Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 02:56 AM
જ્ઞાતિ-સમાજો-ટ્રસ્ટોનો ઉતારા મંડળનાં સભ્યોમાં રોષ વન વિભાગે મંજૂરી ન આપતાં 7 મી પરિક્રમા પણ મનથી કરી
જ્ઞાતિ-સમાજો-ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા ગિરનારની 13 પરિક્રમા
કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જો કે વન વિભાગ આડોડાઇ કરી પરિક્રમા
કરવાની મંજૂરી આપતું ન હોય પરિક્રમાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે
સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે વન વિભાગે
ઉપલા ગેઇટ પર તાળું મારી દેતાં ગેઇટ પાસે બેસી 12 કલાકનાં પ્રતિક ઉપવાસ કરી
મનથી પરિક્રમા કરી હતી અને 7 મી પરિક્રમા 7 મા અખાડાને સમર્પિત કરેલ છે.
વન વિભાગ પરિક્રમા ન કરવા દઇ હિન્દુ ધર્મની લાગણીને પણ દુભાવી રહ્યું છે.
તેમજ ભારતનાં બંધારણનાં ઘડવૈયા ડો. આંબેડકરે બંધારણમાં દરેક વ્યક્તિને
કુદરતાં ખોળે વિચરવાની સાથે ઇશ્વરની આરાધના કરવાની જે સ્વતંત્રતા આપી છે
તેના પર તરાપ મારી બંધારણની પણ આમાન્યા જાળવી નથી જે બાબતનું દુ:ખ છે. ઇટવા
ગેઇટ પાસે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ ધર્મની રક્ષા
માટે તેમજ વન્યજીવોની રક્ષા માટે આહૂતિ આપવામાં આવી હતી. સાથો-સાથ ધાર્મિક
સ્થળોની રખેવાળી કરતાં સાધુ-સંતોની અભ્યારણમાં જે કનડકગતી થાય છે તે બંધ
કરવા ગિરનારી મહારાજને પ્રાર્થના કરવામાં આવી હોવાનું ભાવેશ વેકરીયાએ
જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025632-2549177-NOR.html
No comments:
Post a Comment