Friday, August 31, 2018

ડોકટર, એન્જીનીયરર્સ, ક્લાસ વન અધિકારીઓએ કરી ગિરનારના જંગલની સફાઇ

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 11:43 PM

જટાશંકર વિસ્તારમાંથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યુ

Doctors, engineers, class forest officials did the cleaning of Girnar forest
જટાશંકર વિસ્તારમાંથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યુ
જૂનાગઢ: ગિરનારનાં જંગલ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ ઠેર-ઠેર પ્લાસ્ટિક કચરો કરી રહ્યાં છે. સામાજીક સંસ્થાઓ દ્વારા વારંવાર સફાઇ કરવામાં આવે છે. ત્યારે સન્ડે ટ્રેકર્સ દ્વારા જટાશંકર વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી અને 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યુ હતું. આ સફાઇ અભિયાનમાં ડોકટર, એન્જીનીયરર્સ, કલાસ વન અધિકારીઓ જોડાયા હતાં.
જૂનાગઢનાં ડોકટર, એન્જીનીયરર્સ, કલાસ વન અધિકારીઓ જોડાયા
જૂનાગઢમાં અનેક ફરવા લાયક સ્થળ છે. અહીં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં લોકો આવે છે. પરંતુ જાગૃતિનાં અભાવે પ્લાસ્ટિક ફેકી રહ્યાં છે. જૂનાગઢની સન્ડે ટ્રેકર્સ સંસ્થા દ્વારા રવિવારે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં જૂનાગઢનાં ડોકટર, એન્જીનીયરર્સ, કલાસ વન અધિકારીઓ જોડાયા હતાં અને જટાશંકર વિસ્તાર આસપાસ સફાઇ કરી હતી. આ વિસ્તારમાંથી અંદાજે 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કરી નાશ કર્યો હતો.
તેમજ અહીં આવતા લોકોને પ્લાસ્ટિક અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. આ સફાઇ અભિયાનમાં આરએફઓ ભગીરથસિંહ ઝાલા, રામભાઇ ગભરૂ, પ્રવિણભાઇ વિઠ્ઠલાણી, ડો. વિરલભાઇ આચાર્ય, પ્રો. પટેલ, મુકેશ મહેતા, જે.એસ.પટેલ, રાજેન્દ્ર વાળા, પ્રો. ખીમજીભાઇ ચંદ્રવાડીયા, પરાગભાઇ સહિતનાં લોકો જોડાયા હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-doctors-engineers-class-forest-officials-did-the-cleaning-of-girnar-forest-gujarati-news-5941041-NOR.html

No comments: