધાળા અને છેલ્લે કાસીયા રાઉન્ડના વિસ્તારોમાં પોતાની આખી ટેરીટરી ઉભી કરી છે. જ્યાં પણ આ ગૃપ જાય ત્યાં સૌપ્રથમ ડણક દઇ સ્થાનિક ગૃપોનાં સિંહ-સિંહણને ડરાવવાનું કામ કરે. જો સામા થાય તો ચારેય એક થઇ તેની સાથે લડાઇ કરે. અને એ વિસ્તારનાં સિંહને પીછેહઠ કરવી પડે અથવા મોતને ભેટવું પડે.
છેલ્લા બે-ત્રણ વર્ષમાં આ રીતે આ સાવજોનું આધિપત્ય સ્થપાયું છે. આ ચારેયમાં જે સૌથી કદાવર સિંહ છે એજ તેનો લીડર. વનવિભાગે તેને આફ્રીકન નામ આપ્યું છે. એ ગૃપ જ્યાં જાય ત્યાં સિંહણનું જૂથ ગમે અેટલું મોટું હોય તેને ધરાર મેટીંગમાં લે છે. જો બચ્ચાંવાળી સિંહણ સામનો કરે તો બચ્ચાંને મારી નાંખે. અત્યાર સુુધીમાં આ જૂથે 6 સિંહબાળનો ભોગ લીધો છે.
એક તરફ દુ:ખ બીજી તરફ આનંદ
વનવિભાગને આ ચારેય દ્વારા કરાતી સિંહ બાળની હત્યાનું એક તરફ દુ:ખ છે. તો બીજી તરફ આવા ખુંખાર સાવજોની ઓલાદ પણ ખુંખાર જન્મે એ વાતનો આનંદ પણ છે.
મહિને એક ચક્કર તો મારેજ
આ 4 સાવજોનું ગૃપ મહિનામાં એક વાર તો બાબરાવીડીથી છેક મેંદરડા સુધી ચક્કર મારે જ છે. એમ વનવિભાગનાં સુત્રોનું કહેવું છે.
બધે પોતાનાંજ બચ્ચાં હોવા જોઇએ
વનતંત્રનાં કહેવા મુજબ, આ ગૃપની માનસિકતા એવી છે કે, બીજા સિંહના નહીં, માત્ર પોતાના જ ગૃપનાં બચ્ચાં બધે હોવા જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-4-lions-have-killed-more-than-10-young-lions-in-half-a-forest-gujarati-news-5939913-NOR.html

No comments: