જૂનાગઢ,ગીર-સોમનાથ, અમરેલી સહિતનાં જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે...
વન્ય પ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે રેવન્યુ વિસ્તારની આસપાસ સિંહ દર્શન બેરોકટોક ચાલી રહ્યા છે. અમરેલી અભયારણ્ય વિસ્તારમાં પણ ગે.કા. સિંહ દર્શન થતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હાલ સિંહ અને સિંહણ પાછળ બાઇક દોડાવવામાં આવી રહ્યાનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા વન વિભાગની ઉંઘ ઉડી ગઇ છે. અને અચાનક જાગેલું તંત્ર કામે લાગી ગયું છે. વિડીયો ક્યા વિસ્તારનો છે અંગે વન વિભાગે હાલ તો મૌન સેવી લીધું છે. પરંતુ સિંહ પાછળ બાઇક દોડાવનાર શખ્સોને પકડી લેવા વન વિભાગે જુદી-જુદી ચાર ટીમો બનાવી હોવાનું વન વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમરેલી, તાલાલા, ભાવનગરનાં જંગલ વિસ્તારનો વિડીયો હોવાની ઉઠી ચર્ચા
વાયરલથયેલો વિડીયો અમરેલી, તાલાલા અથવા ભાવનગર વિસ્તારનો હોવાની ચર્ચા હાલ વન વિભાગમાં ચાલી રહી છે. પરંતુ લોકેશન અંગે વન વિભાગે હાલ મૌન સેવી લીધું છે.
લોકેટથયા છે : સીસીએફ
અંગેસીસીએફ એ. પી. સિંઘે જણાવ્યું હતું કે, આરોપીઓ હાલ લોકેટ થયા છે. કાલ સુધીમાં શખ્સો પકડાઇ જાય એવી શક્યતા છે. હાલ વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.
સિંહ-સિંહણ પાછળ બાઇક દોડાવવાનાં વાયરલ થયેલા વિડીયોમાં એક બાઇક અને બે સવાર નજરે પડે છે. વિડીયો ઉતારનાર શખ્સો પણ બાઇક ઉપર હોવાનું માલુમ પડે છે. બાઇક જીજે-3 પાર્સીંગનું હોવાનું પણ જાણવા મળ્યું છે. તસ્વીર-ભાસ્કર
વાયરલ થયેલા વિડીયોમાં એક બાઇક અને બે બાઇક સવાર નજરે ચઢે છે
No comments:
Post a Comment