Bhaskar News, Talala | Last Modified - Nov 08, 2017, 02:31 AM IST
તાલાલા સહિત ગીર પંથકમાં મોટાભાગે કેસર કેરીની આંબાવાડીઓ પથરાયેલી છે
તાલાલા: તાલાલા સહિત ગીર પંથકમાં મોટાભાગે કેસર કેરીની
આંબાવાડીઓ પથરાયેલી છે. નવેમ્બર માસમાં કેરીનાં આંબામાં કેરી માટેનાં મોર
ફુટવાની પ્રક્રિયા શરૂ થતી હોય પરંતુ દિવાળીનાં પાંચ દિવસ પહેલા ગીર
પંથકમાં પડેલા બે ઇંચ વરસાદથી આંબાને વરસાદનાં લાંબા વિરામ બાદ પાણી મળી
જતાં આંબા મોરનાં બદલે કોર (નવા પાન) ફુંટવા લાગ્યા હોય હવે કોર પાકે પછી
મોરનું આવરણ થાય જેથી કેરીની સીઝન મોડી શરૂ થશે.
કેસર કેરીનાં આંબાઓમાં નવેમ્બર માસમાં હળવી ઠંડીની શરૂઆત થયા બાદ આંબામાં મોર ફુટતા હોય છે. પરંતુ આ વર્ષે મોરનાં બદલે કોર વધતા ગીર પંથકની આંબાવાડીઓ નવા પાનથી ખીલી ઉઠી છે. નવી કોરામણથી આંબાઓની ઘેરાઇ પણ સારી વધી ગઇ છે. જાણકાર ખેડુતોનાં મતે કોરામણથી આંબા તંદુરસ્ત બને છે. મોર ભારે કોર પાકે પછી ફુટે પણ કોરામણથી મોર વધુ ફુંટવાની સંભાવના બની જાય છે. કોર વહેલો આવતા આંબામાં મોર ફુંટયા બાદ પાછળથી કોર આવે અને કેરી ખરી પડે તે નુકશાન થવાની સંભાવના પણ ઘટી ગઇ હોવાનું ખેડુતોએ જણાવેલ ચાલુ વર્ષ કેરીની સીઝન મોડી થવાની સંભાવના જણાઇ રહી છે.
દવાનો છંટકાવ વહેલો શરૂ થયો
આંબામાં નવા પાન ફુટી બહાર આવતા થતી ફુટની પ્રક્રિયાને લઇ તડતડીયોની અસર દેખાતા અમુક વિસ્તારોમાં દવાનો છંટકાવ વહેલો શરૂ થયો છે.
No comments:
Post a Comment