Monday, November 13, 2017

11 દિવસ બાદ ભવનાથ ચોખ્ખું થયું, આજે દામોદર કુંડમાં ભરાશે નવા નીર


DivyaBhaskar News Network | Last Modified - Nov 07, 2017, 07:10 AM IST
જૂનાગઢમાંગરવા ગીરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાની સાથે મનપા દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અત્યાર...
11 દિવસ બાદ ભવનાથ ચોખ્ખું થયું, આજે દામોદર કુંડમાં ભરાશે નવા નીર
જૂનાગઢમાંગરવા ગીરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાની સાથે મનપા દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 110 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે .આ ઉપરાંત સફાઇ બાદ 1500 કિલો જેટલા જંતુનાશક પાવડરનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે. મંગળવારે દામોદર કુંડમાં પણ નવા નીર ભરવામાં આવશે.

અંગે માહિતી આપતા જૂનાગઢ મનપાના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણાના જણાવ્યા અનુસાર છેલ્લા 11 દિવસથી ભવનાથમાં સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. કમિશ્નર વી.જે. રાજપુતની સુચના અને નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાના માર્ગદર્શનમાં 27 ઓકટોબરથી સફાઇ કરવામાં આવી રહી છે. 6 નવેમ્બર સુધીમાં 110 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આમ, ભવનાથને ચોખ્ખું ચણાક બનાવી દેવાયું છે. મંગળવારે સાંજ સુધીમાં દામોદર કુંડમાં પણ સફાઇ કામગીરી પૂર્ણ કરી નવા નીર ભરવામાં આવશે.નવું ભવનાથ, રબારી નેસ વિસ્તાર, ઉતારા મંડળો, તળેટી વિસ્તાર તેમજ ગીરનાર દરવાજાથી લઇને ભરડાવાવ સુધીમાં સઘન સફાઇ કરવામાં આવી છે. કામગીરીમાં પર્યાવરણ ઇજનેર રાજુભાઇ ત્રિવેદીએ પણ સહકાર આપ્યો હતો.

No comments: