Bhaskar News, Junagadh | Last Modified - Nov 13, 2017, 12:51 AM IST
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી 466 ખેડૂત ઉપયોગી તેમજ 191 વૈજ્ઞાનિક સમુદાય માટે ભલામણો બહાર પડાઇ છે
જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી 466 ખેડૂત
ઉપયોગી તેમજ 191 વૈજ્ઞાનિક સમુદાય માટે ભલામણો બહાર પડાઇ છે. આ સંશોધનોના
પરિણામ સ્વરૂપ યુનિ. દ્વારા મુખ્ય પાકોની 53નવી જાતો વિકસાવવામાં આવી છે.
જેમાની 20 જાતો રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ બહાર પાડવામાં આવી છે.
યુનિ.દ્વારા હાલમાંજ મગફળીની જીજેજી-32 જાત વિકસાવવામાં આવી છે. દિવેલમાં સંકર જાત જીસીએચ-9રાજ્યકક્ષાએ વિકસાવી છે. આ માટે વર્ષ 2009માં બેસ્ટ ઓલ ઇન્ડિયા કો-ઓર્ડીનેટેડ રીસર્ચ સેન્ટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. ઉપરાંત ઘઉંની જીડબલ્યુ-366 જાત વિકસાવી છે જે એમ.પી., મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોમાં પ્રચલીત પામી છે. સુકારા સામે રક્ષણ આપતી યુનિ.એ વિકસાવેલી ચણાની જીજેજી-463 જાત દાળીયા બનાવવા માટે ખુબજ જાણિતી છે. સામાન્ય રીતે તલની ખેતી સૌરાષ્ટ્રમાં ચોમાસામાં કરવામાં આવે છે. પરંતુ યુનિ.દ્વારા સંશોધિત ગુ.તલ-2, ગુ.તલ-3, અને ગુ.તલ-5 નામની જાતોથી હવે ખેડૂતો ઉનાળામાં પણ તલની ખેતી કરી શકશે. આ જાતોનું ઉનાળામાં હેક્ટરે 1200 કિ.ગ્રા.નું ઉત્પાદન છે જે ચોમાસાના પ્રમાણમાં લગભગ બમણું છે.
યુનિ.ના જામનગર ખાતેના બાજરા સંશોધન કેન્દ્રમાં બાજરાની વિકસાવેલી સાત
જાતો પૈકી જીએચબી-558 જાત ચોમાસું, ઉનાળું અને અર્ધ શિયાળું માટે અનુકુળ
છે. આ સંશોધન બદલ સંસ્થાને રાષ્ટ્રીયકક્ષાએ પારિતોષિક સન્માન પણ મળ્યું છે.
યુનિ.એ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અંદાજે 1.50 લાખ જેટલા બગાયતી/ઔષધિય
પાકોના રોપા/કલમો/છોડનું વેંચાણ કર્યું છે. યુનિ.દ્વારા પિયત વ્યવસ્થાપન
અંગે થયેલા સંશોધનો પ્રમાણે સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવાથી ઉનાળું મગફળી
પાકમાં 47ટકા પાણીના બચાવ સાથે 128ટકા જેટલું વધુ ઉત્પાદન મળે છે.તેવીજ
રીતે કપાસમાં 37ટકા પાણી બચાવ સાથે 79ટકા વધુ ઉત્પાદન મળે છે. ટપક પદ્ધતિ
અપનાવવાથી શેરડી જેવા રોકડીયા પાકમાં પણ 31ટકા પાણી બચાવ સાથે 31.5ટકા વધુ
ઉત્પાદન જોવા મળે છે. યુનિ.ના કુલપતિ ડો.એ.આર.પાઠકના માર્ગદર્શન હેઠળ
સંશોધન નિયામક ડો.વી.પી.ચોવટીયા દ્વારા વધુ સંશોધનો કરવા સતતપ્રયત્નશીલ છે.
દરિયાઇ શેવાળમાંથી બનતું પ્રવાહી ખાતર
યુનિ.દ્વારા મત્સ્ય વિજ્ઞાન ઉપર પણ સંશોધન થાય છે. સૌરાષ્ટ્રમાં ઝીંક અને લોહતત્વોની ઉણપ ધરાવતી જમીનમાં વધુ ઉત્પાદન લેવા દરીયાઇ શેવાળમાંથી પ્રવાહી ખાતર બનાવવામાં આવ્યું હતું. મત્સ્ય સંશોધન કેન્દ્ર ઓખા દ્વારા ગતવર્ષે 1765લિટર પ્રવાહી ખાતર બનાવાયું હતું. તો મત્સ્ય સંશોધન કેન્દ્ર સિક્કા દ્વારા વાણિજ્ય ધોરણે 232.35લાખ છીપલાના બચ્ચાનું ઉત્પાદન કરાયું હતું.
No comments:
Post a Comment