Friday, August 31, 2018

ઝેર ભેળવેલા કૂતરાંની લાશ ખાતા દીપડી-બે બચ્ચાનાં મોત

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 11:34 AM

વન્યપ્રાણીની રક્ષામા વનતંત્રની ફરી ઘોર બેદરકારી છતી થઇ

Leper-two cubs die of eat poisoned dogs
+2બીજી સ્લાઈડ્સ જુઓ
ધારી: ગીરપુર્વની સરસીયા રેંજમા ધારીથી ચાર કિમી દુર અમરેલી રોડ પર ગઇસાંજે એક દિપડી અને બે દિપડાના મૃતદેહ એક કુતરાના મૃતદેહ નજીકથી મળી આવતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. વનવિભાગે ચારેય મૃતદેહ કબજે લઇ મોતનુ કારણ જાણવા મથામણ શરૂ કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ કોઇએ મરેલા કુતરાની લાશ પર ઝેરી પદાર્થ ભેળવી દેતા તે લાશ ખાવાથી દિપડી અને દિપડાના મોત થયાનુ જણાયુ હતુ. જો કે તંત્ર પીએમ રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે.
લીંબડીયા નેરા તરીકે ઓળખાતા વિસ્તારમાથી એકસાથે એક દિપડી અને તેના બે બચ્ચાના મૃતદેહ મળ્યાં હતા. અહી મધુભાઇ વેકરીયાની વાડી નજીક એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની તંત્રને માહિતી મળતા સ્થાનિક સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. દિપડીના આ મૃતદેહથી દસ ફુટ દુર દિપડા (પાઠડુ)નો મૃતદેહ મળ્યો હતો. જયારે એક પાઠડાનો મૃતદેહ વાડીના શેઢા પર પડયો હતો. થોડે દુર એક શ્વાનનો મૃતદેહ પણ પડયો હતો. સ્થાનિક આરએફઓ ઓડેદરા સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. વેટરનરી ડોકટરની મદદથી આ ત્રણેય મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા હતા.
વનવિભાગે પ્રથમ તબક્કે એવુ અનુમાન લગાવ્યું હતુ કે કોઇએ કુતરાના મૃતદેહ પર ઝેરી પદાર્થ ભેળવ્યો હશે અને આ લાશ ખાવાથી ઝેરી અસર થતા દિપડી અને તેના બે બચ્ચાના મોત થયા હતા. જો કે અંતિમ કારણ તો ચારેય મૃતદેહના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ધારીનો રેવન્યુ વિસ્તાર વન્યપ્રાણીઓનુ ઘર છે. ત્યારે વન્યપ્રાણીની સુરક્ષામા તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે. એવુ માનવામા આવે છે કે આ દિપડી અને તેના બચ્ચાનુ મોત આશરે બે દિવસ પહેલા થયુ હતુ અને તંત્રને છેક ગઇકાલે સાંજે જાણ થઇ હતી. મસમોટો સ્ટાફ હોવા છતા બે દિવસ સુધી કોઇને જાણ થઇ ન હતી.

https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-leper-two-cubs-die-of-eat-poisoned-dogs-gujarati-news-5930104-NOR.html?seq=1

No comments: