Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 03:00 AM
લોકો એડવેન્ચર એક્ટિવિટી કરી શકશે
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી ગીર મોનસૂન ફેસ્ટિવલ શરૂ થશે. આ મોનસુન ફેસ્ટિવલ સતત 16 દિવસ સુધી ચાલશે. હાલ આ ફેસ્ટિવલની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાસણ ગીર પાસે આવેલ ભાલછેલ હેલિપેડ ગ્રાઉન્ડ, સાસણ ગીર યોજાશે. સાસણ ગીરના જંગલમાં પ્રકૃતિ અને પર્યાવરણનો નજીકથી અનુભવ કરવા 1 સપ્ટેમ્બરથી મોનસૂન ફેસ્ટિવલની શરૂઆત થશે. આ ફેસ્ટિવલમાં સામેલ થનાર લોકો ત્યાં એડવેન્ચર એક્ટિવિટી કરી શકશે. આ ઉપરાંત દેવાળિયા સફારી પાર્ક અને ગીર ઈન્ટરપ્રિટેશન ઝોનમાં પ્રાણીઓને ખૂબ નજીકથી જોવાનો લહાવો ઉઠાવી શકશે. લોકો ત્યાં ઝમઝીર ધોધ, બિલેશ્વર મંદિર, સોમનાથ મંદિરની મુલાકાત પણ લઈ શકશે. આ ફેસ્ટિવલ 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તકે મંત્રી ગણપત વસાવા, રાજેશ ચુડાસમા, કમલેશ પટેલ, મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, તાલાલા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સહિતનાં હાજર રહેશે.https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030031-2600794-NOR.html
No comments:
Post a Comment