Bhaskar News, Rajula | Last Modified - Nov 07, 2017, 12:42 AM IST
પરીવાર નિંદ્રામાં હતો તેવા સમયે આ સાપ શિકાર કરવા માટે ઘરમાં રાખેલા પક્ષીના પાંજરામાં ઘૂસ્યો હતો. પેટની ભૂખ ભાંગવા માટે પ
રાજુલા: રાજુલામાં બ્રાહ્મણ સોસાયટીમાં ગઈકાલે રાત્રે બની હતી.
જાણવા મળતી વિગત અનુસાર અહીં રહેતા ખોડીયાર પાનવાળા ભરતભાઈ બ્રાહ્મણના
ઘરમાં ગઇરાત્રે એક કોબ્રા સાપ ઘૂસી આવ્યો હતો. પરીવાર નિંદ્રામાં હતો તેવા
સમયે આ સાપ શિકાર કરવા માટે ઘરમાં રાખેલા પક્ષીના પાંજરામાં ઘૂસ્યો હતો.
પેટની ભૂખ ભાંગવા માટે પાંજરામાં રહેલા લવ બર્ડનો શિકાર કર્યો હતો.
કોબ્રાએ પક્ષીનો શિકાર તો કર્યો પરંતુ બાદમાં તે પાંજરાની બહાર નીકળી
શક્યો ન હતો. સવારે આ અંગે ઘર માલિકને જાણ થતાં રાજુલાના સર્પ સરક્ષણ
મંડળને જાણ કરવામાં આવી હતી. જેને પગલે સર્પ સંરક્ષણ મંડળના અશોકભાઇ સાંખટ
ત્યાં દોડી ગયા હતા, અને પાંજરામાંથી કોબ્રાને પકડી લીધો હતો. આ સાપને
બાદમાં જંગલ વિસ્તારમાં મુકત કરી દેવાયો હતો. જેને પગલે પર માલિકે રાહતનો
દમ લીધો હતો.
No comments:
Post a Comment