Friday, August 31, 2018

5 સિંહ ગામમાં ઘૂસ્યા, સિંહણ ઘરમાં પૂરાઇ ગઇ

માળિયાહાટીના ખંભાળિયામાં વન અધિકારી અને લોકો આખી રાત જાગ્યાજૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના તાલુકાનાં ખંભાળિયા ગામે ગત રાત્રે 5 સિંહોનું ટોળું ગામમાં ઘૂસી ગયું હતું. અને 2 ગાયોનું મારણ કર્યું હતું. દરમ્યાન એક સિંહણ એક ઘરમાં ઘૂસી ગયા બાદ મકાનમાલિકે ઘરનું બારણું વાસી દેતાં સિંહણ ઘરમાંજ પૂરાઇ ગઇ હતી. આથી વનવિભાગે તેને રેસ્ક્યુ કરી હતી.
ખંભાળિયા ગામમાં રાત્રે 5-5 સાવજો ઘૂસી આવ્યા બાદ 2 ગાયોનું મારણ કર્યું હતું. સાવજોની ડણક અને ગાયોનાં ભાંભરડાથી ગામલોકો જાગી ગયા હતા. એવામાં એક સિંહણ પુનાભાઇ નંદાણીયાના ઘરમાં ઘૂસી ગઇ હતી. પુનાભાઇએ સમયસુચકતા વાપરી રૂમનો દરવાજો બંધ કરી દેતાં સિંહણ અંદરજ પૂરાઇ ગઇ હતી. સિંહણ અંદર પૂરાયેલી હતી. અને બહાર 4-4 સિંહો હાજર હતા. આથી ગામલોકો ફફડવા લાગ્યા હતા. આ દરમ્યાન વનવિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ કર્મચારીઓનો કાફલો પાંજરા સાથે ખંભાળિયા પહોંચ્યો હતો. અને સિંહણને બેભાન કરી પાંજરે પૂરી હતી. ભયને પગલે ગામલોકોને આખી રાતનો ઉજાગરો થયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030515-2496959-NOR.html

No comments: